Abtak Media Google News

ગેસ પંપની હડતાલને પગલે મોરબી,માળીયા અને વાંકાનેરના રિક્ષા ચાલકો ટંકારાના પંપે ગેસ પુરાવા પહોંચ્યા

ટંકારા નજીક મોરબી રોડ ઉપર આવેલા ગુલાલ પેટ્રોલ પંપ ઉપર આજે સાંજે અચાનક રિક્ષાનીઓની એક કીમી સુધીની લાંબી લાઈન લાગી હતી અને જોત જોતા મા આ કારવો હકડેઠેક બિજા પેટ્રોલ પંપ સુધી પહોંચી ગયો હતો.
મોરબી ગેસ પમ્પ બંધ થઈ ગયો હોય અને હડતાળ ના સમાચારને હવા મળતા રીતસર મોરબી માળીયા મિયાણા, વાંકાનેર અને આજુબાજુના દરેકે દરેક ગામડામાંથી રીક્ષાઓ ટંકારા ઉમટી પડી હતી અને ધણા ચાલકો બે કલાક થી ગેસ પુરાવા લાઈન પર ઉભા છે અને હજુ લાબી લાઈન પુરૂ થવાનુ નામ નથી લેતી.
આ બાબતે અમે પમ્પના માલીક સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ પમ્પ પર ગેસ ચાલુ જ રહેશે કોઈને અફવાઓ પર વિશ્વાસ કરવો નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.