Abtak Media Google News

ટંકારા પોલીસે ધૂનડા ગામે જાહેરમાં જુગાર રમતો હોવાની બાતમીને આધારે દરોડો પાડતા જુગાર રમતા દશ શખસો ઝડપાઇ ગયા હતા, પોલીસે જુગરીઓ પાસેથી રૂ.૨૫૭૪૦ ની રોકડ સહિત કુલ રૂ.૧,૩૧ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.

જિલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલની સુચના મુજબ ટંકારા પોલીસ સ્ટેશન ના સર્વલન્સ સ્ક્વોડ ના પોલીસ હેડ કોન્સટેબલ પ્રફુલકુમાર જેઠાભાઇ, વિક્રમભાઇ લાભુભાઇ ફુગસીયા, વિશ્વરાજસિંહ પ્રવિણસિંહ ઝાલા, ચકુભાઇ દેવશીભાઈ કલોતરા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ધુનડા ગામે પાણીના ટાંકાની સામે આવેલ શેરીમા કોળી વાસના નાકે અમુક ઇસમો પૈસાપાના વતી હારજીત નો જુગાર રમતા હોવાની બાતમી મળતા પોલીસ ત્રાટકી હતી.

ઘટના સ્થળેથી પોલીસે ગોળ કુંડાળુ વળી પૈસા પાના વડે હારજીતનો જુગાર રમતા (૧) ક્લ્પેશભાઇ મનહરલાલ નિમાવતા, રહે. વિરપર પ્લોટ વિસ્તાર તા-ટંકારા (ર) પંકજલાઇ વ્રજલાલભાઇ નિમાવત, રહે-વિરપર પ્લોટ વિસ્તાર તારંકારા (૩) હસમુખભાઇ રઘુભાઇ ઉંગરેજા રહે-વિરપર તા-ટંકારા (૪) જયદિપભાઇ ભીખુભાઇ પીપળીયા રહે મોરબી લીલાપર રોડ ગૌશાળાની સામે તા.જી.મોરબી (૫) હિતેશભાઇ અમૃતલાલભાઇ મજેડીયા , રહે.મોરબી લીલાપર રોડ પાંજરાપોળ સામે તા.જી-મોરબી (૬) મયુરભાઇ રાજેશભાઇ મલસાતર, રહે. લીલાપર રોડ પાંજરાપોળ સામે, મોરબી (૭) ઉમેશભાઇ ભીખાભાઇ બાબરીયા (૮) જીતેન્દ્રલાઇ ગણેશભાઇ પાટડીયા (૯) માવજીભાઇ ઉર્ફે માવો અરજણભાઇ પાટડીયા, ઉ.વ-૩૦, રહે-ધુનાડા (૧૦) મેરૂભાઇ વિનોદભાઇ પાટડીયા,રહે-ઘુનાડા, તા. ટંકારા વાળા કુલ રોકડ રૂપીયા ૨૫.૭૪૦ તથા જુદી-જુદી કંપનીના મોબાઇલ કિ.રૂ.ર૬.૦૦૦ તથા મો.સા. નંગ-૪ કિ.રૂ.૮૦,૦૦૦ની સાથે કુલ કિ.રૂ.૧.૩૧.૭૪૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

જુગાર દરોડા મામલે ટંકારા પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા કલમ ૧૨(ખ) મુજબ નો ગુનો રજીસ્ટર કરી અને કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.