Abtak Media Google News
  • બારકોડ ભુંસી નાખી એશિયન કંપનીના ડ્રમમાં વેચાણ કરતા

 

Advertisement

એશીયન પેઈન્ટસ કંપનીના પેઈન્ટ બકેટસના બારકોડ / કયુ.આર.કોડ ભુસી બોગસ કલરનું વેંચાણ કરવાના ગુનામાં  વેપારીને શરતોને આધીન જામીન મુક્ત કરતો કોર્ટે હુકમ કર્યો છે.

આ કેસની હકીકત મુજબ એશીયન પેઈન્ટસના ચીફ ઈન્વેસ્ટીગેટીંગ ઓફીસરે ગ્રાહક બની પ્રોડકટ ખરીદ કરવા ’અષ્પ પેઈન્ટ’ નામવાળી દુકાને જઈ પેઈન્ટ ખરીદ કરતા જાણ થયેલ કે આ દુકાનના માલિક એશીયન પેઈન્ટસની પ્રોડકટસનો બારકોડ / કયુ.આર.કોડ ભુંસી નાંખી માલ વેચે છે જે અન્વયે એશીયન પેઈન્ટ કંપનીના ઈન્વેસ્ટીગેટીંગ ઓફીસર સુભાષ જયસ્વાલે ગ્રાહક બની માલ ખરીદી ખોટો માલ હોવાની ખાત્રી થતાં પોલીસ દ્વારા દુકાને રેઈડ કરવામાં આવતા આરોપી ચિરાગભાઈ મહેન્દ્રભાઈ ઉદેશી હાજરમાં મળી આવેલ અને દુકાનમાંથી આશરે પોણા બે લાખની કીંમતનો એશીયન પેઈન્ટસનો બારકોડ / યુ.આર.કોડ ભુંસેલ પેઈન્ટ મળી આવેલ જે મુદામાલ કબ્જે કરવામાં આવેલ અને આરોપી વિરૂધ્ધ ઈ.પી.કો. કલમ 420, 465, 468 તથા કોપી રાઈટસ એકટ – 1957 ની કલમ મુજબનો ગુન્હો દાખલ કરી આરોપી ચિરાગભાઈની પોલીસે ધરપકડ કરી કસ્ટડીમાં મોકલતા આરોપીએ રાજકોટના પ્રખ્યાત એડવોકેટ તુષાર ગોકાણી મારફત અદાલતમાં જામીન અરજી દાખલ કરી  હતી.

જે જામીન અરજી ચાલવા ઉપર આવતા  બંને પક્ષની રજુઆત બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલત દ્વારા આરોપીને પોલીસ તપાસમાં સહકાર આપવા સહિતની શરતોને આધીન જામીન મુકત કરવા હુકમ કરવામાં આવ્યો હતો.

 

આ કેસમાં આરોપી વતી પ્રખ્યાત ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી, રીપન ગોકાણી, હાર્દિક શેઠ, ઉંઝેર કુરેશી, જશપાલસિંહ જાડેજા, વિરમ ધરાંગીયા, નદિમ ધંધુકિયા, વિશાલ કૌશીક અને ભુમીકા નંદાણી રોકાયા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.