• જામનગર થી મીઠું ભરીને વેરાવળ જઈ રહેલા એક ટ્રકમાં અકસ્માતે આગ લાગી જતાં દોડધામ

  • કાલાવડ ફાયર બ્રિગેડ આગને કાબુમાં લીધી

  • ટ્રકની પાછળની બોડી અને ટાયરોને નુકશાન: અડધું મીઠું પણ ધોવાયું

જામનગર ન્યુઝ

જામનગર થી વેરાવળ મીઠું ભરીને જઈ રહેલા એક ટ્રકમાં કાલાવડ નજીક મોટી માટલી પાસે ગઈ રાતે આગની ઘટના બની હતી, અને ટ્રકના પાછળના ટાયરો સહિતનો ભાગ સળગવા લાગ્યો હતો.આગના આ બનાવ અંગે કાલાવડ ફાયર બ્રિગેડને જાણ કરાતાં કાલાવડ ફાયર ની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.
જામનગરના પંકજભાઈ સોલંકી નામના ટ્રાન્સપોર્ટરની માલિકીના જી.જે.૩૨-ટી ૮૨૨૩ નંબરના ટ્રકમાં ગઈ રાત્રે આગનો બનાવ બન્યો હતો, અને ટ્રકના ડ્રાઇવર રીતેશભાઈ કે જેણે તેના માલિકને ફોન કર્યા પછી કાલાવડ ફાયરબ્રિગેડનો સંપર્ક કરવામાં આવ્યો હતો, અને તેઓએ આગ બુજાવી હતી. જે આગ ના કારણે ટ્રકના પાછળના ટાયરો તેમજ ટ્રકની બોડીનો કેટલો હિસ્સો તેમજ ટ્રકમાં ભરેલા મીઠાને પણ નુકસાની થઈ છે.

સાગર સંઘાણી

 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.