Abtak Media Google News

રાજકોટ સહી સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતના કેળવણી ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતી અને બાળકોને ભણતરની સાથે સાથે જીવનમાં પણ ટોપર બનાવતી મોદી સ્કૂલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મનોરંજન તથા સાંસ્કૃતિક તથા વાણિજ્ય તાલીમના ત્રિવેણી સંગમ જેવા ભવ્ય કાર્યક્રમ મોદી સ્કૂલ ના એમ પ્લસ નું આયોજન કરવામાં આવ્યું છે.

મોદી સ્કૂલના સાંસ્કૃતિક કાર્યક્રમમાં વેપાર ભોજન
રમત સેલ્ફી કેરિયર કાઉન્સિલિંગનો થશે સમન્વય બાળકોમાં ભારે ઉત્સાહ 

અબ તકની મુલાકાતે આવેલા મોદી સ્કૂલના ડોક્ટર નિશાંત ધ્રુવ નીલેશભાઈ સેંજલીયા સિધ્ધરાજસિંહ ઝાલા દિયાબેન કોરાટ અને વૈષ્ણવીબેન રામાવત સહિતના આગેવાનોએ મોદી પ્લસ કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું હતું કે   વિદ્યાર્થીઓમાં અભ્યાસની  સાથે સાથે  વેપારના ગુણ વિકસે તેવા ઉદેશ્ય સાથે  અદભૂત અને અદ્વિતીય કાર્યક્રમનું આયોજન આગામીતા.30-31 ડિસે. અને 1 જાન્યુાઅરીના રોજ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરેલ છે.

મોદી સ્કુલનાં મેનેજીંગ ટ્રસ્ટી ડો. રશ્મિકાંતભાઈ મોદી, મેનેજીંગ ડીરેકટર ધવલભાઈ મોદી કુ. નિધિબેન  મોદી,  આત્મનભાઈમોદી તથા સર્વે પ્રિન્સીપાલોના માર્ગદર્શન હેઠળ ભવ્ય આયોજન વિદ્યાર્થીઓ, વાલીઓ, લીડ સ્પોન્સર, કો.સ્પોન્સર અને શુભેચ્છકોના સાથથ સહકારથી આયોજન કરવામાં આવેલ છે.

યુનિવર્સલ ઝોન: ઝોનમાં વિદ્યાર્થીઓ પોતે જ બજારમાંથી વોલસેલ ભાવે જુદી જુદી  વસ્તુઓ ખરીદી વેચાણ દ્વારા પોતાના સ્ટોલમાં  વ્યાપાર વિષયક ગુણો વિકસાવશે

સાંસ્કૃતિક કાર્યક્રમો:  નર્સરીથી ધો.0ના વિદ્યાર્થીઓ દ્વારા સ્ટેજ પરફોર્મન્સ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમો ભવ્ય સ્ટેજ પર રજૂ કરશે.

ફૂડઝોન:- આ ઝોનમાં વિદ્યાર્થીઓ રસોઈ કળામાંપારંગત થાય અને પોતાના  મમ્મીપપ્પાને ઘરકામમાં  મદદરૂપ થાય તેવા ઉદેશ્ય સાથે આ ઝોનની રચના કરવામાંઆવેલ છે. આ ઝોનમાં વિદ્યાર્થીઓ દ્વારા જ જુદી જુદી  વાનગી  બનાવવામા આવશે.

ગેઈમ ઝોનમાં વિદ્યાથીઓના નાના નાના ભૂલકાઓ અને મોટેરા વ્યકિતઓ માટે જુદી જુદી ગેઈમનાં સ્ટોલ દ્વારા મનોરંજન સાથે વ્યાપારીક ગુણો વિકસાવશે.આ ઝોનમાં પ્લે મોર ટોઈઝ, બલૂન શોટ, હીટ ધ  ટાર્ગેટ, જમ્પ એન્ડ જોય, મિરર  મઝા, હન્ટો, બન્ટો ચેલેન્જ, બોલ ચેલેન્જ, ગેઈમ સ્પોર્ટ, બ્રેઈન ટીઝર, એઈમ ચેલેન્જ, ફન બ્લાસ્ટ એવા જુદા જુદા સ્ટોલ દ્વારા વિદ્યાર્થીઓ બધાને મનોરંજ પુરૂ પાડશે.

કેરિયર કાઉન્સેલીંગ: વિદ્યાર્થીઓ ધો.12 પછી  કયાં કયાં કોર્સમાં પ્રવેશ મેળવી શકે  તેવા ઉદેશ્ય સાથે  કેરીયર કાઉન્સેલીંગનો કાર્યક્રમ અલગઅલગ યુનિવર્સિટીઓ દ્વારા યોજવામાં આવેલ છે. જેમાં મારવાડી યુનિ. રાજકોટ,જી.એલ.એસ.યુનિ. અમદાવાદ, દ્રોણા ફાઉન્ડેશન-રાજકોટ, અમદાવાદ દ્વારા વિદ્યાર્થીઓને કેરિયર અંગે માર્ગદર્શન આપવામાં આવશે.

સેલ્ફી ઝોન: આ ઝોનમાં સાંપ્રત    પ્રવાહમાં  દરેક લોકો મોબાઈલમાં સેલ્ફી લેવા ઉત્સાહિત હોય છે. આ  ઝોનમાં વિદ્યાર્થીઓ અને મોટેરા લોકો સેલ્ફી લઈ શકે તેપ્રકારે આયોજન કરેલ છે.

મોદી સ્કૂલના સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાળકોની પ્રતિભા ઉજાગર થાય છે: સિધ્ધરાજસિંહ ઝાલા

Fsdf

મોદી સ્કૂલ શિક્ષણની સાથે સાથે બાળકોની ઈતર પ્રવૃત્તિ અને ખાસ કરીને વ્યક્તિ વિકાસની પ્રવૃત્તિઓ પર ખાસ ધ્યાન આપે છે અબ તકની મુલાકાતમાં સિદ્ધરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે મોદી પ્લસ કાર્યક્રમ પણ મનોરંજનની સાથે સાથે બાળકોના વિકાસને પ્રોત્સાહન આપનાર ું બને તેવું આયો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.