Abtak Media Google News
મેયરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ધોરણે કાર્યવાહી નહિ કરે તો ધરણાની ચિમકી આપી

પ્રાથમિક સુવિધાઓ મેળવવી દરેક નાગરિકનો હક છે અને આ હક માટે અવાજ ઉઠાવનારાઓનો અધિકારીઓને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા અપીલ કરતા હોય છે.ત્યારે જામનગર શહેરમાં બનેલા આવાસોમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. તેમજ વોર્ડ નં.4 ના નગરસીમ વિસ્તારમાં રોડ-લાઈટ-શૌચાલય અને પાણીની સુવિધાનો અભાવ તથા મહાપાલિકાના આઈસીડીએસ અધિકારીના ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે આજે વોર્ડ નં.4 ના મહિલા કોર્પોરેટર રચના નંદાણિયાએ બેડા લઇ વિરોધ નોંધાવી અને લોકોએ મેયર અને સ્ટેન્ડીંગ ચેરમેનની ઓફિસ બહાર બન્નેને આવેદનપત્ર પાઠવી આ ત્રણેય મુદ્દાઓ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવા માંગણી કરી હતી તેમજ જો આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ધરણાંની ચિમકી આપવામાં આવી હતી.

Beda

આવેદનપત્રમાં વોર્ડ નં. 4 ના નગરસીમ વિસ્તાર હાથણી ગામમાં પ્રાથમિક સુવિધા આપવા તથા આવાસોમાં ઘટતી સુવિધાઓ પૂરી પાડવા અને આઇસીડીએસ શાખાના સીડીપીઓ દ્વારા કરવામાં આવેલ ભ્રષ્ટાચાર બાબતે અને ટેક્સ ઓફિસર દ્વારા કરવામાં આવેલા કરોડના ભ્રષ્ટાચાર બાબતે અનેક વખત ધરણા અને આંદોલન કરવામાં આવ્યા છે. જનરલ બોર્ડમાં પણ રજૂઆત કરી છે.

Bedaa

આમ છતાં હજૂ સુધી અધિકારીઓ ઉપર કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હોય, અધિકારીઓ પર ક્યારે કાર્યવાહી થશે? તે અંગે જવાબ માગવામાં આવ્યો છે અને જો કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવે તો કમિશનર, મેયર, ચેરમેન અને ડે. કમિશનરની ચેમ્બર સામે ધરણાની ચિમકી ઉચ્ચારી છે.

Screenshot 2 30

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.