Abtak Media Google News

નવાગામના શખ્સની મદદથી બંગાળની યુવતીઓ પાસે છેલ્લા પાંચ માસથી દેહ વ્યાપાર કરાવાતો

ક્રાઈમ બ્રાંચે દરોડો પાડી મહિલા સહિત પાંચ શખ્સોને દબોચી રૂા.19 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો

શહેરમાં છેલ્લા પાંચ માસથી ક્રિષ્નાપાર્ક સોસાયટીમાં મહીલા સંચાલીતધમધમતા કુટરખાના પર ક્રાઈમ બ્રાંચે દરોડો પાડી સંચાલીકા અને ચાર યુવાન ગ્રાહકો મળી પાંચ શખ્સોને ઝડપી પાડી ગોરખધંધામાં ધકેલાયેલવામાં આવેલી બંગાળી યુવતીઓને મુકત કરી રૂા.19400નો મુદામાલ કબ્જે કર્યો છે.જ્યારે આ વેપલો નવાગામના શખ્સની મદદથી કરાવતા હોવાનું સામે આવતા પોલીસે તેની સામે પણ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

આ અંગે મળતી વિગત મુજબ શહેર પોલીસ દ્વારા દેહ વ્યાપારના ધંધા નાબુદ કરવાની આપેલી સુચનાથી ક્રાઈમ બ્રાંચના પીઆઈ વાય.બી. જાડેજાની રાહબરીમાં પીએસઆઈ એમ.એસ. ગરચર ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમી આધારે મોરબી રોડ પર જકાતનાકાથી આગળ આવેલ પુલ પાસે રેલ્વે ફાટકથી આગળ ક્રિષ્ના પાર્ક સોસાયટી શેરી નં.2માં દયા મહેશ ચૌહાણ (ઉ.40) (રહે. ન્યુ જલારામ સોસાયટી શેરી નં.5)ના કબ્જાના મકાનમાં દેહ વ્યાપારનો ધંધો બેરોકટોક ચાલે છે.

જેમાં ટીમે દરોડો પાડી કુટણખાનું ચલાવતી દયા મહેશ ચૌહાણ તેની સાથેનો સાજીદ શાહ, જાહીદ શાહ સાહમદાર (ઉ.27) (રહે. નવાગામ, પોલીસ ચોકી પાસે, આવાસ યોજના કવાર્ટર) તેમજ દરોડામાં મળી આવેલા ગ્રાહકો નયન રતી આસોડીયા (ઉ.35) (રહે.પેડક રોડ, ગુજરાત સોસાયટી શેરી નં.4) રાહુલ રાજેશ બાદુકીયા (ઉ.21) (રહ. જય જવાન જય કિશન સોસાયટી શેરી નં.2, મોરબી રોડ) અને અનીલ પ્રવિણ ટીબડીયા (ઉ.23) (રહે. રામાણી પાર્ક, પાછળ મોમાઈ હોટલ પાસે મોરબી રોડ)ને દબોચી લઈ તેની પાસેથી રોકડ અને મોબાઈલ તેમજ કોન્ડમ નંગ-30 મળી રૂા.19400નો મુદામાલ મળ્યો હતો.

પકડાયેલ કુટણખાના સંચાલીકા દયાએ પુછપરછમાં જણાવ્યું હતું કે તે નવાગામના સાજીદ શાહ સાથે મળી બંગાળના કલકતાથી યુવતીઓને બોલાવી દેહ વ્યાપારનો ધંધો છેલ્લા પાંચ માસથી ચલાવતી હતી. તેમજ સાજીદ શાહ ગ્રાહકો શોધી લાવતો હતો. અને દેહ વ્યાપાર માટે ગ્રાહકો પાસેથી પૂરા રૂપિયા લઈ યુવતીઓનું શોષણ કરતા હોવાની કબૂલાત આપતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

ઉલ્લેખનીય છે કે ક્રિષ્ના પાર્ક સોસાયટીમાંથી ઝડપાયેલા મહિલા સંચાલિત કુટણખાનામાં પકડાયેલ મહિલાની પૂછપરછમાં જણાવ્યું હતું કે, તેના પતિના અવસાન બાદ તેનું અને તેના પુત્રના જીવન નિર્વાહ માટે દેહ વ્યાપારનો ધંધો ચાલુ કર્યો હતો અને તેણી એક વર્ષ પહેલાં નવગામમાં કુટણખાનું ચલાવતી અને બાદમાં છેલ્લા પાંચેક માસથી અહીં ચાલુ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.