Abtak Media Google News

સરકારી હોસ્પિટલમાં દર્દીઓને આપવામાં આવતી દવામાં કિંમત લખી ન શકાય અને જાહેર મેડિકલમાં વેચાણ પણ કરી ન શકાય

એમઆરપી લખેલી દવા કયાંથી આવી અને કિંમત છુપાવવા સ્ટીકર લગાવ્યા બાદ દુર કરી ફરી બજારમાં  બારોબાર વેચી નાખવાની ગેરરીતી ચાલતી હોવાની શંકા

મોરબી રોડ પર બેડી નજીક આવેલા વેર હાઉસમાં રાખવામાં આવતી સરકારી હોસ્પિટલના દર્દીઓને આપવામાં આવતી દવામાં ગેરરીત થયાની ચર્ચાએ ગાંધીનગરથી આરોગ્યની ટીમ રાજકોટ ખાતે દોડી આવી છે. ગ્લુકોઝના બાટલા સહિતની દવાનો જથ્થો કયાથી આવ્યો અને કંઇ રીતે બારોબાર વેચાણ થતું તે અંગે તપાસ ટીમ દ્વારા ઉંડી છાનભીન શરુ કરવામાં આવી છે.

Advertisement

સરકારી હોસ્પિટલના દર્દીઓ આપવામાં આવતી દવા પર એમઆરપી લખવામાં આવતી નથી પંરતુ બેડી ખાતે આવેલા ગુજરાત મેડિકલ સર્વિસીઝ કોર્પોરેશન લીમીટેડના બેડી ખાતે આવેવલા ગોડાઉનમાંથી કેટલીક દવાઓ એમઆરપી છાપેલી જોવાની અને તે કિંમત છુપાવવા માટે સ્ટીકર લગાવવામાં આવ્યા બાદ સરકારી ચોપડે દવા આવ્યાનું અને સપ્લાય કર્યાની નોંધ કર્યા બાદ આજ દવા પરથી ફરી સ્ટીકર લગાવી વેચી નાખવામાં આવતી હોવાના થયેલા આક્ષેપના પગલે ગાંધીનગર આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ અર્થે આવ્યા છે.

જીએમએસસીએલના વેર હાઉસમાં કોઇ દવા પર એમઆરપી લખી હોય તો દવા કંપની અથવા એજન્સીને પેનલ્ટી લગાવામાં આવે છે. આથી ગુજરાત મેડિકલ સર્વિસીઝ કોર્પોરેશન લીમીટેડનના વેર હાઉસમાંથી ગ્લુકોઝના બાટલા સહિતની દવા સરકારી હોસ્પિટલ અને જુદા જુદા આરોગ્ય કેન્દ્રમાં દવાનો જથ્થો મોકલવામાંં  આવે છે. આરોગ્ય કેન્દ્ર અને સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવતી દવા પર એમઆરપી ન લખાતી હોવા છતાં વેર હાઉસમાંથી કિંમત લખેલી દવા આવ્યાની અને કિંમત છુપાવવા માટે સ્ટીકર લગાવ્યા બાદ ગોડાઉનના મેનેજર પ્રતિક રાણપરાના ઇશારે સ્ટીકર દુર કરી બારોબાર વેચવામાં આવતી હોવાના આક્ષેપ થઇ રહ્યા છે.

તપાસ ટીમને પ્રતિક રાણપરા પાસેથી હેત્વીક હેલ્થ કેરના કેટલાક બીલ મળી આવ્યાની ચર્ચા થઇ રહી છે. તેમજ ગરીબ દર્દીને આપવામાં આવતી દવાની એમઆરપી છુપાવવા સ્ટીકર લગાવવા અને સ્ટીકર દુર કરવા માટે ગોડાઉન મેનેજર પ્રતિક રાણપરાએ ઇન્દ્રજીત સોલંકી અને અજય પરમાર નામના બે યુવકોને કામે રાખ્યા હોવાનું તપાસ ટીમના ધ્યાને આવતા તેઓની પણ પૂછપરછ કરવામાં આવશે, ગોડાઉનમાં દવા કયાંથી આવી અને કંઇ રીતે બારોબાર વેચવામાં આવતી તેના મુળ સુધી તપાસ થયા બાદ જ દુધનું દુધ અને પાણીનું પાણી થઇ શકે તેમ હોવાનું ગાંધીનગરથી આવેલા આરોગ્ય અધિકારીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.

વેર હાઉસની સિસ્ટમ લોક કરી તપાસ હાથ ધરાઇ: તપાસ અધિકારી

વેર હાઉસમાં ગેર રીત થઈ હોવાના સમાચાર મળતાં ગાંધીનગરથી આરોગ્ય વિભાગની ટીમ દોડી આવી હતી અને વેર હાઉસના સિસ્ટમ લોક કરી તપાસ હાથધરી હતી. જેમાં ગાંધીનગરથી આવેલા આરોગ્ય વિભાગના અધિકારીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે એમ.આર.પી. વાળો જથ્થો સ્વીકારવામાં આવ્યો નથી તેમ છતાં પ્રાઇઝ ટેગ વાળો જથ્થો ક્યાંથી આવ્યો અને તેમાં શું પ્રક્રિયા કરવામાં આવતી તે અંગે તપાસ કરવામાં આવશે અને તેનો રિપોર્ટ વડી કચેરીએ સોંપવામાં આવશે.

કોઈ જાતનું કૌભાંડ થયું નથી, અધિકારીઓને જવાબ આપી દીધા છે: પ્રદીપ રાણપરા (વેર હાઉસ મેનેજર)

સર્જરી દવાના વેર હાઉસમાં પ્રાઇઝ ટેગ વાડી દવા મળી આવતા ગાંધીનગરથી ટીમે સવારના ધામાં નાખ્યાં છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જેમાં મેનેજર દ્વારા તેમના કર્મીઓને આ દવાના બોક્સ પર સરકારી કાગદિયાઓનું સ્ટીકર મારવાની કામગીરી કરાવવામાં આવતી હોવાનું જાણવા મળતાં આ તમામ આક્ષેપોને મેનેજર પ્રદીપ રાણપરાએ નકારી કોઈ પણ જાતનું કૌભાંડ થયું ન હોવાનું અને મે તમામ જવાબ અધિકારીઓને આપી દીધા હોવાનું જણાવ્યું હતું.

સાંજે સ્ટીકર મારવાનું કામ કરાવતા હતા: ઇન્દ્રજીત સોલંકી (પેકર)

સરકારી દવાના ગોડાઉનમાં ગેરરીતિની થઈ હોવાની ભીતિ સર્જાતા ગાંધીનગરથી ટીમ દોડી આવી હતી અને તપાસ હાથધરી હતી. જેમાં દવાનું પેકિંગ કરતા ક્ષર્મિક ઇન્દ્રજીત સોલંકીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે મેનેજર પ્રદીપ રાણપરા દ્વારા એમ.આર.પી.લગાયેલા દવાના બોક્સમાં જીએમએસસીએલના સ્ટીકર મારવાની કામગીરી કરાવતા હતા એને તેના વધારાના પૈસા પણ ચૂકવતા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.