Abtak Media Google News

કયાં છે મનમોહન દેસાઈ?!

2016માં અર્ધકુંભનાં મેળામાં ગુમ થયેલ મહિલા 2021માં મહાકુંભમાં મળી ગઈ

2016માં અર્ધકુંભમાં ગુમ થયેલ મહિલાનું પાંચ વર્ષ બાદ પરિવાર સાથે મિલન

 

2016માં દિકરીના મૃત્યુ બાદ ખૂબ દુ:ખી હતી દુ:ખમાંથી છૂટકારો મેળવવા ત્યાંથી નીકળી ગઈ હતી

હરિદ્વારમાં કુંભ મેળો ચાલી રહ્યો છે. આ મેળાને દુનિયાના સૌથી મોટા મેળા તરીકે ઓળખવામાં આવે છે કે જયાં કરોડોની સંખ્યામાં લોકો એકઠા થાય છે. કરોડોની સંખ્યામાં જયારે લોકો એકઠાથાય છે. ત્યારે લોકોનાં ગુમ થવાની શકયતા પણ વધુ થાય છે.

2016માં કૃષ્ણદેવી હરિદ્વારના અર્ધકુંભ મેળામાં ખોવાઈ ગઈ હતી. તેના પરિવારે તેને શોધવાનું ચાલુ રાખ્યું, ગુમ થયેલી વ્યકિતની ફરિયાદ નોંધાવી અને જાહેરાતો પ્રકાશિત કરી, પરંતુ કોઈ લીડ મળી નહી.

પાંચ વર્ષ પછી, ચાલુ મહાકુંભ માટે નિયમિત ઓળખ ચકાસણી ડ્રાઈવમાં અચાનક ઋષિકેશની 65 વર્ષની મહિલા તરફ દોરી ગઈ અને ચકાસણીમાં જાણવા મળ્યું કે 2016માં ગુમ થયેલ મહિલા તે પોતે છે બાદ પરિવાર સાથે તેનું મિલન કરાવામાં આવ્યું.

કુંભ મેળાના પોલીસ સબ-ઈન્સ્પેકટર દીપક રાવતે જણાવ્યું હતુ કે, મહિલા હરિદ્વાર જવા માટે ઘરેથી નીકળી હતી. જયાં અર્ધ કુંભ ચાલુ હતી 2016માં પોતાની દીકરી મૃત્યુ બાદને દુ:ખથી છૂટકારો મેળવવા તે ત્યાંથી નીકળી ગઈ હતી. એક આશ્રય સ્થાનથી બીજા ઘણે જઈ રહી હતી, અથવા તો યુપીમાં તેના પરિવાર સાથે સંપર્ક સાધવા માટે અસમર્થ અથવા તૈયાર ન હતી. ત્રિવેણી ઘાટ આશ્રય સ્થાનમાં તેઓ કૃષ્ણદેવીને મળ્યા ત્યારે તેઓએ તેનો રેકોર્ડ ચલાવ્યો, ત્યારે તે પોતે ગુમ થયેલ કૃષ્ણદેવી છે તેવું જાણવા મળ્યું.

યુપીમાં કૃષ્ણદેવીનો પરિવાર તેની શોધમાં રહ્યો તેમના પતિ જવાલા પ્રસાદે જણાવ્યું કે અમે તેના ફોટા કાગળોમાં પ્રકાશિત કર્યા, ટીવી પર જાહેરાતો પ્રસારિત કરી પરંતુ કંઈ મદદ મળી નહી અમે ગુમ થયેલા વ્યકિતનો અહેવાલ પણ નોંધાવ્યો.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.