રાજકોટ: કરફયુ શરૂ થાય તે પૂર્વે ઠેર ઠેર ટ્રાફિક જામથી અંધાધૂંધી સર્જાઇ, જુઓ તસવીર

કોરોના મહામારીના ચેપને અટકાવવા રાત્રી કફર્યુ લંબાવી દેવામાં આવ્યો છે. સાંજે આઠ થી સવારના છ વાગ્યા સુધી કફર્યુનો કડક અમલ કરાવવામાં આવશે તેમ જાહેર કરાતા કફર્યુ ભંગના ગુનાથી બચવા માટે આઠ પહેલાં ઘરે પહોચવા કામ-ધંધેથી ઘરે પહોચવાની વાટ પકડતા ઠેર ઠેર ટ્રાફિક જામથી અંધાધૂંધી સજાર્ય હતી. કે.કે.વી.ચોક, રૈયા સર્કલ અને હનુમાન મઢી, કોટેચા ચોક, વિરાણી ચોક, ગોંડલ રોડ શહેરના માર્ગો પર ટ્રાફિક જામ થયો હતો. હેમુ ગઢવી હોલ થી એસ્ટ્રોન ચોક, મહિલા કોલેજ અંડર બ્રીજથી કોટેચા ચોક માર્ગ પર ટ્રાફિક વ્યવસ્થા જાળવવામાં પોલીસ નિષ્ફળ રહેતા લોકોએ આક્રોશ ઠાલવ્યો હતો. આઠ વાગ્યા પહેલાં ઘરે પહોચવાની લાયમાં ઠેર ઠેર ટ્રાફિક જામ થતા પોલીસને ટ્રાફિક ક્લિયર કરાવવો પડયો હતો.

(તસવીર: કરન વાડોલીયા)