Abtak Media Google News

જ્યારે ભગવાન સ્ત્રીની રચના કરી રહ્યા હતા ત્યારે ઘણો સમય લાગ્યો હતો. આજે પણ યાદ છે. ત્યારે છઠ્ઠો દિવસ હતો તે પણ રચના અધુરી હતી.

દેવદુતએ પુછ્યુ : ભગવાન,શું વિચારી રહ્યા છો!! આટલો સમય કેમ લાગે છે. આ રચના પાછળ??

ભગવાને હસીને જવાબ આપ્યુ : શું તમે જોયા છે. આ બધા સ્વરૂપોને …..જે સ્ત્રીની રચના માટે ખૂબ જરૂરી છે. જે દરેક પરિસ્થિતિઓનો સામનો કરી શકે છે. એક સાથે પોતાના બાળકોને સંભાળી શકે છે અને તેમજ તે પોતાની જાતને ખુશ રાખી શકે છે. તે પોતાના પ્રેમથી દર્દને પણ ફીકુ પાડી દે છે. અને આ બધુ માત્ર બે હાથોથી કરી શકે છે. આમા સૌથી મહત્વની વાત એ છે કે બીમાર થવા પર પોતે ધ્યાન રાખી શકે ઉપરાંત તે ૧૮ કલાક સુધી કામ કરવાની પણ શક્તિ ધરાવી શકે છે.

દેવદુત દંગ રહી ગયા અને આશ્ર્ચર્યથી પુછ્યુ

હે પ્રભુ…

શુ આ બધુ માત્ર બે હાથો દ્વારા શક્ય છે?

ભગવાનએ કહ્યું : આ મારી સૌથી અદ્ભુત રચના રહેશે…

દેવદુત નજીક જઇને સ્ત્રીને હાથ લગાડ્યો અને કહ્યું પ્રભુ આ તો બહુ નાજુક છે.

ભગવાનએ ફરી કહ્યુ : હા,…. આ સ્ત્રી આ રચના બહારથી ઘણી નાજુક હશે પરંતુ અંદરથી ખૂબ જ મજબૂત છે. જે દરેક ગંભીર પરિસ્થિતિઓને સંભાળી શકશે. આ માત્ર કોમળ છે. પરંતુ કમજોર નથી.

દેવદુતએ ફરી પુછ્યુ : શું આ વિચાર માટે સક્ષમ છે.

ભગવાને કહ્યુ : આ ઉચ્ચ વિચારની સાથે મજબુત બનીને દરેક પ્રશ્નોના જવાબ આપવા માટે પણ સક્ષમ રહેશે.

દેવદુત નજીક જઇએ સ્ત્રીના ગાલ પર હાથ લગાવ્યો અને બોલ્યા….પ્રભુ આ તો ભીનું છે લાગે છે. કંઇક પાણી વહી રહ્યું છે.

ભગવાન બોલ્યા :આ એના આંસુ છે.

દેવદુત : આંસુ શા માટે ?

ભગવાન કહ્યુ : આંસુએ તેની સૌથી મોટી તાકાત છે. આંસુ તમને ફરિયાદ, પ્રેમ તથા એકલાપણુ દૂર કરવા માટેનો એક પ્રકાર છે.

દેવદૂત : પ્રભુ તમારી રચના અદ્ભુત છે. આપ મહાન છો.

ભગવાન : આ સ્ત્રી‚પી રચના અદ્ભુત છે. જે દરેક પુરુષની તાકાત બનશે તેમજ પ્રોત્સાહિત કરશે. જે બધાને ખુશ જોઇને ખુશ રહેશે દરેક પરિસ્થિતિમાં હસતી રહેશે જે જોઇએ તે લડીને મેળવી શકશે અને તેના પ્રેમમાં કોઇ શર્ત રહેશે નહિ.

દેવદુત : ભગવાન આપની રચના સંપુર્ણ છે.?

ભગવાન : ના …હજી પણ એક ત્રુટિ છે.

‘ જે પોતાની મહત્વતા ભુલી જાય છે ’

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.