Abtak Media Google News

રાજકોટ નાગરીક સહકારી બેંક લી. દ્વારા સાયબર લો સુરક્ષા અને અવેરનેશ વિષય ઉપર સેમિનાર યોજાયો

રાજકોટ નાગરીક સહકારી બેંક લી. દ્વારા સાઇબર લો, સુરક્ષા અને અવેરનેશ વિષયક સેમીનાર બેંકની હેડ ઓફીસ અરવિંદભાઇ મણીઆર નાગરીક સેલાવય ખાતે યોજાયો હતો.સાયબર અવેરનેશના એકસપર્ટ મનન ઠકકરે વિસ્તૃત છણાવટ કરતાં જણાવ્યું હતું કે ઇન્ટરનેટના વપરાશ દરમ્યાન અનેક સાઇટસ અને પ્રોગામના વપરાશ દરમ્યાન આઇ એગ્રી પૂછવામાં આવે છે. મોટાભાગના લોકો આઇ એગ્રી માં યસ કહે છે. જો આપણે તેના નીતી નિયમો જાણીએ તો કયારેય પણ યસ ન કહીએ. નેટ ઉ૫ર ઢગલાબંધ વસ્તુઓ કે સેવાઓ ફીમાં આપવામાં આવે છે અને તે અંતગત આપણી અંગત માહીતી મેળવવામાં આવે છે. ખરેખર આ ડેટાનો દુરઉપયોગ પણ થશે છે. હકીકતમાં કહું જ ફ્રી હોતું નથી. સાયબર વર્લ્ડમાં ડેટા લોસ કે ડેટા મીસયુઝ બહુ જ મોટી સમસ્યા બની ગઇ છે. આવી જ રીતે ઇન્ટરનેટ અને મેસ ઇન્ફોમેશનમાં પણ બહુ જ સાવચેતી જરુરી છે. સાયબર વર્લ્ડમાં આવી જ એક સમસ્યા પાસવર્ડ ક્રેક થવાની છે. આપણ માહીતી હોવી જોઇએ કે, પાસવર્ડ ક્રેક કરવામાં ૩ વર્ષનીઅને ફકત તેનો પ્રયત્ન કરવામાં પણ દોઢ વર્ષની સજાની જોગવાઇ છે.મનન ઠકકરે ટેકનીકલ એટેક અને લીગલ રાઇટસ, લીગલ લો, સાયબર ક્રાઇમ, ડેટા ડેડલીંગ, ડેટા લીકેજ, ઇવ્સ ડ્રોપીંગ- પીગી બેકીંગ, ઇમેઇલ ફોર્જરી, ઇમેઇલ ઓફસ અને થ્રેટર્સ, ઇન્ટરનેટ મીસ ઇન્ફોમેશન, ઇ-કોમર્સ અને ઇ પેમેન્ટ ટેરરીઝમ, પાસવર્ક ક્રેકીંગ, રાઉન્ડ ડાઉન, સલામી એટેક, સ્કેવેજીંગ- કોર્પોરેટ એસ્ટીએનેજ, ઓથોરાઇઝડ રિમોટ કંટ્રોલીગ, ટાઇમ બોમ્બ, લોજીક બોમ્બ, ડોસ એટેક, ડેનીયસ ઓફ સર્વીસ એટેડ વગેરી વિષયન ગહન અને સચોટ માર્ગદર્શન આપ્યુ હતું.આ સેમીનારમાં સીઇઓ હરકિશનભાઇ ભટ્ટ, જનરલ મેનેજર વિનોદભાઇ શર્મા, એજીએમ વલ્લભભાઇ આંબલીયા, ટી.સી.વ્યાસ, ગીરીશભાઇ ભુત અને કર્મચારી કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉ૫સ્થિત રહ્યા હતા.વિનોદભાઇ શર્માએ મનનભાઇ ઠકકરને ત્રિલોકભાઇ ઠાકર અને જયેશભાઇ છાટપારે જય મહેતાનું પુસ્તક આપી સન્માન કર્યુ હતું. પ્રાસગિક  ઉદબોધન ત્રિલોકભાઇ ઠાકર, હરકિશનભાઇ ભટ્ટ અને ગીરીશભાઇ ભુતે  કહ્યું હતું.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.