Abtak Media Google News

બાઈક અથડાવા મામલે ટપારતા બાબતે યુવક પર હુમલો

શહેરના પોસ્ટ વિસ્તાર એવા રેસકોર્સ પાસે ગઈકાલે સાંજે સામસામે બાઈક અથડાવા મામલે માથાકૂટ થતા યુવકને છરી ઝીંકી હોવાની ઘટના સામે આવી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સ્લમ ક્વાટર જિલ્લા ગાર્ડન પાસે રહેતા અખ્તર નાસીર શેખ નામના 21 વર્ષીય યુવાન ગત સાંજે રેસકોર્સ પાસે ફન સ્ટ્રીટ પાસે હતો ત્યારે સામે વાળા અજાણ્યા શખ્સે બાઈક અથડાવતા માથાકૂટ થઈ હતી.

ત્યાર બાદ આગળ જતાં અખ્તરે અકસ્માત બાબતે ટપારતા સામેવાળા શખ્સે પોતાના પાસે રહેલી છરી વડે હુમલો કર્યો હતો. જેથી ઘવાયેલા યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.