Abtak Media Google News

રાજકોટ શહેરમાં જામનગર રોડ પર ન્યારા ગામ પાસે આવેલી વાડીમાં રહેતી યુવતી સવારના સમયે વાડીમાં પાણી વાળતી હતી તે સમયે અકસ્માતે પગ લપસતાં કુવામાં પડી જતા તેનું મોત નિપજતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.પ્રાપ્ત માહિતી અનુસાર મુળ મધ્યપ્રદેશ હાલ રાજકોટ જામનગર રોડ પર ન્યારા ગામ પાસે જેઠુરભાઇ રાઠોડની વાડીએ મજુરીકામ કરતા પરિવારની 20 વર્ષની કરમા જેમલભાઇ વાસકડીયા આજે વહેલી સવારે તેની બહેન સવીતા સાથે વાડીમાં પાણી વાળવા માટે ગઇ હતી. કુવાની મોટર ચાલુ કરતા નળીમાં પાણી આવતુ ન હોઇ તેથી કરમા કુવામાં પડી ગઇ હતી. અવાજ સાંભળી બહેન સવીતા કુવા પાસે આવીને જોતા કરમા કુવામાં પડી ગઇ હોવાની ખબર પડતા દેકારો મચાવતા તેના પરિવારજનો દોડી આવ્યા હતા.અને પરિવારજનો દ્વારા ફાયરબ્રિગેડને જાણ કરતા રેલનગર ફાયરબ્રિગેડ સ્ટેશનના ફાયરમેન વનરાજસિંહ પરમાર તથા વિજયભાઇ, રાહુલભાઇ મુનીયા અને રાજેશભાઇ આંબલીયા સહિતે ઘટના સ્થળે પહોંચી યુવતીને બેભાન હાલતમાં કુવામાંથી બહાર કાઢી હતી.

સવારે યુવતિ બહેન સાથે પાણી વાળતી હતી તે સમયે કૂવામાં પાણી જોવા જતાં પગ લપસ્યો ને કાળનો કોળિયો બની : ફાયરબ્રિગેડે મૃતદેહ બહાર કાઢયો

બાદ 108 માં જાણ કરતા 108ની ટીમ સ્થળ પર પહોંચી તપાસ કરતા યુવતીનું મૃત્યુ નિપજ્યુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ. ઇકબાલભાઇ તથા રાઇટર જયશ્રીબેને સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી હતી. જેમાં તપાસમાં જાણવા મળ્યું હતું કે,મૃતક કરમા ત્રણ બહેન અને એક ભાઇમાં વચેટ હતી તેના પિતા અને માતા મજુરી કામ કરે છે યુવતીના મૃત્યુથી પરિવારમાં અરેરાટી પ્રસરી જવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.