Abtak Media Google News

દીકરી ને ગાય દોરે ત્યાં જાય… નારીને અબળા ગણવામાં આવે છે પરંતુ ક્યારેક ક્યારેક નારી શક્તિ ના પ્રભાવથી મહિલાઓને દુ:ખી કરનાર ખુદ ફસાઈ જાય છે. રાજકોટની એક યુવતીને જૂનાગઢના નીરવ મગનભાઈ ઘોડાસરા સાથે 2017 જાન્યુઆરી માં લગ્ન થયા હતા અને એથી લગ્ન કરી કેનેરા પતિ ને ઘેર રહેવા ચાલી ગઈ થોડા દિવસો બધું બરાબર ચાલ્યું પછી પતિને લગ્નજીવનમાં રસ ઘટતો ગયો લગ્નેતર સંબંધો એ ઘર કંકાસ શરૂ કર્યું ત્યાર પછી પતિમાં શારીરિક ખામી હોવાનું બહાર આવ્યું તે દરમિયાન પત્નીને લઈ રાજકોટ આવ્યા બાદ સપ્ટેમ્બર 2020 માં પોતાનો ધંધો ઉભો કરવાના નામે સસરા અને શાળા પાસેથી નીરવ ઘોડાસરા  45 લાખ રૂપિયા લઈને કેનેડા ગયા બાદ ફોન બ્લોક કરી સંપર્ક કાપી નાખ્યા હતા.

જોકે રાજકોટ ની દીકરી એ હિંમત હાર્યા વગર પતિ નો પીછો કરીને કેનેડા પહોંચી હતી અને કેરામાં પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જોકે પુરાવાઓના અભાવે પતિ છૂટી ગયો હતો અને મહિલાને રાજકોટ રાજકોટ આવી જવું પડ્યું હતું.

પ્રથમ પ્રયાસમાં કાનૂની લડાઈમાં સફળતા ન મળી રાજકોટ ની દીકરી હિંમત હાર્યા વગર ફરીથી કેનેડા જઈ ને બરાબર તપાસ ન કરનાર પોલીસ ઓફિસર સામે ફરિયાદ કરી અને એની ઇન્કવાયરી શરૂ થઈ આ મહિલાએ કેનેડાના આલ્બર્ટો રાજ્યની કોર્ટમાં ઘોડાસરા વિરુદ્ધ ફરિયાદ લખવાની કોશિશ કરેલી અને પેટ્રોલથી કેલરી વિમાન મુસાફરી ચાર કલાક નું અંતર કાપીને જવું પડે તેવી પરિસ્થિતિમાં પણ હિંમત હાર્યા વગર કાનૂની જંગ લડી રે અંતે નીરવ ઘોડાસરા વિરુદ ગમન બજાવી 29 ઓક્ટોબરે કોર્ટ માં રજુ  થવાનો આદેશ આપ્ય છે.

લગ્ન કરીને પરદેશ ભાગી જનાર આ પુરુષો અને પત્નીઓને ઘરમાંથી કાઢી મુકી બીજા લગ્ન કરી લેવા એ પશ્ચિમી સંસ્કૃતિની વિકૃતિ છે ત્યારે દુનિયાના બે થેલા જેવા દેશોમાં ન્યાય માટે આવક જાવક કરીને કેનેડામાં એક ખૂણેથી બીજી એક ખૂણે પ્રવાસ કરીને એક જ વરસમાં પોતાની વાત કોર્ટને સમજાવવામાં સફળ થઈને રાજકોટની દીકરીએ કાયદાકીય રીતે અને જીવનમાં ખરો વિજય મેળવ્યો છે તે વાત ગૌરવરૂપ બની નારી અબળા નહીં પરંતુ આ શક્તિનું પ્રતિક છે તેવી પ્રતિતિ કરાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.