Abtak Media Google News
  • આદિવાસી વિસ્તારમાં કોઈ પણ જગ્યા પર સારી સરકારી સ્કૂલ કે સરકારી હોસ્પિટલ જોવા મળતી નથી: ઉમેશ મકવાણા

  • 2022 સુધી તમામ લોકોને પોતાનું ઘર મળી જશે તેઓ વાયદો કરવામાં આવ્યો હતો પરંતુ હાલ 2024 શરૂ થઈ ગયું હોવા છતાં બોટાદ જિલ્લામાં કોઈને ઘરનું ઘર મળ્યું નથી: ઉમેશ મકવાણા

ગુજરાત સમાચાર

આમ આદમી પાર્ટીના બોટાદ વિધાનસભાના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ વિધાનસભા ખાતે પત્રકાર પરિષદને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, નાણામંત્રી કનુભાઈ દેસાઈ નવ જેટલી અલગ અલગ પૂરક માંગણીઓ લઈને આવ્યા હતા, જેમાં આમ આદમી પાર્ટીને વાંધો પડયો છે. મહેસુલ વિભાગની પૂરક માંગણીઓ, કૃષિ અને કલ્યાણ વિભાગની પૂરક માંગણીઓ, આરોગ્ય અને પરિવાર કલ્યાણની પૂરક માંગણીઓ હોય કે ઉદ્યોગો અને ખાણ વિભાગની માંગણી હોય, અલગ અલગ માંગણીમાં આમ આદમી પાર્ટીએ ઘણા સૂચનો કર્યા છે. મુખ્યમંત્રી  પાસે જે મહેસુલ અને કુદરતી આફતોનો ખાતું છે તેમાં જોઈએ તો નર્મદામાં જે માનવસર્જિત પુર આવ્યું હતું અને અનેક લોકોના ઘરમાં પાણી ઘુસી ગયું હતું અને માલ ઢોરનું નુકસાન થયું હતું. એ દરમિયાન આદમી પાર્ટીએ લોકો વચ્ચે રહીને સેવા આપી હતી. આમ આદમી પાર્ટીએ માંગણી કરી છે કે આવી કુદરતી આફતોમાં ભંડોળ વપરાય, નહીં કે માનવસર્જિત આફતોમાં.

કુદરતી આફતોમાં બોટાદ અને ભાવનગર જિલ્લાના એક પણ ખેડૂતને વળતર ચૂકવવામાં આવ્યું નથી. એટલે કે સરકારનું જે ફંડ છે તે પોતાની માનીતી વીમા કંપનીઓને અને તેમના મળતીયાઓને પહોંચાડવામાં આવે છે. ગૃહમાં બહુમતીના જોરે પૂરક માંગણીઓને પૂરી કરવામાં આવે છે. 2022 સુધી તમામ લોકોને પોતાનું ઘર મળી જશે તેઓ વાયદો કરવામાં આવ્યો હતો પરંતુ હાલ 2024 શરૂ થઈ ગયું હોવા છતાં બોટાદ જિલ્લામાં કોઈને ઘરનું ઘર મળ્યું નથી. એપીએમસીની વાત કરીએ તો ગુજરાતની મોટાભાગની એપીએમસી આર્થિક રીતે હજુ પણ સઘ્ધર થઈ નથી. આજે ગુજરાતના ખેડૂતોને ડીએપી ખાતર પણ પૂરતા પ્રમાણમાં મળતું નથી અને જે ખાતર મળે છે તેમાં પણ 20 કિલોએ એક કિલો રેતીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે મતલબ કે ખેડૂતોને ભેળસેળવાળું ડીએપી ખાતર આપવામાં આવી રહ્યું છે.

જાનવરથી ખેડૂતોના પાકને બચાવવા માટે તારની યોજના લાવવામાં આવી છે અને બજેટ પણ ફાળવવામાં આવે છે. પરંતુ મોટાભાગના ખેડૂતોને આ યોજનાનો લાભ મળ્યો નથી. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો હજુ પણ બોટાદ જિલ્લામાં ઘણા ગામોમાં રસ્તો ન હોવાને કારણે લોકોને તકલીફ પડી રહી છે અને દર્દીઓને સારવાર અર્થે લઈ જવા માટે ખાટલામાં બેસાડીને લોકો લઈ જતા હોય તેવા દ્રશ્યો પણ આજની તારીખમાં જોવા મળે છે. શિક્ષણની વાત કરીએ તો હજુ પણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની કમી જોવા મળે છે અને શિક્ષકોની પણ ખૂબ જ ઘટ છે અને બીજી બાજુ શિક્ષણ ક્ષેત્રે નવા નવા પ્રયોગો કરવામાં આવે છે. ગુજરાતમાં આદિજાતિ વિસ્તાર 15% જેટલો છે. આજે મૂળ માલિક આદિવાસી માણસ છે, પણ તેમના વિસ્તારમાં કોઈ પણ જગ્યા પર સારી સરકારી સ્કૂલ કે સરકારી હોસ્પિટલ જોવા મળતી નથી. તો આજે મંત્રી શ્રી જે નવ પૂરક માંગણીઓ લઈને આવ્યા છે તેમાં આમ આદમી પાર્ટીએ વિરોધ દર્શાવ્યો છે.

વિશાલ સાગઠિયા

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.