ધ્રાંગધ્રામાં ‘આપ’ની બેઠકમાં હું, તુ અને રતનીયા જેવો ઘાટ

aap | aam aadmi party
aap | aam aadmi party

રાષ્ટ્રીય પ્રવકતા આશુતોષ ગુપ્તાની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં ગણ્યા ગાંઠયા જ કાર્યકરોની હાજરી

અગામી ગુજરાત ૨૦૧૭ વિધાનસભા નજીક આવવાને લીધે દરેક રાષ્ટ્રીય પાટીઁઓ પોતાની કમરકસીને તૈયાર ઇ ગઇ છે જેી અત્યાર સુધી ભાજપ તા કોંગ્રેસના નેતાઓ સભા ગજવતા હતા ત્યારે હવે ગુજરાતમા અગામી ૨૦૧૭ વિધાનસભાની તૈયારી હવે દિલ્હીની સરકાર એટલેકે “આમ આદમી પાટીઁ” પણ કરી રહી છે જેી દિલ્હીના રાષ્ટ્રીયકક્ષાના નેતાઓ ગુજરાતમા ઉતરી આવ્યા છે

ગઇકાલે સાંજે ધ્રાંગધ્રામાં રેલ્વે સ્ટેશન વિસ્તાર પાસે પણ અઅઙના કાયઁકતાઁનુ સંમેલન રખાયું હતુ જેમા મુખ્ય મહેમાન તરીકે “આમ આદમી પાટીઁ”ના રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ ગુપ્તાજીએ ખાસ હાજરી આપી હતી આ તરફ ગુજરાતમા આમ આદમી પાટીઁનો દબદબો ખુબજ ઓછો હોવાથી ગણ્યા-ગાંઠ્યા કાયઁકતાઁઓજ દેખાયા હતા જેથી કાયઁકતાઁઓની ખુબજ નહિવત સંખ્યા દેખાવાને લીધે આશુતોષ ગુપ્તાએ પોતાના વક્તવ્ય દરમિયાન નિરાષા પણ વ્યક્ત કરી હતી જોકે આશુતોષજીએ જણાવ્યુ હતુ કે પોતે તા બીજા કેટલાંક આમ આદમી પાટીઁના રાષ્ટ્રીય નેતા જેમકે સંજયસિંહ , ગુલાબસિહ યાદવ, આશીષ ખેતાન તા દુગેઁશ પાઠક જેવાઓને ગુજરાતમા અગામી ૨૬ માચઁના રોજ ગાંધીનગરમા આવનાર અરવીન્દ કેજરીવાલે ગુજરાતના લોકોને પાટીઁ તથા લોકોના પ્રશ્નોની જાણકારી એકત્રીત કરવા માટે મોકલ્યા છે.

જોકે આશુતોષ ગુપ્તાજી વક્તવ્ય સાંભળવામા હું તુ અને રતનીયોજ હતા છતા તેઓએ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે ભાજપનુ શાસન ભષ્ટ્રાચાર મુક્ત નહિ પણ ભ્રષ્ટાચારને સાથ આપનારું છે દશ વષઁ પહેલા જ્યા ૧૦ રુપિયાની લાંચ આપી સરકારી કામ કરાતુ હતુ ત્યા ભાજપની સંપુણઁ બહુમતિી એજ સરકારી કામની લોકોને ૧૦૦૦ રૂપિયા લાંચ આપવી પડે છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસી ગુજરાતની મુલાકાતે છે ત્યારી સામાજીક કાયઁકરો અને પોતાનો અવાજ સરકાર વિરુધ્ધ ઉઠાવનારાઓની ધરપકડ કરાઇ છે જેી ભાજપ સરકાર સામાન્ય લોકોનો અવાજ દબાવી દેવા માંગે છે તેવા કેટલાંક પ્રહારો ભાજપ પર કર્તા આશુતોષ ગુપ્તાએ  કાયઁકતાઁ સંમેલનમાં કાયઁકતાઁઓની પાંખી હાજરીનું દુખ વ્યક્ત કયુઁ હતુ . બીજી તરફ ખરેખર રાષ્ટ્રીય પ્રવક્તાની ઉપસ્થિતિમા ધ્રાગધ્રા-હળવદ વિધાનસભાના માત્ર વીસેક જેટલા કાયઁકરો દેખાય તે દ્રષ્ય જોઇનેજ કોઇપણ રાષ્ટીયનેતાને મરવા સમાન ગણાય તે માનવુ પડે.