Abtak Media Google News

67 નવલા નોરતાના અંતિમ ચરણોમાં “અબતક-સુરભી” રાસોત્સવમાં રાસ-ગરબાના રાજકુમારોનું અડિખમ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. સાતમા અને આઠમા નોરતે રિતસર માનવ મહેરામણ ઉમટ્યું હતું. આજે અંતિમ નોરતે મનમૂકીને ગરબે ઘુમવા ખેલૈયાઓ અધિરા બની રહ્યા છે. આવતીકાલે વિજયા દશમીના દિવસે મેગા ફાઇનલનો જંગ જામશે. જેમાં શ્રેષ્ઠ રાસવીરોમાંથી સર્વશ્રેષ્ઠની પસંદગી કરવામાં આવશે.

અલગ-અલગ સ્ટેપ પર ઝૂમતા ખેલૈયાઓએ સૌના મન મોહી લીધા: ડી.જે.માં પણ ભારે જમાવટ

“અબતક-સુરભી” સંગાથે વિશ્ર્વના સૌથી મોટા નૃત્ય મહોત્સવના આઠ નોરતા ક્યાં નીકળી ગયા તેની ખબર જ ન પડી તેવી ખેલૈયાઓમાં વાતો થઇ રહી છે. સલામતી સાથે ઉત્તમ સાઉન્ડ સિસ્ટમ અને સર્વોત્તમ ગાયકો “અબતક-સુરભી” આગવી ઓળખ બની ચુકી છે. દર વર્ષ રાસવીરોને કંઇક નવું આપવું જાણે એક પરંપરા બની ચુકી છે. ગાયક જયેશ દવે, અનિતા શર્મા અને મૃદુલ ઘોષના કંઠ અને સાજીંદાઓના સાનિધ્યથી ખેલૈયાઓને અનેરો જોમ મળી રહ્યો છે.

ર્માંગ જગદંબાની આરતીથી રાસોત્સવનો આરંભ થાય છે. 12ના ટકોરા ક્યારે પડી જાય છે. તેની ખબર જ પડતી નથી. વિશાળ ગ્રાઉન્ડ, આકર્ષક લાઇટીંગથી અનેરો જલવો જોવા મળી રહ્યો છે. હજારોની સંખ્યામાં ગરબે ઘુમતા ખેલૈયાઓમાંથી શ્રેષ્ઠ ખેલૈયાની શોધ કરવી જજીસ માટે પણ એક મીઠી મુંઝવણ બની ગયું છે.

ગુજરાતમાં નવરાત્રિનું આગવું મહત્વ છે. શક્તિના ઉપાસકો નવ દિવસ દરમિયાન ર્માં જગદંબાની આરાધના કરે છે ત્યારે “અબતક-સુરભી” રાસોત્સવના સાતમા અને આઠમા નોરતે ગરબામાં ખેલૈયાઓ મન મુકીને ઝુમી ઉઠ્યા હતા. ર્માં ના નવલા નોરતાનો ઉત્સાહ “અબતક-સુરભી” રાસોત્સવની શોભામાં અભિવૃધ્ધિ કરી ગાયકો અને ઓરકેસ્ટ્રાના સૂરતાલથી મહેમાનો પણ ગરબે ઘુમવા ઉત્સાહીત થયા હતા. “અબતક-સુરભી” રાસોત્સવમાં સાતમા અને આઠમા નોરતે ચોકડી, સીક્સ સ્ટેપ રીવર્સ, ટીટોડો, ડાકલા સહિતના સ્ટેપ રમતા ખેલૈયાઓ જોવા મળ્યા હતા. ર્માં ના નવલા નોરતાના સાતમા અને આઠમા નોરતે “અબતક-સુરભી” રાસોત્સવમાં સપ્તરંગી માહોલ જામ્યો હતો. સૌ કોઇ ખેલૈયાઓ ચણીયા-ચોણી, કેડીયું, ઝભ્ભો સહિત ટ્રેડીશ્નલ કપડા પહેરીને ખેલૈયાઓ કલાકારોના સંગાથે મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા.

“અબતક-સુરભી” રાસોત્સવમાં જામનગરના ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી. ગરબાની રંગત માણી હતી.

આજે નવમા નોરતાએ ધુમ મચાવી દેવા ખેલૈયાઓનો ઉત્સાહ સાતમા આસમાને પહોંચી ગયો છે. આવતીકાલે વિજયા દશમીના શુભદિને મેગા ફાઇનલનો જંગ જામશે.

“અબતક-સુરભી” રાસોત્સવમાં ખેલૈયાઓનો ઉત્સાહ બેવડાયો છે. સૌ કોઇ મન મૂકીને રાસ-ગરબાની મોજ માણી રહ્યાં છે ત્યારે સાતમા નોરતે ડી.જે. રોનકે ખેલૈયાઓ સહિત મહેમાનોને ઘેલું લગાડ્યું હતું. ખેલૈયાઓ મન ભરીને ડી.જે.ના તાલે ઝુમી ઉઠ્યાં હતા.

સુર-તાલ અને રાસ-ગરબાના અદ્ભૂત સમન્વયથી રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર યાદવ ગરબે રમ્યા

Screenshot 1 10 રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર યાદવ “અબતક-સુરભી” રાસોત્સવના મહેમાન બન્યાં હતા અને ખેલૈયાઓ સાથે ગરબે ઘૂમ્યાં હતા. “અબતક-સુરભી” રાસોત્સવના આયોજન વ્યવસ્થા અને જે ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. તેનાથી અભિભૂત થયાં હતા. કલાકારોના સથવારે ખેલૈયાઓને રમતાં જોઇ રેન્જ આઇજી અશોક કુમાર યાદવ પોતાને રોકી શક્યા ન હતા અને તેઓએ ખેલૈયાઓ સાથે ગરબાની રંગત જમાવી હતી.

સૌરાષ્ટ્રનું શ્રેષ્ઠ આયોજન એટલે ‘અબતક સુરભી’રાસોત્સવ: ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીScreenshot 2 6

સૌરાષ્ટ્રના શ્રેષ્ઠ અબતક સુરભી રસોત્સવ માં ખેલૈયાઓ અને આયોજકોને અભિનંદન આપતા જામનગરના ધારાસભ્ય દિવ્યેશભાઈ જણાવ્યું હતું કે આયોજન ખૂબ સરસ છે વિશાળ ગ્રાઉન્ડમાં રાસ લેનાર ખેલૈયાઓ અને આયોજકોને અભિનંદન આપું છું બેસ્ટ સાઉન્ડ સિસટમ, સિક્યોરિટી  સહિત ખેલૈયાઓ મોકળા મને ગરબા રમી શકે તે માટેનું અનેરું આયોજન એટલે અબતક સુરભી રાસોત્સવ… ખેલૈયા ઓને કલાકારોના સથવારે થીરકતા જોઈ ખૂબ જ આનંદ થયો…

Screenshot 3 7 વોટર ડ્રમ બીટ પર ખેલૈયાનો થનગનાટ, ઉત્સાહ બેવડાયો

નવલા નોરતાના આઠમા દિવસે “અબતક-સુરભી” રાસોત્સવના સંગાથે ખેલૈયાઓમાં ગરબાની મોજ ભરી ધમાલ છવાઇ હતી. ફાયર અને વોટરડ્રમ બીટ પર ગાયકોની સાથે ખેલૈયાઓનો થનગનાટ આઠમાં દિવસે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. “અબતક-સુરભી” રાસોત્સવમાં નવરાત્રીના આઠમાં દિવસે ખેલૈયાઓ ઇમરાન કાનિયાના વોટરડ્રમ બીટ પર મનમુકીને ઝુમ્યા હતા. દરરોજની જેમ હકડેઠઠ મેદની વચ્ચે રાત્રે સુરજ ઉગ્યો હોય તેવો અદ્ભૂત માહોલ સર્જાયો હતો. રવિવારે ખાસ વોટર ડ્રમ બીટ પર સુર-તાલ છેડવામાં આવ્યા હતા. આ અદ્ભૂત નજારો સૌ કોઇએ એકીરસે માણ્યો હતો. ઇમરાન કાનીયા અને ટીમ દ્વારા વોટરડ્રમ વગાડી ખેલૈયાઓને રંગે ચડાવ્યા હતા.

03 17

‘અબતક સુરભી’ સુપર સે ભી ઉપર: મહાનુભાવોનો “સુર”

નવલા નોરતામાં ‘અબતક સુરભી’રાસોત્સવે માત્ર રાસ રસિકોને ઘેલું લગાડયું છે તેવું નથી. રાસોત્સવ માણવા આવતા વિવિધ ક્ષેત્રોના મહાનુભાવોના મોઢામાંથી પણ એક જ ઉદગાર નિકળે છે. કે ‘અબતક સુરભિ’ સુપરમેનની ઉપર, ખેલૈયાઓ છે સુપર ડુપર નવરાત્રિમાં રોજ મહેમાનો ખેલૈયાઓનો ઉત્સાહ વધારવા માટે કિંમતી સમય કાઢી ખાસ ઉ5સ્થિત રહે છે. મહેમાનોની હાજરી રાસોત્સવની શોભામાં ચાર ચાંદ લગાવી રહી છે.

2 5

કોઇપણ આયોજનની સફળતા પાછળ એક બે દિવસ કે એક બે વ્યકિતની મહેનત કયારેય હોતી નથી. નવરાત્રિ પૂર્વ મહિનાઓની જહેમત માઇક્રો પ્લાનીંગના  કારણે ‘અબતક સુરભી’ માત્ર રાજકોટ જ નહીં. સૌરાષ્ટ્રનો નંબર 1 રાસોત્સવ બની ગયું છે. મોંધેરા મહેમાનોનું સાનિઘ્ય જાણે સોનામાં સુગંધ ભળી રહી હોય તેવું કામ કરી રહી છે. સાતમા અને આઠમા નોરતે અણમોલ અતિથિઓનું સાનિઘ્ય ખેલૈયાઓ પ્રાપ્ત  થયું હતું. વિવિધ સ્ટેપ પર રાસવીરોને ઝુમતા જોઇ મહેમાનો પણ આફરિન થઇ ગયા હતા. આવું સરસ આયોજન અને શિસ્તબઘ્ધ ખેલૈયાઓ બીજી કોઇ જગ્યાએ જોવા મળતા નથી તેઓ એક જ મત તમામ મહાનુભાવો આપી રહ્યા છે.

1 8

માં જગદંબાના નવલા નોરતાના  સાતમા  નોરતે રેન્જ આઈજી  અશોકકુમાર યાદવ,  ધારાસભ્ય  ઉદયભાઈ કાનગડ, સુરત શહેર પી.આઈ. એચ.એમ. ગઢવી, ઈન્કમટેક્ષ અધિકારી રાજીવકુમાર, અધિકારી રાજેશ રોશન સહ પરિવાર, આરકેડીયા ગ્રુપના સુનીલભાઈ શાહ સહ પરિવાર, રેલવેના સીનીયર ડીએમઈ સંતોષકુમારજી, હરિવંદના કોલેજના સર્વેસર્વા મહેશભાઈ ચૌહાણ, અમરેલીથી પધારેલ સોની મહાજન કેતનભાઈ સોની, અનમોલ બાયોટેકના ડાયરેકટર અલ્કેશભાઈ ચાવડા, રાધા મોહન ટીવી સીરીયલના કલાકાર રાજુ લોઢીયા, એ.પી.જીમના ઓર્નર અંકિતભાઈ પરમાર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા, રાજકોટ શહેર કોંગ્રેસના અગ્રણી અશોકસિંંહ  વાઘેલા,  ગીરીરાજ હોસ્પિટલના સંચાલક રમેશભાઈ ઠકકર સહ પરિવાર સહિતના મહાનુભાવોએ ગરબા રંગતમાણી હતી.

રવિવારે આઠમા નોરતે પી.જી.વી.સી.એલ.નાં એડિશનલ  ચીફ એન્જીનીયર પી.જે.મહેતા, સુપ્રિટેન્ડેન્ટ એન્જીનીયર બી.આર. વડાવીયા, એકિઝકયુટિવ એન્જીનીયર નીતિન રૂધાણી, ડેપ્યુટી એન્જીનીયર જે.યુ. ભટ્ટ, ગ્રુપ ઓફ અદાણી અમદાવાદના વાઈસ પ્રેસિડેન્ટ સંજય ભટ્ટ, સરકારી કોન્ટ્રાકટર એમ.જે. સોલંકી, રાજકોટ મહાનગરપાલીકાના ટાઉન  પ્લાનીંગ ઓફીસર  એમ.ડી. સાગઠીયા સહ પરિવાર જિલ્લા સરકારી વકીલ એસ.કે. વોરા એમ.એ. સીપી બારના પૂર્વ પ્રમુખ રાજેશભાઈ મહેતા રાજકોટ ક્રાઈમ બ્રાંચ પી.આઈ.બી.ટી. ગોહિલ,  વરિષ્ઠ પત્રકાર, વેપારી અગ્રણી ભરતભાઈ બારાઈ, સૌરાષ્ટ્ર-કચ્છના ખ્યાતનામ ન્યુરોસર્જન ડો. પાર્થ લાલચેતા તથા ખુશાલી લાલચેતા, આવકવેરા વિભાગનાં વિસવેષ માંકડ અને  અભિષેક કુમાર સહ પરિવાર, સહકાર ગ્રુપ ચેરમેન ધર્મેન્દ્રસિંંહ રાણા (પિન્ટુ ખાટડી) રાજકોટ શહેર ભાજપના  પૂર્વ પ્રમુખ કમલેશભાઈ મિરાણી સહપરિવાર રાજકોટ મહાનગરપાલીકાની સ્ટેન્ડીંગ કમિટીના પૂર્વ ચેરમેન  પુષ્કરભાઈ પટેલ સહ પરિવાર, હિમાંશુભાઈ ચિનોય, ધ્રપલભાઈ ધાબેલીયા પેટ્રીયા સ્યુટના મનીષભાઈ રાવલ સહ પરિવાર  સહિતના મહાનુભાવો ‘અબતક સુરભી’ રાસોત્સવના મોઘેરા મહેમાન બન્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.