Abtak Media Google News

જગત જનની આદ્ય શકિતની આરાધનાના નવલા નવરાત્રિ મહોત્સવ અંતિમ તબકકામાં આવી પહોંચ્યો છે. નવલા નોરતાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા હોય ત્યારે રાસની રમઝટ બોલાવવા ખેલૈયાઓ થનગની રહ્યા છે. જેમ જેમ નવરાત્રી નજીક આવતી જાય છે તેમ-તેમ રંગીલા રાજકોટના લોકો રાસ-ગરબાની રમઝટ બોલાવવા થનગની રહ્યા છે ત્યારે સતત 15 વર્ષથી રાજકોટમાં અર્વાચીન દાંડિયારાસનું આયોજન કરતા ‘અબતક-સુરભિ’ દ્વારા શહેરના હાર્દ સમાન રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે ‘અબતક-સુરભિ’ મનોરમ્ય રૂપ ધારણ કરશે. તો ખૈલેયાઓ થઇ જાવ તૈયાર ’અબતક-સુરભિ’ને સંગ ઘુમવા.

આકર્ષક લાઇટિંગ અને એમ.આઇ.બાર થીમ ગેટ સાથે નવલા નોરતામાં ખેલૈયાઓ ઝુમી ઉઠશે

બેનમૂન એમ.આઇ.બાર એન્ટ્રી ગેટની આકર્ષક થીમ સાથે આગામી તારીખ 15મીથી સતત નવ દિવસ સાંજ પડતાની સાથે રેસકોર્ષ ગ્રાઉન્ડમાં રાસોત્સવનો સૂર્યોદય થશે. તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ખેલૈયાઓને ઉમળકાભેર આવકારવા ‘અબતક-સુરભી’ પરિવાર ખૂબ જ આતુર છે. કોઇપણ પ્રકારની મુશ્કેલીનો ખેલૈયાઓએ સામનો ન કરવો પડે તે માટે સમગ્ર ગ્રાઉન્ડ પર નેટફ્લોરિંગ કરવામાં આવ્યું છે. બાઉન્સરો દ્વારા ચુસ્ત સિક્યુરિટી વ્યવસ્થા જાળવી રાખવામાં આવશે.

‘અબતક-સુરભી’ રાસોત્સવના આંગણે ઘૂમી ર્માં જગદંબાની આરાધના કરવા માટે ખેલૈયાઓમાં જબ્બરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ખ્યાતનામ ગાયક કલાકારો, વિશ્ર્વ પ્રસિદ્વ સાજીંદાઓ અને રાસરસિકો તથા પ્રેક્ષકોને જકડી રાખતા એન્કર ઉપરાંત જડબેસલાક સિક્યુરિટી વ્યવસ્થાના કારણે ‘અબતક-સુરભી’ રાસોત્સવ માત્ર રાજકોટ કે સૌરાષ્ટ્ર નહિ પરંતુ ગુજરાતભરમાં પોતાની એક અલગ જ ઓળખ ધરાવે છે.

તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો: ખેલૈયાઓને ઉમળકાભેર આવકારવા ‘અબતક-સુરભી’ પરિવાર આતુર

1 1

રાજકોટના રાસરસિકોની પહેલી પસંદ વર્ષોથી માત્રને માત્ર ‘અબતક-સુરભી’ રાસોત્સવ રહ્યું છે. આ વખતે નવરાત્રિના નવલા દિવસોમાં સતત નવ દિવસ સુધ. જયેશ દવે, જયમંત દવે, મૃદુલ ઘોષ અને અનિતા શર્મા જેવા કલાકારો પોતાની સુરીલી કંઠનું કામણ પાથરી ખેલૈયાઓને જોમ પુરૂં પાડશે. જ્યારે એન્કરિંગમાં ઋષિ દવે અને આકાંક્ષા ગોંડલિયા ધૂમ મચાવશે. સાથોસાથ સૌરાષ્ટ્ર સાઉન્ડનાં સથવારે ઓરકેસ્ટ્રા જિલ એન્ટરટેઇન્મેન્ટનાં ગ્રુપના સથવારે ખેલૈયાઓ મન-મૂકીને ડોલી ઉઠશે. અબતક- સૂરભિ રાસોત્સવ-2023 ની ધમાકેદાર જાહેરાત થતાં જ ગજબનો ઉત્સાહ ખૈલેયાઓમાં જોવા મળી  રહ્યો છે.ખેલૈયાઓ માટે શુધ્ધ પાણી અને પાર્કિંગની નિ:શુલ્ક વ્યવસ્થા સાથે

મોકળાશથી ગરબે ઘૂમી શકાય તેવું વિશાળ અને સમથળ, ગ્રીન નેટવાળુ ગ્રાઉન્ડ, હાઇ ફાઇ સાઉન્ડસિસ્ટમ, રોશની ડેકોરેશન અને ખાસ તો જીલ એન્ટરટેઇન્મેન્ટ રાજકોટની બેસ્ટ ટીમનાં સથવારે અબતક – સુરભિ રાસોત્સવનું આ વર્ષનાં ધમાકેદાર આયોજન માટે ’અબતક-સુરભી’ની ટિમ સજ્જ છે.ખેલૈયાઓને અન્ય અર્વાચિન રાસોત્સવથી કંઇક અલાયદુ જ પીરસવા માટે આયોજક ’અબતક’ના મેનેજીંગ એડિટર સતિષકુમાર મહેતા, સુરભીના ચેરમેન વિજયભાઇ વાળા, દેવાંશભાઈ મેહતા, અતુલભાઈ કોઠારી હર્ષભાઈ કોઠારી, વિશુભાઈ વાળા, પંકજભાઈ સખીયા, ગૌરાંગ બુચ, નિતેશભાઈ પાઉ, હિરેનભાઈ અકબરી, અસ્વીનભાઈ ભુવા, જયેશભાઇ રાવરાણી, હિરેનભાઈ સોની અને જીગર ભટ્ટ સહિતનાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.વધુ માહિતી અને સિઝન પાસ માટે રાજ રાજેશ્વરી ઈવેન્ટસ, સૂરભિ કલબ, ટાગોર રોડ, સિલ્વર ચેમ્બર, પહેલો માળ, ઓફિસ નં.124 અથવા મો.નં. 84692 00044 નો સંપર્ક કરી શકાય છે.

ખ્યાતનામ કલાકારો રાસની રમઝટમાં ખેલૈયાઓને કરશે ઓળઘોળ1

અબતક સુરભી રસોત્સવમાં ખેલૈયાઓ મન મૂકીને રાસની રમઝટ અને માતાજીની ઉપાસના માં ભીંજાય તે માટે સૌરાષ્ટ્ર ગુજરાત અને દેશ-વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત કલાકારો મૃદુલ ઘોસ , અનિતા શર્મા  , જયેશ દવે , જયમંત દવે દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવશે એક થી એક ચડિયાતા ગાયક કલાકાર સાથે  સાજીંદા ગ્રુપ આધુનિક ટેકનોલોજી અને હાઈફાઈ મ્યુઝિક સિસ્ટમ લાઈટ ડેકોરેશન અને ટેકનોલોજીના સમન્વય સાથે અબ તક સુરભી નું આ  રસોત્સવ  ખેલૈયાઓ માટે ખરા દિલથી નવ દિવસ જુમવાનું મહોત્સવ બની જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.