Abtak Media Google News

કોલડિટેલ રેકોર્ડ મેળવવા માટે ગુપ્તતાના નિયમોનું કડકપાલન કરાશે

કેરલ હાઈકોર્ટે શુક્રવારે રાજય પોલીસ દ્વારા કોરોનાના દર્દીઓની કોલ ડિટેઈલ રેકોર્ડ સીડીઆર મેળવીને કોન્ટ્રેકટ ટ્રેસીંગની શરૂ કરેલી પ્રક્રિયા (તજવીજ) સામે સવાલો ઉઠાવતી જાહેર હિતની અરજી રદ કરી હતી સાથે સાથે સ્પષ્ટતા પણ કરી હતી કે રાજય સરકારે માત્ર ટાવર લોકેશનની વિગતો મેળવવા સુધીની વ્યવસ્થા કરીને માત્રને માત્ર દર્દીઓના મોબાઈલ લોકેશનની વિગતો મેળવીને ગુપ્તતાના નિયમોનો કડક અમલ કરવાની હિમાયત કરી હતી. વિપક્ષના નેતા રમેશ ચૌટાલાએ ડીજીપીનાં અગિયાર ઓગષ્ટના પરિપત્રમાં વરિષ્ઠ અધિકારીઓને કોલ રેકોર્ડ ડિટેઈલ મેળવવાની પ્રક્રિયાને આગળ ધપાવવાના પરિપત્ર સામે જાહેરહિતની અરજી કરી હતી.

હાઈકોર્ટની સંયુકત ખંડપીઠનાં મુખ્ય ન્યાયમૂર્તિ એસમણીકુમાર અને ન્યાયમૂર્તિશાહજીપી ચૈલીએ પોલીસની દર્દીઓનાં મોબાઈલ ડેટા માત્ર દર્દીના ટાવર લોકેશન જાણવા માટે ઉપયોગ કરવામાં આવનાર હોવાની દલીતને માન્ય રાખક્ષ હતી આ અરજીમાં અરજદારે આ કેસમાં ટેલીકોમ સેવા પ્રદાન કરનાર કંપનીઓને પણ જોડવાનીમાંગ કરી હતી અદાલતે જણાવ્યું હતુ કે કોલડિટેઈલ રેકોર્ડ મેળવવાની આ પ્રક્રિયા વર્તમાન સમયમાં કોવિડ ૧૯ રોગચાળાના રોજીંદા ઉછાળાને પ્રકાશમાં રાખીને નજરમાં લેવું જોઈએ.

સરકારે આ વાતની માહિતી અદાલતને ડીજીપીનાનિવેદનના માધ્યમથી જણાવી છે કે પોલિસ માત્રને માત્ર કોરોના સંક્રમિત દર્દીઓનું લોકેશન અને શંકાસ્પદ સંક્રમિત કે જેમને વાયરસની અસર થઈ છે તેમની જગ્યા માટે ફરી ટાવર ડિટેઈલ મેળવીને આ દર્દીઓનાં હલન ચલનના નકશા તૈયાર કરીને સંક્રમિતા માટે જવાબદાર વ્યકિતઓની ભાળ મેળવવા માટે જ કરવામાં આવે છે. કોરોના દર્દીની કોલ ડિટેઈલ રેકોર્ડ મેળવવા અંગેના નિવેદનમાં જણાવાયું છેકે ટેલીકોમ સેવા પ્રદાન કરનારાઓ સીએસવી ધોરણે એટલે કે કોર્મા સેપ્રેટેડવેલ્યુ પધ્ધતિથી વિગતો આપે છે. જેનાથક્ષ માત્ર ટાવર ડિટેઈલ ફકત મેળવવી શકય નથી.

સરકારે દાખલ કરેલા સોગંદનામામાં એમ પણ કહ્યું હતુ કે કોલ ડિટેઈલ રેકોર્ડ મેળવવાની પ્રક્રિયામાં ગુપ્તતાના અનેતે માત્ર કોરોનાના દર્દીઓની અવર જવર અને સંક્રમિત દર્દીઓએ જે જે સ્થળોની મુલાકાત લીધી હશે તે સ્થળોની ઓળખ મળી જાય એટલે સીડીઆર કોલ ડિટેઈલ રેકોર્ડને ભુસી નાખવામાં આવશે. કોલ ડિટેઈલ રેકોર્ડની આ વિગતો કોઈપણ ત્રાહિત સંસ્થા, વ્યકિત, કે અન્યને આપવામાં નહિ આવે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.