Abtak Media Google News

ઝમર નજીક અકસ્માત સર્જાયો : કાર ચાલક સ્ટેરીગ ઉપર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો

લાકડા કાપતી 2 મહિલા અને 1 બાળકી ને હડફેટે લેતા ઘટનાસ્થળે 3 ના મોત

લખતર તાલુકા ના ઝમર પાસે ગાડી ચાલકે અડફેટે લેતા ત્રણના મોત સુરેન્દ્રનગર જિલ્લા ના લખતર તાલુકા ના ઝમર ગામ પાસે સુરેન્દ્રનગર થી અમદાવાદ તરફ જઈ રહેલ ગાડી નંબર GJ.01.HX.3538 ટાટા મેક્સો ગાડી વાળા એ ઝમર પાસે આવેલ એમ.આર.એસ. બેરિંગ્સ ની ફેક્ટરી પાસે ત્રણ મહિલાઓ લાકડા કાપી રહી હતી જયારે સુરેન્દ્રનગર થી અમદાવાદ જઈ રહેલ ટાટા મેક્સો ગાડી ચાલકે પુર ઝડપે ચલાવી અડફેટે લેતા ત્રણેય ના ઘટના સ્થળે કમકમાટીભર્યા મહિલા ઓના મોત નિપજ્યા હતા આ મોત માં એક 40વર્ષ ની બીજી મહિલા 15વર્ષ ની જયારે એક 6વર્ષ ની બાળકી નું મોત થયું હતું જયારે ગાડી કંપની પાસે ની ખાડમાં પલટી મારી ગઈ હતી જયારે ગાડી ચાલક પંજાબ નેશનલ બેંક ના ચીફ મેનેજર પુરષોતમ વિનીત હોવાનું ખુલ્યું હતું તે જાતે લખતર પોલીસ સ્ટેશન ખાતે હાજર થઈ ગયેલ હતા આ બનાવની જાણ થતા ઝમર ગામના લોકો એકઠા થયા હતા જયારે નાના એવા ઝમર ગામ માં ત્રણ ના મોત ના બનાવ સામે પરિવાર માથે આભ તુટી પડ્યું હતું અને ગામ માં શોક નો માહોલ સર્જયો હતો

મૃતક :-
(1) વાઘેલા ભૂમિકા મોહનભાઇ ઉ.વર્ષ. 6
(2) વાઘેલા મનીષાબેન દિનેશભાઇ ઉ.વર્ષ. 12
(3) વાઘેલા મીનાબેન મોહનભાઇ ઉ.વર્ષ.37
રહે. ત્રણેય ઝમર

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.