Abtak Media Google News

ટ્રેલર, લકઝરી, કાર અને રીક્ષા અથડાતા એક ઘવાયો

શહેરના આજી ડેમ ચોકડી પાસે સવારે ચાર વાહનો વચ્ચે થયેલા અકસ્માતના પગલે ટ્રાફિકજામ થઈ ગયું હતું. ટ્રેલર, લકઝરી, બસ, કાર અને રીક્ષા અથડાતા રીક્ષામાં બેઠેલા યુવાનને ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરમાં આજીડેમ ચોકડી પાસે સવારે અજાણ્યા ટ્રક ચાલકે એકાએક બ્રેક મારતા પાછળથી આવી રહેલા ટ્રેલર, લકઝરી બસ, રેનોલ્ટ ડસ્ટર કાર અને સીએનજી રીક્ષા ધડાકાભેર અથડાયા હતા. અકસ્માત થતાં ટ્રેલરનો ચાલક નાસી ગયો હતો. જયારે ધડાકાભેર થયેલા અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી. પરંતુ સીએનજી રીક્ષામાં બેઠેલા યુવાન સામત મહાવીર ચૌહાણ નામના ૨૭ વર્ષીય યુવાન ઘવાયો હતો. ટ્રાફિકથી ગીચ રહેતા આજીડેમ ચોકડી પાસે એક સાથે ચાર વાહનો વચ્ચે અકસ્માત થતાં ટ્રાફિકજામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક કલીઅર કરાવ્યો હતો. પોલીસે ઘટનાની નોંધ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.