Abtak Media Google News

માંસાહાર વેર વાળો ખોરાક છે, હિંસક વૃત્તિઓ વધારે છે – આચાર્ય લોકેશજી

અહિંસા વિશ્વ વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક આચાર્ય ડો.લોકેશજીએ માંસાહારી ખોરાકની જાહેરાત પર પ્રતિબંધ મૂકવાની માંગ કરતાં જણાવ્યું હતું કે માંસાહાર સ્વાસ્થ્ય અને પર્યાવરણને નુકસાન પહોંચાડે છે, તે તામસિક આહારની શ્રેણીમાં આવે છે. જેના કારણે માણસમાં વેરની, હિંસક વૃત્તિ વધી રહી છે. તેથી, બાળકો અને યુવાનોના કોમળ મન પર વિપરીત અસર કરતી આવી જાહેરાતો પર પ્રતિબંધ મૂકવો જોઈએ.

આચાર્ય લોકેશજીએ ળશિજ્ઞિિ ક્ષજ્ઞૂ ટીવી ચેનલના લાઈવ પ્રોગ્રામને સંબોધિત કરતા કહ્યું કે, પ્રાચીન સમયમાં આપણા ઋષિમુનિઓ કહેતા હતા કે જેવુ અન્ન , તેવું મન . આધુનિક ચિકિત્સા વિજ્ઞાન પણ સ્વીકારે છે કે જેમ આપણે જેવો ખોરાક આરોગીએ છીએ, તે જ પ્રકારનું ન્યુરોટ્રાન્સમીટર આપણા મગજમાં ઉત્પન્ન થાય છે, તે મુજબ આપણે અન્ય લોકો સાથે વર્તન કરીએ છીએ.તેમણે કહ્યું કે આહાર માત્ર આપણા શરીરને જ નહીં, પરંતુ આપણા મન, બુદ્ધિ, ઇન્દ્રિયો, આત્માને પણ અસર કરે છે.

તે આપણા આચાર, વિચારો, વર્તન, સંસ્કારો વગેરેને અસર કરે છે.આચાર્ય લોકેશજીએ જણાવ્યું હતું કે જેમ આપણા દેશમાં સિગરેટ, દારૂ વગેરેની જાહેરાતો પર પ્રતિબંધ છે તેવી જ રીતે આરોગ્ય અને પર્યાવરણ માટે હાનિકારક માંસની જાહેરાતો પર પણ કડક પ્રતિબંધ લાદવાની જરૂર છે.

તેમણે કહ્યું કે, ભારત આધ્યાત્મિક લક્ષી ઋષિઓનો દેશ છે, આપણા ધાર્મિક ગ્રંથો, જૈન આગમ, મહાભારત વગેરેમાં પણ હિંદુ સનાતન પરંપરાના ગ્રંથોમાં પણ તામસિક આહાર માંસાહારી ખોરાકની નિષેધ છે.તેથી, તે નૈતિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મૂલ્યોની વિરુદ્ધ છે. આચાર્ય લોકેશે જણાવ્યું હતું કે, બ્રહ્માંડના તમામ જીવોને જીવવાનો અધિકાર છે, તેમની હત્યા કરવાનો કોઈને અધિકાર નથી, લાખો પ્રાણીઓએ માંસાહારી ખોરાકને કારણે જીવ ગુમાવવો પડે છે, આનાથી બ્રહ્માંડનું સંતુલન ખોરવાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.