Abtak Media Google News

ડિસેમ્બરમાં જ 45.37 કરોડ ઉપજ્યા

રાજકોટ મહાનગરપાલિકાની આવાસ યોજના વિભાગને આવાસના હપ્તા પેટે ડિસેમ્બર માસમાં રૂ.45.37 કરોડની આવક થઈ છે.નવ માસમાં આવાસના હપ્તા પેટે રૂ.199.61 કરોડની આવક થઈ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ યોજનાઓ અંતર્ગત આજ દિન સુધીમાં 31,000 થી વધારે આવાસ બનાવીને લાભાર્થીઓને ફાળવવામાં આવેલ છે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્માર્ટ ઘર, મુખ્યમંત્રી આવાસ યોજના, બીએસયુપી- 1,2,3, રાજીવ આવાસ યોજના, ગુરુજીનગર, ધરમનગર, 3012, હુડકો, વામ્બે અને સફાઈ કામદાર આવાસ યોજનાઓનો સમાવેશ થાય છે.

આવાસ યોજના વિભાગને ગત માસે  રૂ.45.37 કરોડની આવક આવાસના હપ્તા પેટે થવા પામી છે.નવ માસમાં સુધીમાં રૂ.199.61 કરોડની આવક આવાસના હપ્તા પેટે થવા પામી છે.

  • આવાસના એલોટમેન્ટની રકમ ન ભરનાર 555 લાભાર્થીઓને નોટિસ એક સપ્તાહમાં રકમ નહિ ભરે તો આવાસ રદ કરાશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના કાર્યરત છે. જેમાં ઈ ડબલ્યુ એસ,એલઆઈજી,એમઆઈજી કેટેગરીની આવાસ યોજનામાં નિયત કિંમતે આવાસ ફાળવવામાં આવે છે. જેમાં અરજદાર દ્વારા આવાસના એલોટમેન્ટ અન્વયેની રકમ ભરવામાં આવેલ ન હોય તેવા  555 લાભાર્થીઓને નોટીસ આપવામાં આવી છે. લાભાર્થીઓએ ભરવાપાત્ર બાકી રકમ મહાનગરપાલિકા, સેન્ટ્રલ ઝોન, સિવિક સેન્ટર, ગ્રાઉન્ડ ફલોર, ડો. આંબેડકર ભવન, એસ.ટી.બસ સ્ટેન્ડ પાસે, ઢેબર રોડ ખાતે દિન – 7માં તાત્કાલિક ભરપાઇ કરવા અન્યથા આવાસની ફાળવણી રદ્દ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. જેની નોંધ લેવા લાગતા વળગતા તમામને જાણ કરવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવાસના બાકી હપ્તા ન ભરતા આસામીઓને નોટીસ આપવા અંગેની  સઘન ઝુંબેશ ચાલુ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.