Abtak Media Google News

યુબીએસ સાથે સોદો નક્કી, રાષ્ટ્રપતિની સત્તાવાર જાહેરાત

વિશ્વની સૌથી મોટી બેન્કોમાંની એક યુબીએસએ તેની હરીફ સ્વિટ્ઝર્લેન્ડની ક્રેડિટ સુઈસ બેન્કનું અધિગ્રહણ કરવાની જાહેરાત કરી છે. આ અધિગ્રહણ અંદાજે 3.23 બિલિયન ડોલર એટલે કે 25 હજાર કરોડમાં થશે. મહત્ત્વનું એ છે કે યુબીએસએ વિશ્વના બેન્કિંગ ક્ષેત્રને વધારે પડતી અસ્થિરતાથી બચાવવા માટે આ પગલું ભરવાનું નક્કી કર્યું છે.

સ્વિટ્ઝર્લેન્ડના રાષ્ટ્રપતિ એલેન બેર્સેટે ખુદ આ ડીલ થયાની જાહેરાત કરી હતી. જોકે તેમણે એક નહોતું જણાવ્યું કે આ ડીલ થઈ કેટલામાં હતી?  પરંતુ તેમણે આ પગલાંને આંતરરાષ્ટ્રીય અર્થતંત્ર માટે એક સારું પગલું ગણાવ્યું હતું. યુબીએસ એજીએ આ અધિગ્રહણ માટે સ્વિટ્ઝર્લેન્ડ સરકાર પાસેથી આશરે 6 અબજ ડોલરની બેન્ક ગેરન્ટી માંગી છે. 167 વર્ષ જૂની ક્રેડિટ સુઈસ સ્વિટ્ઝર્લેન્ડની બીજી સૌથી મોટી બેંક છે.  ખરેખર સ્વિસ રેગ્યુલેટર અને ત્યાંની સરકાર સોમવારે બજાર ખુલતા પહેલા ક્રેડિટ સુઈસ કટોકટીનો ઉકેલ રજૂ કરવા માગતા હતા.

સ્વિસ નેશનલ બેન્કે એક નિવેદનમાં જણાવ્યું હતું કે યુબીએસએ આજે ક્રેડિટ સુઈસના અધિગ્રહણની જાહેરાત કરી હતી. કેન્દ્રીય બેન્કે જણાવ્યું હતું કે આ અધિગ્રહણ સ્વિસ ફેડરલ સરકાર, સ્વિસ ફાઇનાન્સિયલ માર્કેટ સુપરવાઇઝરી ઓથોરિટી અને સ્વિસ નેશનલ બેન્કના સમર્થનથી શક્ય બન્યું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે બેન્કનો આ બચાવ નાણાકીય સ્થિરતાને સુરક્ષિત કરશે અને સ્વિસ અર્થતંત્રને સુરક્ષિત કરશે.

અગાઉ બે બેન્કો ડૂબી ગઈ!!

ઉલ્લેખનીય છે કે ક્રેડિટ સુઈસ વર્ષોથી રોકાણકારો અને ગ્રાહકોનો વિશ્વાસ ગુમાવી રહી હતી. 2022 માં ક્રેડિટ સુઈસે વૈશ્વિક નાણાકીય સંકટ બાદથી સૌથી ખરાબ નુકસાન કર્યું હતું. બીજ બાજુ  સિલિકોન વેલી બેન્ક અને સિગ્નેચર બેન્કે ગયા અઠવાડિયે તેમના હિસાબ-કિતાબમાં નબળાઈનો સ્વીકાર કરતાં કામકાજ બંધ કરી દીધું હતું. આ બંને બેન્કો ફડચામાં જતી રહેતા ફાઈનાન્શિયલ માર્કેટ સહિત ગ્લોબક ઈકોનોમીમાં ડર ફેલાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.