Abtak Media Google News

ડીજી બન્યાં બાદ પ્રથમ વખત આવતા સહાયના શાહી સ્વાગતની તૈયારી

સુરત, વડોદરા અને ભાવનગર બાદ રાજકોટના ઉચ્ચ પોલીસ અધિકારી સાથે ક્રાઇમ કોન્ફરન્સ યોજશે

રાજયના પોલીસ વડા બન્યા બાદ વિકાસ સહાય સૌ પ્રથમ વખત રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે તેમના શાહી સ્વાગતની તૈયારી કરવામાં આવી છે.  ડીજી વિકાસ સહાય ભાવનગરથી બપોર બાદ રાજકોટ આવવા નીકળ્યા બાદ સાડા ત્રણ થી ચાર વાગ્યા સુધીમાં પહોચી જશે તેમનું પોલીસ સલામી આવી સતકારવામાં આવશે.

વિકાસ સહાય રાજયના પોલીસ વડાનો ચાર્જ સંભાળ્યા બાદ સુરત અને વડોદરાની મુલાકાત લીધા બાદ આજે તેઓ ભાવનગરની શુભેચ્છા મુલાકાતે આવ્યા છે. ત્યાંથી સિધ્ધા રાજકોટ આવી જશે. વિકાસ સહાયને આવકારવા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જેસીપી સૌરવ તંબોલીયા, એસપી જયપાલસિંહ રાઠોડ, ડીસીપી ક્રાઇમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ઝોન-1 સજ્જનસિંહ પરમાર, ડીસીપી ઝોન-2 સુધિરકુમાર દેસાઇ, ક્રાઇમ બ્રાન્ચ એસીપી બી.બી.બસીયા, ભાર્ગવ પંડયા અને પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહેશે. ડીજીપી વિકાસ સહાય રાજકોટ શહેર અને જિલ્લાના પોલીસ અધિકારીઓ સાથે મુલાકાત અને કામગીરી અંગેની સમિક્ષા કરશે તેમ સુત્રો જણાવી રહ્યા છે.

પોલીસ વડા વિકાસ સહાયે ડીજીનો ચાર્જ સંભાળ્યા બાદ સુરત, વડોદરા અને ભાવનગરના ઉચ્ચ પોલીસ અધિકાીરઓ સાથે ક્રાઇમ કોન્ફરન્સ યોજયા બાદ રાજકોટ ખાતે ક્રાઇમ કોન્ફરન્સ યોજી રાજકોટ શહેર અને જિલ્લાની ગુનાખોરી પર કંઇ રીતે અંકુશ મેળવી શકાય તે અંગે વિસ્તૃચ ચર્ચા અને જરુરી માર્ગ દર્શન આપેશ તેમજ વ્યાજંકવાદ અંગે શરુ કરેલી ઝુંબેશને વધુ અસરકારક બનાવવા અનુરોધ કરવામાં આવશે તેમ જાણકારો કહી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.