Abtak Media Google News

11મી ઓપન ગુજરાત ફુટબોલ ટુર્નામેન્ટમાં, એ.જી. ઓફિસ-રાજકોટની ટીમ બની ચેમ્પિયન

11મી ઓપન ગુજરાત ફૂટબોલ ડે નાઇટ ટુર્નામેન્ટ  કે રાજકોટ શહેર પોલીસ અને જ્યોતિ ચેલેન્જ કપ-2023 નુ આયોજન તા. 5 થી તા. 12 જાન્યુઆરી, 2023 8 દિવસ સુધી રેસ કોર્સ સ્થિત ફૂટબોલ મેદાન ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્ય ની 25 ટિમોએ ભાગ લીધો હતો.  દરેક મેચ માં ખેલાડીઓ દ્વારા ઉત્તમ કક્ષા ની રમતનું તેમજ ખેલદિલીનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સેમી ફાઇનલ મેચ તા. 11 જાન્યુઆરી  ટીમ એ.જી. ઓફિસ, રાજકોટ અને  સેન્ટ જોસેફ, અમદાવાદ વચ્ચે તેમજ ટીમ કેન્ટોન્મેન્ટ ફૂટબોલ કલ્બ, અમદાવાદ અને ટીમ એચ.આર. માડમ, જામનગર વચ્ચે ખુબ જ રસપ્રદ રીતે ખેલાયો હતો.

ફાઇનલ મેચ તા. 12 જાન્યુઆરી ટીમ એ.જી ઓફિસ, રાજકોટ અને ટીમ એચ.આર. માડમ, જામનગર વચ્ચે રમાતા ખુબ જ રસાકસી તેમજ ઉત્સાહ ભર્યું વાતાવરણ થયું હતું. ખેલાડીઓ નો ઉત્સાહ વધારવા ચીફ ગેસ્ટ તરીકે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર  રાજુ ભાર્ગવ એ ખાસ હાજરી આપી હતી. ટુર્નામેંટ ના ઓર્ગનાઇઝિંગ સેક્રેટરી  એમ.આઈ. પઠાણ   ફરજ ના ભાગરૂપે હાજર રહી શક્યા નહોતા તે માટે તેમણે બધા નો આભાર વ્યક્ત કરેલ. તદુપરાંત રાજકોટ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ  સૌરભ તોલંબિયા (અધિક પોલીસ કમિશ્નર),  સજનસિંહ પરમાર  (ડીસીપી ઝોન 1), સુધીરકુમાર દેસાઈ  (ડીસીપી ઝોન 2), વિશાલ રબારી  (એસીપી – સાયબર સેલ),  આર.એસ. બારિયા (એસીપી મહિલા સેલ),  બી.વી. જાદવ  (એસીપી ઇસ્ટ ઝોન),  ભાર્ગવ પંડ્યા  (એસીપી), એમ.બી. મકવાણા (આરપીઆઇ) અને એસ.બી. ઝાલા  (આરપીઆઇ) એ પણ આદરપૂર્વક ઉપસ્થિતિ આપેલી હતી.

Untitled 1 11

ટુર્નામેન્ટ માં અગત્યનું ભાગ ભજવનાર  અનિલભાઈ દવે (એએસઆઇ) તેમજ પરેશભાઈ સોઢા (એએસઆઇ), જ્યોતિ સી.એન.સી. ઓટોમેશન લિમિટેડ વતી  કૌશિકભાઈ સોલંકી  અને એહસાસ ટ્રસ્ટ વતી  મિતેશભાઈ શાહ (સેક્રેટરી) એ પણ ફાઇનલના દિવસે અચૂક હાજરી આપી ને જરૂરી સંકલન પૂરું પાડ્યું હતું. પોલીસ ડિપાર્ટમેન્ટના આમંત્રણને માન આપી ને ટુર્નામેન્ટ ને આર્થિક સહાય કરનાર ઉદ્યોગકારો  મનીષભાઈ મડેકા (રોલેક્સ રિંગ્સ લિમિટેડ, રાજકોટ), શક્તિસિંહ જાડેજા (ઓમ્નીટેક એન્જીનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ, મેટોડા), કિશનભાઈ આડેસરા (ENLIVEN ડિજિટલ ક્નટેન્ટ, રાજકોટ) અને  બાબુભાઈ ડાંગર (KROMB ઇન્ડીયા પ્રાઇવેટ લિમિટેડ) એ હાજર રહ્રયા હતા.

અનિવાર્ય સંજોગોવસાત પરાક્રમસિંહ જાડેજા (જ્યોતિ સી.એન.સી. ઓટોમેશન લિમિટેડ),  મૌલેશભાઈ ઉકાણી (બાન લેબ્સ પ્રાઈવેટ લિમિટેડ),  યોગેશભાઈ પુજારા (પુજારા ટેલિકોમ પ્રાઈવેટ લિમિટેડ),  વિક્રમભાઈ જૈન (વિક્રમ વાલ્વ્સ પ્રાઈવેટ લિમિટેડ) હાજર રહી શક્યા નહોતા  શુભેચ્છા સંદેશ પાઠવેલ.  સર્વે મહેમાનોનું સ્વાગત રાજકોટ શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ  હસ્તકે કરી સર્વો ને પ્રશંસા પુરસ્કાર આપવામાં આવ્યા હતા.  સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન જ્યોતિ સી.એન.સી. ઓટોમેશન લિમિટેડ તરફથી અંબરીશભાઈ નશીત એ સુંદર રીતે કર્યું હતું.

મેચ માં કુલ 90 મીનીટ ના મુકાબલા માં પ્રથમ 80 મિનિટ સુધી બંને ટિમો માં થી કોઈ ને પણ ગોલ ન થતા મેચ નો રોમાંચ ચરમસીમા પર પહોંચ્યો હતો અને અંત ની 10 મિનીટ માં ટીમ એ.જી ઓફિસ તરફ થી રમતા  દિપેશ પુન એ શાનદાર ગોલ કરતા ટીમે 1-0 ની લીડ મેળવી મેચ માં વિજય મેળવ્યો હતો.

સમાપન સમારોહની શરૂઆત માં  વિશાલ રબારી  (એસીપી સાયબર સેલ) એ સ્વાગત પ્રવચન  એ પછી રાજકોટ શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ ે ટુર્નામેન્ટ ને અનુરૂપ પોતાનું વક્તવ્ય આપ્યું હતું. સર્વ ટિમોના ખેલાડીઓ, કોચ, રેફરી, સહકાર આપનાર ઉદ્યોગપતિઓ, આયોજકો ને આ ટુર્નામેન્ટ ને સફળ બનાવવા માટે બિરદાવેલ અને ખેલાડીઓ ને આવતા વર્ષે વધુ ને વધુ માત્રા માં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

ટૂર્નામેન્ટ માં ટીમ એ.જી. ઓફિસ, રાજકોટ ને ચેમ્પિયન થવા બદલ  રાજુ ભાર્ગવ  (રાજકોટ શહેર પોલીસ કમિશ્નર)  ના વરદહસ્તે રૂ. 51,000 નું રોકડ  ટ્રોફી, ટીમ એચ.આર. માડમ, જામનગર ને રનર અપ થવા બદલ  રાજુ ભાર્ગવ ખ  સૌરભ તોલંબિયા  (અધિક પોલીસ કમિશ્નર ) ના વરદહસ્તે રૂ. 35,000 નું રોકડ ઇનામ તેમજ ટ્રોફી, ટીમ સેન્ટ જોસેફ, અમદાવાદ ને ત્રીજુ સ્થાન પ્રાપ્ત કરવા બદલ  સૌરભ તોલંબિયા  ના વરદહસ્તે રૂ. 7,000 નું રોકડ ઇનામ તેમજ ટ્રોફી અને ટીમ કેન્ટોન્મેન્ટ ફૂટબોલ કલ્બ, અમદાવાદ ને ત્રીજુ સ્થાન પ્રાપ્ત કરવા બદલ સજનસિંહ પરમાર ના વરદહસ્તે રૂ. 3,000 નું રોકડ ઇનામ આપવામાં આવેલ.

દરેક મેચ માં રમત નું સુંદર પ્રદર્શન કરનાર ખેલાડીઓ ને પણ પ્રોત્સાહન માટે ઈનામ વિતરણ કરવામાં આવ્યું જેમાં  દિપેશ પુન (ટીમ એ.જી. ઓફિસ, ) ને બેસ્ટ પ્લેયર ઓફ ધ મેચ માટે  એસ.બી. ઝાલા (આરપીઆઇ) અને  કિશનભાઈ આડેસરા (ENLIVEN ડિજિટલ ક્નટેન્ટ, રાજકોટ) ના વરદહસ્તે ટ્રોફી તેમજ ભેટ, પ્રકાશ કોટવાલ (ટીમ એ.જી. ઓફિસ) ને બેસ્ટ ગોલકીપર માટે  એમ.બી. મકવાણા-આપીઆઇ અને કૌશિકભાઈ સોલંકી (જ્યોતિ સી.એન.સી. ઓટોમેશન લિમિટેડ, મેટોડા) ના હસ્તે રૂ. 1,000 નું રોકડ ઇનામ તેમજ ટ્રોફી, મનન શર્મા (ટીમ એચ.આર. માડમ, જામનગર) ને બેસ્ટ ડિફેન્ડર માટે  આર.એસ. બારિયા  (એસીપી મહિલા સેલ) ના વરદહસ્તે રૂ. 1,000 નું રોકડ ઇનામ તેમજ ટ્રોફી, શ્યામ વાળા (ટીમ એચ.આર. માડમ, જામનગર) ને બેસ્ટ મિડફિલ્ડર માટે ી ભાર્ગવ પંડ્યા  (એસીપી) અને મનીષભાઈ મડેકા (રોલેક્સ રિંગ્સ લિમિટેડ, રાજકોટ) ના વરદહસ્તે રૂ. 1,000 નું રોકડ ઇનામ તેમજ ટ્રોફી, સૌમિલ ફૂલાણી (ટીમ એ.જી. ઓફિસ, રાજકોટ) ને બેસ્ટ ફોરવર્ડ માટે  બી.વી. જાદવ (એસીપી ઇસ્ટ ઝોન) અને શક્તિસિંહ જાડેજા (ઓમ્નીટેક એન્જીનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ, મેટોડા) ના વરદહસ્તે રૂ. 1,000 નું રોકડ ઇનામ તેમજ ટ્રોફી અને પવન રામાનુજ (ટીમ એ.જી. ઓફિસ, રાજકોટ) ને બેસ્ટ પ્લેયર ઓફ ધ ટુર્નામેંટ માટે  સુધીરકુમાર દેસાઈ  (ડીસીપી ઝોન 2) ના વરદહસ્તે રૂ. 1,000 નું રોકડ ઇનામ તેમજ ટ્રોફી આપવામાં આવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.