Abtak Media Google News

સોશિયલ મીડિયામાં હથીયારના ફોટા અપલોડ કરનાર યુવક તથા લાયસન્સધારક વિરૂધ્ધ કાર્યવાહી

મોરબી સોશ્યલ મીડીયા દ્વારા હથીયારના ફોટા પોસ્ટ કરી સમાજમાં ભય ફેલાવનારા ઇસમો ઉપર કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી સીટી એ ડીવીજન પોલીસની ટીમે સોશ્યલ મીડીયામાં લાયસન્સવાળા હથીયારના ફોટા અપલોડ કરનાર મોરબીના ઇસમ તથા પરવાના ધારક વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનના એએસઆઇ આર.પી. રાણા તથા કોન્સ્ટેબલ તેજાભાઇ ગરચરને મળેલ બાતમી આધારે ફેસબુકમા રફીક મોવર નામના એકાઉન્ટની પ્રોફાઇલ પીકચરમા રફીકભાઇ જુસબભાઇ મોવર (રહે.મોરબી લાતીપ્લોટ શેરીનં.11 ના ખુણે)એ હથીયાર સાથે ફોટો અપલોડ કરેલ હોય જેથી મજકુર પાસેથી અપલોડ કરેલ મોબાઇલ કબ્જે કરવામાં આવેલ તેમજ અલીમામદભાઇ જુમાભાઇ ચાવડા (રહે,અંજાર જુનીમાર્કેટ પાછળ કબ્રસ્તાન નજીક)એ પરવાના વાળુ હથીયાર અન્યને આપી મદદગારી કરેલ હોય જેથી બંને ઇસમો વીરુધ્ધ આર્મ્સ એકટ મુજબનો ગુન્હો રજીસ્ટર કરાવી મોરબી સીટી એ ડીવીજન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.