Abtak Media Google News

એસઓજી પોલીસે સીન સપાટા કરતા ઈસમને અને હથિયારના પરવાનેદારની અટક કરી

વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામે એક શખ્સે સીનસપાટા કરી રોફ જમાવવા ઇન્સ્ટાગ્રામમાં હથિયાર વાળા ફોટા સાથે રીલ બનાવી પોસ્ટ મૂકી હતી. જે સમાજમાં ભય ઉભો કરનાર અને સીનસપાટા કરનાર તથા હથિયારના પરવાનેદારને મોરબી એસઓજી પોલીસ દ્વારા કાયદાનું ભાન કરવા બંનેની અટક કરી તેમની સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

મોરબી જીલ્લા પોલીસ દ્વારા સોશ્યલ મીડિયામાં સતત ચાંપતી નજર રાખવામાં આવતી હોય છે. જેમાં જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા અન્વયે સોશ્યલ મિડીયામાં હથિયારવાળા ફોટાઓ પોસ્ટ કરનાર તથા કોઈપણ જાતના ધાર્મિક લાગણી દુભાય તેવા ફોટાઓ કે વિડિઓ તથા ગેરકાયદેસર હથિયાર રાખતા ઈસમોને કાયદાનું ભાન કરાવવા સતત પ્રયત્નશીલ હોય છે ત્યારે એસઓજી પીઆઈ એમ.પી.પંડ્યાના ધ્યાનમાં આવી એક રીલ સોશ્યલ મીડીયાના ઇન્સ્ટાગ્રામમાં આવી હતી. જેમાં વિક્રમભાઇ મુકેશભાઇ કોઢીયાએ ઇન્સ્ટાગ્રામ યુઝર આઇ.ડી.નંબર- ળીસયતવસજ્ઞમમવશુફફફ માં હથીયાર સાથે ફોટાઓ અપલોડ કરેલ હોય જેની વોચ તથા તપાસ કરવા સુચના કરેલ હતી.

ઉપરોક્ત બનાવ અન્વયે પો.કોન્સ. સામંતભાઇ રાયધનભાઇ છુછીયાને મળેલ બાતમી આધારે ઇન્સ્ટાગ્રામ યુઝર આઇ.ડી. ધરાવતો ઇસમ વાંકાનેરના પંચાસીયા ગામે હોય જેથી એસ.ઓ.જી.ટીમ સાથે તપાસ કરતા ઇન્સ્ટાગ્રામ યુઝર આઇ.ડી.માં બીજાના પરવાના વાળા હથિયારના ફોટા સાથે પોસ્ટ કરનાર વિક્રમભાઇ મુકેશભાઇ કોઢીયા ઉવ.22 રહે. પંચાસીયા તા.વાંકાનેર તથા હથિયારના પરવાનેદાર હંસરાજભાઇ કુંવરજીભાઇ કોઢીયા ઉવ.65 રહે.પંચાસીયા તા.વાંકાનેરને બાર બોર ડબલ બેરલ હથિયાર નંગ-1 કિ.રૂ.60,000/-, મોબાઇલ ફોન નંગ-1 કિ.રૂ.5,000/-નો મુદામાલ કબ્જે કરી બંને આરોપીઓ વિરૂધ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં હથિયાર પરવાનાની શરતો ભંગ અંગે આર્મ્સ એક્ટ મુજબ ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.