• ગાંધીધામ, આદિપુર , કચ્છમાં રાજકોટ આઇટીનુ મેગા સર્ચ
  • રાજકોટ સહિત અમદાવાદ, વડોદરાના કુલ 200 અધિકારીઓને સર્ચમાં જોડા્યા : વ્યાપક પ્રમાણમાં બેનામી વ્યવહારો મળે તેવી શક્યતા : સર્ચ ઓપરેશન લાંબુ ચાલે તેવી સંભાવના

રાજકોટ આવકવેરા વિભાગ દ્વારા ગાંધીધામ આદિપુર અને કચ્છમાં મેઘાસર ચોપરેશન હાથ ધરવામાં આવ્યું છે આ સર્ચ  ઓપરેશનમાં શ્રીરામ સોલ્ટ, કિરણ રોડલાઇન્સ એન આર આંગડિયા પેઢીનો સમાવેશ થયો છે વહેલી સવારથી જ આ ત્રણેય ગ્રુપ ઉપર આવકવેરા વિભાગના અધિકારીઓ દ્વારા થવાય બોલાવવામાં આવી હતી. રાજકોટનું મેગા ઓપરેશન હોવાના કારણે 200થી વધુ અધિકારીઓ 24 સ્થળ ઉપર ચોપરેશનની કામગીરીમાં જોડાયા છે જેમાં રાજકોટ અમદાવાદ અને વડોદરા નો સમાવેશ થયો છે. આ મેગા સર ઓપરેશનમાં પ્રથમ વખત રાજકોટ ઇન્વેસ્ટિગેશન વિંગના કુલ સ્ટાફ ના 90% અધિકારીઓને જ આ સર્ચમાં જોડિયા છે જ્યારે બાકી રહેતા અધિકારીઓ વિવિધ શહેરો માંથી બોલાવવામાં આવ્યા છે જેથી માહિતી લીક ના થઈ શકે.

લોકસભા ચૂંટણી પૂર્વે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ દ્વારા ગાંધીધામ ખાતે જે મેગાસર ચોપરેશન હાથ ધર્યું છે તેમાંથી વ્યાપક પ્રમાણમાં બેનામી વ્યવહારો સામે આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે અને આ સર્ચ ઓપરેશન લાંબુ ચાલે તો નવાઈ નહી. કચ્છમાં ઇન્કમટેક્સના સુપર ઓપરેશનમાં ગાંધીધામમાં બે મોટા ગ્રુપ ઉપર ઇન્કમટેક્સ દ્વારા તવાઈ બોલાવામાં આવી છે. જ્યારે ગાંધીધામના બે મોટા ઉદ્યોગપતિ બાબુભાઈ હુંબલ અને દિનેશ ગુપ્તાને ત્યાં આઈટીના દરોડા પાડતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.

શ્રીરામ સોલ્ટ અને કિરણ રોડલાઇન્સ સહિત 28 જગ્યાએ દરોડા અને સર્વેની કામગીરી ચાલી રહી છે. દિનેશ ગુપ્તા ઉપરાંત મહેશ ગુપ્તા અને સુરેશ ગુપ્તા ને ત્યાં પણ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ  ઇન્કમટેક્સની તપાસના અંતે મોટાપાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના છે. ઓપરેશનમાં એક સાથે 24 થી વધુ સ્થળ ઉપર રેડ ની કામગીરી ચાલી રહી છે વહેલી સવારે આવકવેરા વિભાગ ની ટીમ દ્વારા સર્ચની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને શરૂઆતમાં તમામ ડિજિટલ ડેટાઓને એકત્રિત કરી તેને સીઝ કરી દેવામાં આવ્યા હતા.

શ્રીરામ સોલ્ટની સાથોસાથ કિરણ રોડલાઈન્સના માલિકની સાથે સંલગ્ન વ્યક્તિઓ ઉપર પણ દરોડા પાડવામાં આવ્યા છે. કચ્છ ગાંધીધામ અને આદિપુર નો સમાવેશ થતા ખૂબ વ્યાપક પ્રમાણમાં બેનામી વ્યવહારો સામે આવે તેવી શક્યતાઓ છે કારણ કે કેન્દ્ર સરકારે હવે જીએસટી અને ઇન્કમટેક્સ ની માહિતી અને સંલગ્ન કરી એક વિશેષ પોર્ટલ નું નિર્માણ કર્યું છે જેમાંથી દરેક પેઢીઓ દ્વારા કરવામાં આવતા નાણાકીય વ્યવહારો અંગે તેઓ વોચ રાખી શકે અને તે અંગેની માહિતી પણ એકત્રિત કરી શકે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.