Abtak Media Google News
  • મહત્તમ તાપમાનનો પારો ઉંચકાતા દિવસે ગરમીનો અહેસાસ: હવામાં ભેજનું પ્રમાણ વધ્યું, પવનની ગતિ 10 કિમી પ્રતિ કલાકે પહોંચી 

રાજકોટ સહિત રાજ્યભરમાં રાત્રે ઠંડી અને દિવસેગરમીથી હાલ તો મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. રાજકોટ સહિત કેટલાક શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો ઉંચકાતા દિવસે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજકોટ શહેરમાં મહત્તમ તાપમાનનો પારો સૌથી વધુ 34.4 ડિગ્રી સુધી પહોંચ્યો છે. બીજી તરફ આજે સવારથી જ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ધુમ્મસભર્યુ વાતાવરણ પણ છવાયું છે. પશ્ચિમ અને પૂર્વ કચ્છમાં ધુમ્મસની ચાદર છવાઈ છે. તો રાજકોટ જિલ્લાના જેતપુર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધુમ્મસભર્યુ વાતાવરણ છવાયું છે.

ધુમ્મસભર્યા વાતાવરણથી વિઝિબિલિટી ઘટતાવાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ ઘઉં, ધાણા, જીરૂના પાકને પણ અસર થવાની ખેડૂતોને ભીતી સતાવી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઉત્તર ભારત સહિત દેશના અનેક રાજ્યોમાં વરસાદ અને હિમવર્ષાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સોમવારે રાત્રે રાજધાની દિલ્હીમાં વરસાદે હવામાનનો મૂડ બદલી નાખ્યો હતો, જ્યારે ચંદીગઢ અને ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં વીજળી ઠપ થઈ ગઈ હતી. પર્વતીય રાજ્યોમાં સ્થિતિ એવી છે કે હવામાન વિભાગે અહીં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હાલ તો ગુજરાતમાં મિક્સ ઋતુનું રાજ છે.

હાલ મોટાભાગના શહેરોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. તો ક્યાંક છુટાછવાયા વરસાદની પણ આગાહી છે. અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરતા જણાવ્યુ હતુ કે, વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે જેની અસર ઉત્તર ગુજરાતના ભાગોમાં થશે. ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં છાંટાછૂટી થવાની શક્યતા રહેશે. આ દિવસોમાં પવનની ગતિ પણ વધારે રહેશે.ત્રણથી પાંચ માર્ચ દરમિયન મુંબઈના ભાગો સુધીમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 5થી 7 માર્ચમાં ગુજરાતના ભાગોમાં વાદળો આવશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 21થી લઇને 26 ફેબ્રુઆરી વચ્ચે નોર્મલ ઠંડીનો રાઉન્ડ જોવા મળી શકે છે. આ કડકડતી ઠંડી નહીં હોય સામાન્ય ઠંડી હશે. આમાં પણ મિક્સ ઋતુ તો જોવા મળશે જ. રાત્રિના સમયે ખૂબ ઠંડીનો અહેસાસ થશે. જ્યારે દિવસનું તાપમાન નોર્મલ કરતાં એક-બે ડિગ્રી વધુ રહેશે.

  • અમદાવાદ        20.4
  • અમરેલી           18.2
  • ભાવનગર         18.6
  • બરોડા             19.4
  • ભુજ                20.4
  • ડીસા               15.0
  • ગાંધીનગર        18.5
  • નલિયા             18.6
  • પોરબંદર           18.4
  • રાજકોટ             18.8
  • સુરેન્દ્રનગર        22.0

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.