Abtak Media Google News

CADRE પ્રોગ્રામ હેઠળ હજારો ઉમેદવારોને ‘ઉજ્વળ ભાવિ’ની તાલીમ અપાશે

શિક્ષિત યુવાધનને કોર્પોરેટ વિશ્વમાં રોજગારીની તકો પૂરી પાડવા અદાણી ગ્રુપે નવતર અભિગમ અપનાવ્યો છે. દેશભરમાંથી આવતી યુવા પ્રતિભાઓને અદાણી ગ્રુપ સંચાલિત વિવિધ કંપનીઓમાં CADRE પ્રોગ્રામ હેઠળ ઓનબોર્ડ કરવામાં આવશે. તાજેતરમાં 100થી વધુ સ્નાતકો અને વ્યાવસાયિકોને ઇન્ટર્નશીપ દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યા છે. સફળતાપૂર્વક ઈન્ટર્નશીપ પૂર્ણ કરનાર ઉમેદવારોને કંપનીમાં નોકરીની ઓફર કરવામાં આવશે.

કોર્પોરેટ વિશ્વની ગતિશીલતાને સમજવા માટે ઇન્ટર્નશિપને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ CADRE પ્રોગ્રામને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવ્યો છે. AALP  (અદાણી એક્સિલરેટેડ લીડરશીપ પ્રોગ્રામ), AMTP (અદાણી મેનેજમેન્ટ ટ્રેઇની પ્રોગ્રામ) અને ETP (એક્ઝિક્યુટિવ ટ્રેઇની પ્રોગ્રામ). અત્યાર સુધીમાં વિવિધ બિઝનેસ વર્ટિકલ્સમાં 100થી વધુ યુવાઓની ભરતી કરવામાં આવી છે. અદાણી ગ્રુપના ગ્રુપના ટેલેન્ટ અને લીડરશીપ ડેવલપમેન્ટ હેડ રાજીવ અરોરા જણાવે છે  કે તાજેતરમાં અમે એક મજબૂત ઇન્ટર્નશિપ પ્રોગ્રામને સુવ્યવસ્થિત કર્યો છે. તેનાથી નવા સ્નાતકોને ઓનબોર્ડ કરવાની તકો પણ મળી રહેશે”. સફળ ઉમેદવારો રોજગારીની સાથોસાથ કોર્પોરેટ જગતમાં આગવું સ્થાન પણ સુનિસ્ચિત કરી શકે છે.

કંપનીના એસોસિયેટ એચઆર મેનેજર મનીષકુમાર જણાવે છે કે  અમે દેશની શ્રેષ્ઠ યુવાપ્રતિભાઓને યોગ્ય તકો આપવા 30 થી વધુ પ્રીમિયમ કોલેજો અને યુનિવર્સિટીઓની મુલાકાત લીધી હતી. જેમાં IIM, IIT, NITIE, FMS, MICA, Fore School, GIM, IIFT, IMI, IMT-G, NMIMS વગેરેનો સમાવેશ થાય છે. બે મહિનાની સફળ ઇન્ટર્નશિપ બાદ તેઓને મેરીટના આધારે પ્રી-પ્લેસમેન્ટ ઓફર કરવામાં આવશે. એક સંસ્થા તરીકે અમે યુવા પ્રતિભાઓને રોજગારીની યોગ્ય તકો પ્રદાન કરીને ઉજ્વળ ભવિષ્ય બનાવવા મદદ કરીએ છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.