Abtak Media Google News

અદાણી એન્ટરપ્રાઈઝ એશિયાની જ નહી વિશ્વમાં પ્રથમ કંપની બનશે જે ખાણકામ માટે હાઇડ્રોજન ટ્રકનો ઉપયોગ કરશે

અદાણી એન્ટરપ્રાઇઝ લિ. એ  અશોક લેલેન્ડ, ભારત અને કેનેડાના બેલાર્ડ પાવર સાથે માઇનિંગ લોજિસ્ટિક્સ અને પરિવહન માટે હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ઇલેક્ટ્રીક ટ્રક  વિકસાવવા માટે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવા માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ સહયોગ એશિયાના પ્રથમ તૈયાર થનારા હાઇડ્રોજન સંચાલિત માઇનિંગ ટ્રકને ચિહ્નિત કરે છે. માઇનિંગ કામગીરી અને હાઇડ્રોજન રિફ્યુઅલિંગ માળખાના સોર્સિંગ,પરિવહન અને નિર્માણ માટે ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ્સ વિકસાવવા બંને પર ધ્યાન કેન્દ્રિત કરતી કંપની અદાણી એન્ટરપ્રાઇઝ દ્વારા આ નિદર્શન પ્રોજેક્ટનું નેતૃત્વ કરવામાં આવશે. પીઇએમ ફ્યુઅલ સેલ એન્જિન ઉત્પાદક ઉદ્યોગની અગ્રણી બેલાર્ડ, હાઇડ્રોજન ટ્રક માટે  એન્જિન સપ્લાય કરશે અને વિશ્વમાં બસોના સૌથી મોટા ઉત્પાદકો પૈકીની એક અશોક લેલેન્ડ વાહન પ્લેટફોર્મ અને તકનીકી   સહયોગ પૂરો પાડશે. ભારતમાં 2023 માં એફસીઇટી લોન્ચ થવાનું નિર્ધારીત છે.

અગાઉ અદાણી સમૂહે વાર્ષિક 3 મિલિયન ટન ગ્રીન હાઇડ્રોજનની ક્ષમતાને અનુરૂપ ગ્રીન હાઇડ્રોજન અને સંલગ્ન ઇકોસિસ્ટમ્સમાં આગામી દસ વર્ષમાં 50 બિલિયન યુએસ ડોલરથી વધુનું રોકાણ કરવાની યોજનાના પોતાનો ઇરાદો  જાહેર કર્યો હતો.

અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ના ડાયરેક્ટર અને અદાણી નેચરલ રિસોર્સિસના સીઇઓ વિનય પ્રકાશે જણાવ્યું હતું કે,  એનર્જી સેક્ટરમાં ક્રાંતિ તરફ દોરી જનારા આ મહત્વાકાંક્ષી ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ ઉર્જા ક્ષેત્રે  ભારતની ભાવિ સ્વનિર્ભરતા માટે મજબૂત સંકલ્પ ધરાવે છે અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીના વાણિજ્યિક પરિવહન પધ્ધતિમાં હાઇડ્રોજન-સંચાલિત ઇંધણ સેલ ટેકનોલોજીના ઉપયોગને વેગ આપવા માટેના. વિઝન સાથે બંધબેસે છે.

વાણિજ્યિક કાફલા માટે ઇંધણ તરીકે હાઇડ્રોજનનું સંચાલન કરવાનો આ અનુભવ ફક્ત દેશમાં ખાણકામ અને લોજિસ્ટિક્સ ક્ષેત્ર માટે હાઇડ્રોજન ટેક્નોલોજીના આગમનને આગળ રાહ ચિંધે છે એટલું જ નહીં પરંતુ બંદરો,એરપોર્ટ જેવા અન્ય વ્યવસાયોની ઔદ્યોગિક કામગીરીના પોતાના કાફલામાં પરિવર્તિત થવા માટે લાંબા ગાળાના ટકાઉ ઉકેલો પસંદ કરવા માટે પણ સક્ષમ બનાવશે.”હાઇડ્રોજન સંચાલિત માઇનિંગ ટ્રકનું વજન 55 ટન હશે, તેમાં ત્રણ હાઇડ્રોજન ટાંકી હશે, 200-કિમીની વર્કિંગ રેન્જ હશે અને તે બેલાર્ડની 120 કિલોવોટ પીઇએમ ફ્યુઅલ સેલ ટેક્નોલોજી દ્વારા સંચાલિત હશે.

અશોક લેલેન્ડના સીટીઓ ડો. એન. સરવણને જણાવ્યું હતું કે ” લેલેન્ડ ભારતમાં માઇનિંગ અને લોજિસ્ટિક્સ સેક્ટરમાં ફ્યુઅલ સેલ સંચાલિત કોમર્શિયલ વાહનો લાવવા માટે અદાણી અને બેલાર્ડ સાથે સહયોગ કરવા માટે ઉત્સાહિત છે,અજોડ અને નવા ઉત્પાદનો વિકસાવવાના અમારા ટ્રેક રેકોર્ડ સાથે બળતણ કોષોમાં બેલાર્ડની તકનીકી નિપુણતા અને અદાણીના હાઇડ્રોજન પરત્વેના અતૂટ સમર્પણભાવ સાથે ભારત માટે માલસામાન અને મુસાફરોના પરિવહન બંનેને ડીકાર્બોનાઇઝ કરવાની આ નોંધપાત્ર તક છે.” એમ તેમણે ઉમેર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.