Abtak Media Google News

આઝાદી કાળથી રેલવેમાં એક હથ્થુ શાસન ધરાવતી આઇઆરસીટીસી સામે હવે મોટો પડકાર ઉભો થશે

 

વ્યવસાયની દુનિયામાં આજે એવું કહેવાય છે કે અદાણી કે અંબાણી જે કારોબારમાં એન્ટ્રી કરે તે ઇન્ડસ્ટ્રીમાંથી બીજા બધા વેપારીઓએ બહાર નીકળી જવું પડે છે. ગળાકાપ સ્પર્ધા, પોલિટીકલ લોબિંગ અને બાકી હોય તો નાણાની રેલમછેલ કરીને ગ્રાહકોને પોતાની તરફ આકર્ષવામાં આ કંપનીઓ નંબર-1 છે. આઝાદીકાળથી રેલ્વેમાં એકહથ્થુ શાસન ધરાવતી ભારતીય રેલ ઉર્ફે શભિભિં ને હવે ધોળા દિવસે તારા દેખાશે. કારણ કે અદાણી વાળા ગૌતમભાઇએ હવે આ સેગ્મેન્ટમાં એન્ટ્રી કરવાની જાહેરાત કરી દીધી છે.

 

ગજઊ તથા ઇજઊ ને ગત સપ્તાહે આપેલી સત્તાવાર જાણકારી પ્રમાણે હવે અદાણી ગ્રુપે સ્ટાર્ક એન્ટરપ્રાઇસ પાઇવેટ લિમીટેડ કંપનીનો 100 હિસ્સો કબ્જે કરીને ઓનલાઇન રેલ્વે ટિકીટ બુકિંગ શરૂ કરવાની જાહેરાત કરી છે. સ્ટાર્ક એન્ટરપ્રાઇસ શભિભિં જેવું જ ઓનલાઇન ટિકીટ બુકિંગ પ્લેટફોર્મ છે. જે ઈંઈંઝ રૂરકીનાં યુવાનો વિનીત ચિરાણિયા અને કરણ કુમારે શરૂ કરેલી વેબસાઇટ અને ઍપ છે ગુરગાંવ સ્થિત આ કંપની ને શભિભિં એ ટ્રેનની ટિકીટ બુકિંગ કરવા માટેની શભિભિં સિવાયની વદારાની વેબસાઇટ તરીકે માન્યતા આપી છે. આ કંપનીની વેબસાઇટ મારફતે અત્યાર સુધીમાં 10 લાખ ટિકીટનું બુકિંગ થઇ ચુક્યું છે અને એક કરોડથી વધારે લોકો ઍપ ડાઉનલોડ કરી ચુક્યા છે. ઈંભિભિં સરકારી મોનોપોલી ધરાવતી વેબસાઇટ હોવાથી અને ઘણી જુની તથા સરકારી પીઠબળ હોવાથી સ્વાભાવિક રીતે જ દેશમાં સૌથી લોકપ્રિય છે. તેની સામે ટકી રહેવા માટે સ્ટાર્ક એન્ટરપ્રાઇસે ટિકીટ કેન્સલ કરનારા ગ્રાહકોને 100 ટકા રિફંડ, રિફંડનાં નાણા તુરંત જ ખાતામાં જમા થઇ જાય તેવી સુવિધા ઉપરાંત ટ્રેનની સ્થિતી અંગેની 95 ટકા સચોટ માહિતી આપવાનું શરૂ કર્યુ  એટલે ટ્રેનમેનનાં નામે પ્રચલિત થયેલી આ વેબસાઇટ ઉપર ગ્રાહકોનો ધસારો વધી રહ્યો હતો.અદાણી ગ્રુપની 100 ટકા સબ્સીડીયરી કંપની અદાણી ડિજીટલ લેબ્સ પ્રા.લિ. (એ.ડી.એલ) દ્વારા ટેનમેનનો 100 ટકા હિસ્સો ખરીદવાની જાહેરાત કરવામાં આવી છે.ટ્રેનમેનની ખરીદી સાથે અદાણી હવે હોસ્પિટાલિટી, ટુરિઝમ અને કેટરીંગનાં કારોબારમાં જંગનાં મંડાણ કરશે એવા સંકેત મળી રહ્યા છે. આમ તો  સ્ટાર્ક અને અદાણી વચ્ચેનો આ સોદો કેટલા રૂપિયામાં થયો તેની કોઇ જાણકારી આપવામાં આવી નથી. પરંતુ અદાણી જુથે આગામી ચાર મહિનામાં તમામ નાણાં ચુકવણાની કાર્યવાહી પુરી કરીને સ્ટાર્ક એન્ટરપ્રાઇસનો સંપૂર્ણ કબ્જો મેળવી લેવાની તૈયારી કરી છે. આ માટે નાણાની વ્યવસ્થા કરવા માટે અંબુજા સિમેન્ટની ખરીદી વખતે 3.8 અબજ ડોલરની લોન આપનાર બારક્લેસ, ડચ બેંક,  સ્ટાન્ડર્ડ ચાર્ટડ તથા મિત્સુબિસી જેવા લેન્ડરો સાથે વાત ચાલુ થઇ ગઇ હોવાનું જાણવા મળે છે.

 

અદાણી જુથ આ નવી કંપનીનાં કારોબારથી કમાણી કરે ત્યારે સાચી પણ આ જાહેરાતથી અદાણીનાં શેરનાં ભાવ એક ટકા જેટલા ઉંચકાયા છે. આમે ય તે  મોટા કોર્પોરેટ હાઉસ પ્રોડક્ટ વેચાણ કરીને જેટલું કમાય એટલું તો શેરનાં ભાવ વદારીને વેલ્યુએશન ગેમમાં કમાઇ લેતા હોય છે. શુક્રવારે આ જાહેરાતનાં સમાચાર આવ્યા બાદ અદાણી એન્ટરપ્રાઇસનાં શેરનાં ભાવ 2509.60 થઇ ગયા હતા. યાદ રહે કે અદાણી સામે જ્યારે હિડનબર્ગનો વિવાદ છેડાયો ત્યારે શેરનાં ભાવ 1195 રૂપિયા થઇ ગયા હતા અને ચાર જ મહિનામાં પાછા બમણાં થઇ ગયા હતા.

 

સામાપક્ષે શેરબજારમાં લિસ્ટ થયા બાદ રોકાણકારોને સારૂં વળતર આપનાર  શભિભિં નાં શેરમાં રોકાણકારોને ગત મહિને આશરે નવ ટકાનું વળતર મળ્યું હતું. પરંતુ હવે આ જાહેરાત બાદ શું અસર થાય છે તે જોવાનું રહેશે. 2019 માં લિસ્ટીંગ સમયે 320 રૂપિયાનાં ભાવે શેર ઓફર કરાયા હતા જે હાલમાં 645 રૂપિયાની સપાટીએ ટ્રૈડ થાય છે.

 

વેલ્યુએશન ગેમની જ વાત કરીએ તો અહીં સ્ટાર્ક એન્ટરપ્રાઇસ પાઇવેટ લિમીટેડનાં બે યુવાનોઐ કંપની ચાલુ કરીને અને એક કરોડ ગ્રાહકો ઉભા કરીને કંપનીની વેલ્યુએશન બનાવી અને હવે આ બ્રાન્ડને મોટા કોર્પોરેટ હાઉસને વેચી દીધી છે. હવે કદાચ અદાણી ગ્રુપ આ સાહસ દ્વારા ટિકીટ વેચાણની સાથે હોટેલ બુકિંગ, ફુડ સપ્લાય, ટુર પ્લાનિંગ તથા વિમાની, બસ તથા ટેક્સી બુકિંગની સુવિધા પણ ઉભી કરે તો નવાઇ નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.