Abtak Media Google News

સામૂહિક ધર્મ પરિવર્તનની ઘટનામાં મંજૂરી લેવાય છે કે કેમ? તપાસના ચક્રો ગતિમાન

 

દેશભરમાં બળજબરીથી ધરમાતરમ ની પ્રવૃત્તિ સામે અભિયાન ચાલી રહ્યું છે ત્યારેબાલાસિનોરમાં એક સાથે 45જેટલા હિન્દુ સમાજના લોકોએ ધર્મ પરિવર્તન કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. તમામ લોકોએ હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો અને બૌદ્ધ ધર્મની 22 પ્રતિજ્ઞાઓ લીધી હતી. હોટલમાં ધર્મ પરિવર્તન કરનારા લોકોમાં ખેડા, પંચમહાલ જિલ્લાના પણ લોકો હતા.

3 જિલ્લાના 45 લોકોએ ધર્મ પરિવર્તન કરી લેતા ચકચાર જાગી છે આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર બાલાસિનોર નગર વિસ્તારમાં આવેલી હોટલમાં બૌદ્ધધર્મના ધર્મગુરુની હાજરીમાં બાલાસિનોર નગરના રોહિતવાસના 7 ઈસમો સહિત મહીસાગર જિલ્લા સાથે ખેડા અને પંચમહાલ જિલ્લાના 45લોકોએ હિન્દુ ધર્મમાંથી બૌદ્ધધર્મમાં પરિવર્તન કરી લીધું હતું. સમગ્ર ઘટનાક્રમ ના ફોટા અને વિડિઓ વાયરલ થતાં સમગ્ર ઘટના સામે આવતા બાલાસિનોર નગર સહિત મહીસાગર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે.તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી

03 7

ધર્મ પરિવર્તન બાબતે જે લોકોએ ધર્મ પરિવર્તન કર્યું છે તે લોકોએ કાયદાકીય જિલ્લા કલેકટરને અરજી કરવાની રહે છે જે બાદ નાયબ કલેકટર અને મામલતદારને લોકો માટે અભિપ્રાય આપવામાં આવે છે તો ધર્મ પરિવર્તન કરનાર લોકોએ જિલ્લા કલેકટરને અરજી કરી છે કે કેમ ?તે તપાસ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.

કેમ કર્યું ધર્મ પરિવર્તન?

આ બાબતે હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મમાં પરિવર્તન કરનાર નિલેશકુમાર વાલજીભાઈ ચૌહાણ એ જણાવ્યું હતું કે  બૌદ્ધ ધર્મમાં માનવ માત્ર એક સમાન સૂત્રથી ધર્મ ચાલે છે. તેમજ સામાજિક ઉત્થાનના લીધે ધર્મ પરિવર્તન કર્યો છે. આ બાબતે હિન્દુધર્મમાંથી બૌદ્ધધર્મ પરિવર્તન કરનાર માયાવંશી કમલેશકુમાર લાલજીભાઈએ જણાવ્યું હતું કે, બૌદ્ધ ધર્મમાં પંચશીલના આદર્શ ઉત્તમ હોવાના લીધે તેનાથી પ્રભાવિત થઈને આ ધર્મ પરિવર્તન કરેલ છે જે માટે અમે મહીસાગર જીલ્લા કલેકટરને અરજી કરેલી છે. આ બનાવને પગલે ભારે જાગી છે એની સ્થાનિક ધોરણે તપાસના આદેશની જારી કરી દેવામાં આવ્યા છે વધુ વિક્ટો મેળવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.