Abtak Media Google News

ફળો અને ફૂલોમાંથી મળતાં બીજ તબિયતને ચમકાવવા માટેનો ઉત્તમ સોર્સ ગણાય છે. હાર્ટ-પ્રોબ્લેમ્સ, બ્લડ-પ્રેશર, ડાયાબિટીઝ, કોલેસ્ટરોલ, માનસિક બીમારીઓ અને સ્ટ્રેસ સામે લડવા માટે અને હાડકાં તા સ્નાયુઓને મજબૂત કરવા માટે એ ખૂબ ઉપયોગી છે

કુદરતી વસ્તુઓ હંમેશાં શરીરને ફાયદાકારક હોય છે. જેમ કે ફળો અને શાકભાજી. ફળો અને ફૂલોમાંથી બીજ મળતાં હોય છે. આ બીજ પણ હેલ્થ માટે ખૂબ લાભદાયી હોય છે. દરરોજ દિવસમાં એક ચમચી કોઈ પણ એક પ્રકારનાં બીજને ડાયટમાં સામેલ કરવાં જ જોઈએ, સો-સો એ પણ ધ્યાન રાખવું જોઈએ કે એનું પ્રમાણ એક ચમચીથી વધુ ન થાય. ભારતીય બજારમાં સરળતાી મળતાં કેટલાંક બીજ વિશે જે હેલ્થ માટે ખૂબ ઉપયોગી છે.

Advertisement

ચિયા બીજ

ફાલૂદામાં કાળા રંગનાં વપરાતાં બીજને હિન્દીમાં સબ્જા બીજ અને ગુજરાતીમાં તકમરિયાં કહેવાય છે. ચિયા બીજ એના જેવાં જ હોય છે જે પાણીમાં નાખીએ ત્યારે ફૂલે પછી ખવાતાં હોય છે. ફૂલી ગયા બાદ એ થોડાં ચીકણાં બની જતાં હોય છે. એમાં પ્રોટીન અને ફાઇબર ભરપૂર માત્રામાં છે. ઍન્ટિ-એજિંગ માટે ઉપયોગી છે અને કેન્સર જેવા રોગોથી રક્ષણ કરે છે. કેલ્શિયમની અઢળક માત્રાની સો-સો એમાં મેન્ગેનીઝ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ જેવાં ખનિજ તત્વો હોય છે જે હાડકાં મજબૂત કરે છે. એમાંથી પાલક કરતાં પણ વધુ આયર્ન અને સંતરાં કરતાં પણ વધુ વિટામિન Âમળે છે. વળી તે ગ્લુટન-ફ્રી છે જેથી પાચન માટે ઘણા લાભદાયી છે. એ ખાવાી ભૂખ ઓછી લાગે છે. આમ એ વેઇટ-લોસ માટે પણ ઉપયોગી છે.

અળસીનાં બીજ

અળસીનાં બીજને અંગ્રેજીમાં ફ્લેક્સ સીડ કહે છે. એમાં ભરપૂર માત્રામાં સારી કક્ષાનાં સોલ્યુબલ ફાઇબર જોવા મળે છે એટલે એ પાચન માટે અત્યંત ઉપયોગી સાબિત થાય છે. આ ઉપરાંત એ કોલેસ્ટરોલ ઘટાડવામાં, બ્લડ-પ્રેશર અને લોહીમાં શુગરનું પ્રમાણ જાળવી રાખવામાં પણ ઉપયોગી થાય છે. જે બીજા શાકાહારી ખોરાકમાંથી સરળતાી મળતું ની એ ઓમેગા ટ્રે ફેટી ઍસિડ પણ એમાંથી ભરપૂર માત્રામાં મળે છે જે હાર્ટની હેલ્થ વધારે છે. વળી એમાંથી ફાયટો ન્યુટ્રિયન્સ મળી આવે છે જેને કારણે થીઓનું માસિકચક્ર નિયમિત આવે છે. આ ઉપરાંત મેનોપોઝ દરમ્યાન સ્ત્રીઓના મૂડ-સ્વિન્ગ્સને એ રોકે છે અને એ દરમ્યાન તા ઘૂંટણના દુખાવામાં ખૂબ કારગત નીવડે છે.

અળીવનાં બીજ

દેખાવે રતાશ પડતા અળીવને અંગ્રેજીમાં ગાર્ડન ક્રેસ સીડ કહે છે જે આયર્ન અને પ્રોટીનનો રિચ સોર્સ છે. એને કારણે એ મગજના વિકાસ માટે ખૂબ ઉપયોગી છે અને યાદશક્તિ વધારે છે. આ ઉપરાંત એ લોહીને શુદ્ધ રાખવાનું કામ કરે છે જેને કારણે જે સ્ત્રીઓનું માસિકચક્ર નિયમિત ન હોય તેમને એ ખૂબ ફાયદો કરે છે અને ચક્રને નિયમિત બનાવે છે. આ ઉપરાંત જે ીઓ બાળકના જન્મ બાદ પોતાનું દૂધ પીવડાવતી હોય તેમને પણ અળીવનાં બીજ ખૂબ ફાયદો કરે છે. ખાસ કરીને ીઓને દૂધ ઓછું આવવાની સમસ્યા હોય તો એ દૂર થાય છે. આ ઉપરાંત એનીમિયાના દરદીઓમાં પણ એ ખૂબ ફાયદાકારક છે.

તલ

કાળા અને સફેદ તલ ભારતીય વાનગીઓમાં ઘણીબધી રીતે વપરાય છે. આ તલ કેલ્શિયમનો સૌી મહત્વનો સોર્સ ગણાય છે. કેલ્શિયમ ઉપરાંત મેગ્નેશિયમ, મેન્ગેનીઝ, ફોસ્ફરસ, પોટેશિયમ જેવાં ખનિજ તત્વો પણ એમાં ભરપૂર માત્રામાં મળે છે એટલે એ હાડકાંઓની મજબૂતી માટે ખૂબ ઉપયોગી સાબિત ાય છે. આ ઉપરાંત આર્રાઇટિસના દરદીઓ માટે તલ ઘણા ફાયદે મંદ છે. ઘણા લોકોને લાગે છે કે કાળા તલ અને સફેદ તલમાં કાળા તલ વધુ ઉપયોગી છે એ વાત સાચી છે, કારણ કે કાળા તલમાં ફાઇબર વધુ માત્રામાં મળે છે જેથી પાચન માટે એ ખૂબ ઉપયોગી તત્વ છે. આ ઉપરાંત એને કારણે ખોરાકમાંી મળતાં પોષક તત્વો પૂરેપૂરી રીતે શરીરને મળે છે.

સૂર્યમુખીનાં બીજ

લાંબા તરબૂચનાં બીજ જેવાં દેખાતાં સૂર્યમુખીનાં બીજ વિટામિન A નો મહત્વનો સોર્સ ગણાય છે. એ ત્વચા અને વાળ માટે ખૂબ ગુણકારી ગણાય છે. સો-સો આર્રાઇટિસના દુખાવામાં એ ઉપયોગી છે. વળી એમાંી મળતાં ઉત્તમ ગુણવત્તાનાં ફાઇબર્સ પણ શરીર માટે ખૂબ ઉપયોગી છે. ડાયાબિટીઝના પેશન્ટ્સ માટે એ ઘણાં લાભદાયી સાબિત થાય છે, કારણ કે ખોરાકમાંી મળતી શુગરને એ તરત લોહીમાં ભળતી અટકાવે છે. વળી એમાં એક મહત્વનું તત્વ છે ફોલેટ જે ીઓના સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે. આ બીજમાં સેલેનિયમ નામનું તત્વ છે જે કેન્સર તું અટકાવવા માટે જવાબદાર છે. સ્ટ્રેસ, માઇગ્રેન જેવી માનસિક અવસઓમાં પણ એ ઉપયોગી છે. બેડ કોલેસ્ટરોલને એ ઘટાડે છે અને હાર્ટને હેલ્ધી રાખે છે.

કોળાનાં બીજ

બજારમાં સરળતાી મળતાં કોળાનાં બીજને અંગ્રેજીમાં પમ્પ્કિન સીડ કહે છે. પ્રોટીનનો એ અદ્ભુત સ્રોત છે જે મસલ્સ એટલે કે સ્નાયુઓને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે. વળી હાર્ટને મજબૂત બનાવનારું તત્વ મેગ્નેશિયમ પણ એમાં ભરપૂર માત્રામાં મળી આવે છે, કારણ કે એ બ્લડ-પ્રેશરને કાબૂમાં રાખવામાં મદદરૂપ છે. એને કારણે અચાનક આવતા કાર્ડિઍક અરેસ્ટ, હાર્ટ-અટેક અને સ્ટ્રોકી બચી શકાય છે. આ ઉપરાંત એ ઇમ્યુન સિસ્ટમ એટલે કે રોગપ્રતિકારક શક્તિને વધારે છે. કોળાનાં બીજમાં જે ફેટ્સ રહેલી છે એ શરીરને ખૂબ જરૂરી હોય એવી ફેટ્સ છે જેને કારણે લિવર પણ તંદુરસ્ત રહે છે. આ ઉપરાંત એમાં રહેલું ટ્રિપટોફેન સારી અને ઊંડી આરામદાયક ઊંઘ માટે ઉપયોગી છે.

કઈ રીતે ખવાય?

ચિયા બીજ :આ બીજને પલાળ્યા વગર ખાઈ શકાય નહીં. આી દૂધમાં કે પાણીમાં પલાળીને એ ખાઈ શકાય. વેજિટેબલ જૂસ અને લીંબુ-પાણીમાં નાખીને પણ એ ખાઈ શકાય છે.

અળસીનાં બીજ :સવારે નરણા કોઠે પાણી સો એક ચમચી ફાકી શકાય. આ ઉપરાંત મુખવાસમાં શેકીને નાખી શકાય. એનો પાઉડર બનાવીને રોટલીના લોટમાં, દહીંમાં કે ગ્રેવીમાં નાખીને ખાઈ શકાય.

અળીવનાં બીજ :મોટા ભાગે શેકીને ખાઈ શકાય. અળીવની ખીર બને છે.

ડિલિવરી પછી ખાવામાં આવતા લાડુમાં પણ એ નાખવામાં આવતાં હોય છે અને ચિક્કી બનાવીને પણ ખાઈ શકાય છે.

તલ :શેકીને મુખવાસમાં બનાવવા, થેપલાંના લોટમાં, ચિક્કી તરીકે કે કચરિયારૂપે, શાકમાં કે ગ્રેવીમાં ઉપરી છાંટવા તલનો ઉપયોગ તો હોય છે.

સૂર્યમુખીનાં બીજ :મોટા ભાગે એનાં બીજ શેકીને છોતરાં કાઢીને ખવાય છે. એને સિંગ અને ચણાની જેમ સ્નેક્સના સ્વરૂપે ખાઈ શકાય છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.