Abtak Media Google News

સરસવના તેલ નો ઉપયોગ આયુર્વેદમાં પણ જોવા મડે છે.ભાગ્યે જ કોઇ ઘરમા સરસવના તેલ નો ઉપયોગ નહિ થતો હોઇ. શાક સારુ બનાવા માટે જ ઉપયોગી નથી સરસવનુ તેલ આરોગ્ય માટે પણ બહુ જ લાભકારી છે.તેનો ઉપયોગ ખાવાની સાથે-સાથે દવાના રૂપમાં પણ કરી શકાય. સરસવનું તેલ આરોગ્ય માટે તો  સારું છે જ સાથે-સાથે તે સુંદરતા પણ વધારે છે. સરસવમાં એવા તત્વો જોવા મળે છે જેની ત્વચા અને તમારા શરીરને જરૂર છે. સરસવનું તેલ આરોગ્ય, વાળ અને ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓને દૂર રાખવાનું કામ કરે છે. તેમાં ઘણા બધા પોષક તત્વ છે.વાળથી લઈને તમારા શરીર ની પૂરી ત્વચાને ફાયદો પહુંચાડે છે.સરસવનાં  તેલ ને ખૂબ સારું પેનકિલર પણ કહી શકાય છે.

સરસવનુ તેલ અલગ અલગ રીતે અલગ અલગ રોગો પર કામ કરે છે. સરસવના તેલ ને કપૂર સાથે મિક્સ કરી ઉપયોગમાં લેવાથી સાંધાના દુખાવા અને કાનના દુખાવા પણ ઠીક થઈ જાય છે.

7537D2F3 3F16 418C 8E45 6B879E722C20 7

સરસવ તેલના ફાયદા :

  • સરસવના તેલનુ સતત સેવન કરવાથી તમને દિલના રોગનો સામનો નહિ કરવો પડે.
  • સરસવનાં તેલના સેવનથી તમારી ભૂખ પણ ઊઘડે છે. કારણ તે તેલ તમારાં શરીર માટે એક એપીટાઇઝર સમાન ગણવામાં આવે છે.
  • સરસવના તેલનાં ઉપયોગથી તમારી ત્વચાની  રહસે પૂરી સંભાળ. કારણ બીજા કોઈ લોશન કદાચ તમારી ત્વચાને કદાચ બગાડી શકે પણ આ તેલ તે જરૂરથી તમારી ત્વચાનો ખ્યાલ.
  • જો તમે રેશીશથી હોવ પરેશાન તો જરૂર અજમાવી શકો છો આ સરસવનું તેલ એક વાર. કારણ, સરસવમાં એન્ટીફેંગલ અને એન્ટિબેક્ટીરિયલના ગુણ હોય છે જે ત્વચામાં ઉત્પન્ન થતા બેકટેરિયાનો નાશ કરે છે.
  • શિયાળાના દિવસોમાં સરસવના તેલમાં થોડી હીંગ , અજમા અને લસણની કલીઓ નાખી તેને ગરમ કરો. પછી તેને કમરના દુખાવાની જગ્યા પર મસાજ કરો તેનાથી કમરનો દુખાવો દૂર થશે.
  • સરસવના તેલની થોડી ટીંપા થોડા બેસન અને હળદર મિક્સ કરી ચેહરા પર લગાડો. થોડીવાર પછી તમારા ચેહરા સાફ પાણીથી ધોઇ લો. તેનાથી ચેહરો સાફ થઈને નિખરી જાય છે.
  • સરસવનનું  તેલનુ વાળમાં માલિશ કરવાથી વાળ લાંબા થવાની સાથે ખરતા પણ બંધ થઈ જાસે.
  • સરસવાનું તેલ જે ઠંડીમાં આપના હોઠ સુકાય જતાં હોય તેમાં પણ ખૂબ ઉપયોગી બને છે. કારણ તે એક હોઠ માટે લિપ બામનું કામ કરે છે.
  •  સરસવના તેલમાં રહેલ ગ્લુકોજિલોલેટ શરીરમાં કેન્સર અને ટ્યુમરની ગાંઠ બનતી રોકે છે.
  •  સરસવના તેલમાં કપૂર મિકસ કરી માલીસ કરવાથી સંધિવાના દર્દમાંથી આરામ મળે છે.
  • રાત્રે સૂતા પહેલા પગના તળિયા પર તેલનુ માલિશ કરવાથી આંખોની નબળાઈ દૂર થઇ જાય  છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.