Abtak Media Google News

વેરાવળમાં ‘૧૮૧’ સગર્ભાની વ્હારે: મદદ માંગતા તાત્કાલિક પહોંચી, કાઉન્સેલીંગ દ્વારા કરાવ્યું સુખદ સમાધાન

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકા પર ૨૪ કલાક કાર્યરત ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન લોકડાઉનની પરિસ્થિતિમાં ખૂબજ પ્રશંસનીય કામગીરીની ભૂમિકા ભજવી રહી છે ત્યારે આજે સવારે વેરાવળ સિટીમાં સવારથી ભટકતી સગર્ભા મહિલાએ ૧૮૧ મહિલા હેલ્પલાઈનમાં ફોન કરી મદદ માંગતા વેરાવળ ૧૮૧ કાઉન્સેલર ડાયબેન માવદીયા કોન્સ્ટેબલ સોનીબેન પાયલોટ ધરમભાઈ સહીત  તે સ્થળે મહિલાની મદદે દોડી ગયો હતો ને મહિલાનુ કાઉન્સેલીંગ કરતા જાણવા મળ્યું હતું કે, મહિલા પાંચ વર્ષથી લગ્ન કરી સાસરે હતી અને મહિલાને   એક દિકરો હતો અને હાલ મહિલા સગર્ભા હતી. મહિલાના પતિને સસરા મહિલા પર માનસિક શારિરીક ત્રાસ ગુજારતા હતા અને મહિલાનુ પિયર વેરાવળ જ હતુ. તેથી મહિલાને વારંવાર પિયર જવા મજબુર કરતા હતા અને છેલ્લા ત્રણ દિવસથી મહિલાની સાથે મારકૂટ કરી પિયર મોકલી દેતા આજે મહિલાના માતા  મહિલાના પતિ નેસમજાવવા આવતા મહિલાના પતિ ફરી ઝઘડો કરી ઘર બહાર કાઢી મૂકવામાં આવી હતી. તેથી ૧૮૧ ટીમ મહિલાના સાસરામાં જઈને મહિલાના પતિ અને સસરાનુ કાઉન્સેલીંગ કર્યું અને બાળકોના ભવિષ્ય અંગે સમજણ આપી સમાજના પટેલને બોલાવી તેમની હાજરીમાં કાયદાકીય માહિતી આપી સફળતાપૂર્વક કાઉન્સેલીંગ કરી સમજાવ્યાને સગર્ભા મહિલાની જીંદગી રોળાતા બચાવી સુખદ સમાધાન કરાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.