Abtak Media Google News

હરકુતે કા એકદિન આતા હૈ

બેદરકારી, પ્રાણીઓ પર દુર્વ્યવહાર, પ્રાણી ક્રૂરતા જેવા મુદ્ાઓ વિશે સમાજમાં જાગૃત્તિ પ્રસરાવવી વિશ્વભરમાં પ્રથમવાર 2004માં ડોગલવર કોલીનપેજ દ્વારા આ દિવસની ઉજવણી કરાય હતી

આપણાં જીવનમાં ડોગનું વિશેષ મહત્વ છે, અને તે એક પ્રમાણિક સાથી, સેવાપ્રાણી, પ્રશિક્ષક અને સહાયક પ્રાણી તરીકે માલિકને પ્રેમ-હુંફ અને લાગણી અર્પે છે: 25 હજાર બીસી સમયમાં લોકો પાળતા હોવાના પુરાવા મળ્યા છે, 1859માં પ્રથમ ડોગ શો યોજાયો હતો અને બાદમાં 1863થી વિદેશોમાં તેનું અનુકરણ થાય છે

માનવ જાતનો શ્રેષ્ઠ મિત્ર એટલે શ્વાન. માનવી અને શ્વાન વચ્ચેના સંબંધોને માન આપીને 2004થી દુનિયાભરમાં રાષ્ટ્રીય ડોગ ડે તરીકે ઉજવાય છે. આ દિવસની શરૂઆત જાણીતા શ્વાનપ્રેમી કોલીનપેજ દ્વારા કરવામાં આવી હતી. શ્વાનનો ઇતિહાસ જોઇએ તો વૈજ્ઞાનિકોના અનુમાન મુજબ 25 હજાર બીસી સમયમાં કે તેની આસપાસ લોકો શ્વાનને પાળતા હોવાનું જાણવા મળે છે. 1859માં ઇંગ્લેન્ડમાં પ્રથમ ઔપચારીક ડોગ-શો યોજાયો હતો, માત્ર પાંચ વર્ષ બાદ ભવ્ય ડોગ શો 1863માં યોજાયો હતો. 1869માં વિશ્વમાં પ્રથમ અમેરિકામાં પ્રથમ પાલતું પ્રાણીઓનું આશ્રયસ્થાન નિર્માણ કર્યું હતું. 1950માં ચાર્લ્સ શુલ્ઝના પ્રથમ યાત્રોમાંનું એક ચાર્લીબ્રાઉનનો શ્વાન કોમીક સ્ટ્રીપમાં જોવા મળે છે.

Advertisement

શું તમને ડોગ પાળવાનો શોખ છે, તો તમારે આટલી કાળજી રાખવી જરૂરી છે. પાળેલા ડોગને સંતાનો કરતાં વિશેષ જતન કરવું પડે છે, તેના ખોરાક અને સારવાર રસીકરણ બાબતે પણ કાળજી લેવી પડે છે. આજે દુનિયાભરમાં શ્વાન પાળવાનો ક્રેઝ વધ્યો છે. નાના રમકડાં જેવા ટોપ બ્રિડ ડોગનું વજન માત્ર 400 ગ્રામ હોય છે. વિવિધ પ્રજાતિના શ્વાનોમાં કદાવર ડોગનું વજન 120 કિલો જેટલું જોવા મળે છે. દુનિયાભરમાં આફ્રિકન શિકારી ડોગ દુનિયાના પ્રથમક્રમે આવે છે અને તેનું વર્લ્ડ રેકોર્ડમાં નામ પણ છે.

આજે દુનિયામાં સૌથી મોટી વસ્તું સાથે સૌથી નાની વસ્તુંઓનો પણ ક્રેઝ વધ્યો છે પછી એ મોબાઇલ હોય કે શ્વાન. લોકોને બીજા કરતાં અલગ દેખાડવા કંઇક નવું કરવું ગમે છે. શ્વાનોની હજારો પ્રજાતિઓમાં અમુક ખુંખાર પ્રજાતિઓ પર પ્રતિબંધ હોવા છતાં લોકો તેને પાળતા હોય છે. સેફ્ટી ડોગ તરીકે મુખ્યત્વે જર્મન શેફર્ડ, રોટ વીલર, ડોબરમેન, ગ્રેટડેન, મેસ્ટિફ અને સેન્ટ બર્નાડ પ્રથમ પસંદગી હોય છે. ચોરી કે અજાણ્યા લોકો ઘરમાં ન આવી જાય એટલે લોકો શ્વાનો પાળતા હોય છે, જ્યારે અમુક પરિવારો સાવ નાનકડી પોમેરીયન જેવી બ્રીડ પાળે છે. જે પરિવારનાં મહિલા સભ્યો કે વૃધ્ધો પણ હેન્ડલ કરી શકે છે.

નવા બદલાતા યુગમાં લોકોની નવી-નવી પસંદમાં નાના રમકડાં જેવા ‘ટોયબ્રીડ’ કે પોકેટ ડોગથી ઓળખાતા રમકડા જેવા શ્વાનોને પાળવાનો ક્રેઝ વધ્યો છે. આજકાલ તો 400 ગ્રામના નાના ટોયબ્રીડથી લઇને 120 કિલોના કદાવર ડોગ લોકો પાળી રહ્યા છે. આપણે મોટાભાગે સફેદ નાના પોમેરિયન વધુ જોયા હોય છે પણ વિશ્વભરમાં એથી પણ નાની ટોયબ્રીડના ઘણા શ્વાનો જોવા મળે છે. રમકડાં ટાઇપના શ્વાનો પરંપરાગત રીતે નાના ડોગ કે શ્વાનની નાની પ્રજાતિ તરીકે ઓળખાય છે, જેના વિવિધ પ્રકારોમાં સ્પેનીલ્સ, પિન્સર અને ટેરિયર્સનો સમાવેશ થાય છે.

દુનિયાભરમાં યોર્કશાયર ટેરિયરએ રમકડાની સૌથી લોકપ્રીય ટોપબ્રીડ જાતી પૈકી એક છે. વાળ વિનાની ચાઇનીઝ ક્રેસ્ટેડ ડોગ પણ ડોગલવર પરિવારની પસંદ હોય છે. માત્ર 400 ગ્રામનું ચિહુઆહુઆ કેચીવાવા અને પેપીલોન પણ ખૂબ જ રૂપકડા નાના ડોગ હોય છે. ટોયબ્રીડ કે પોકેટ ડોગ અમુક ડોગ તો હાથની હથેળીમાં પણ આવી જાય તેટલા નાના હોવાથી તેની ઘણી તકેદારી રાખવી પડતી હોય છે. આજ શ્રેણીના જાપાનીઝ ચિન, પુડલ, ટોયપુડલની પાછળ પણ શ્વાન લવરો દિવાના હોય છે. ટોયબ્રીડને કપડા, ટોપી, ટાઇ, ચશ્મા પહેરાવીને બહાર લઇ જવાનો ડોગ પ્રેમીઓને અનેરો આનંદ હોય છે. વિદેશોમાં તો ટોયબ્રીડના ફેશન શો વખતે ધરતી પર સ્વર્ગ જેવું વાતાવરણ ખડું થઇ જાય છે.

ટોયબ્રીડ રજીસ્ટ્રીમાં જોવા મળતા ડોગ્સ ખૂબ જ પ્રાચિન લેપડોગ પ્રકારના હોઇ શકે છે. આદીકાળના શિકારી શ્વાન અને વર્કીંગ ડોગ કેટેગરી કરતાં આવા નાના સંસ્કરણોના ડોગને શ્વાન પ્રેમીઓ વધુ પ્રેમ કરતાં જોવા મળે છે. અમુક રમકડા જેવી શ્વાનબ્રીડ વિકસાવવામાં પણ આવે છે, જેના કદ-આકાર ફેરફાર જોવા મળે છે. ભૂતકાળમાં પણ પહાડી વિસ્તારોમાં શિકાર માટે નાની બ્રીડ વિરસાવી હતી જે કાળક્રમે ગામ-શહેરનાં બંગલાની શોભા સાથે પરિવારનું લાડકું સભ્ય બની ગયું હતું.

દરેક કેનલ ક્લબ કે પેટલવર કે ડોગ લવર ગૃપમાં નાની બ્રિડ માટે અલગ પ્રકારનું જૂથ જોવા મળે છે. આપણાં ભારત દેશ કરતાં વિદેશોમાં આવા જૂથો ખૂબ જ સક્રિય હોય છે. બહાર જતા કે આવતા સમયે નાનકડા બાસ્કેટમાં ડોગ રાખીને શ્વાનલવરો જોવા મળે છે. કદ અને આકાર પ્રમાણેના જૂથો વિશ્વભરમાં જાણીતા બન્યા છે, આ જૂથનો ‘ટોયગૃપ’ કહેવાય છે. 2008માં અમેરિકન કેનલ ક્લબે આવા ટોય જુથનું નામ બદલીને ‘કમ્પેનિયન’ રાખેલ હતું.

અમુક લોકો વિશ્વમાં એવું પણ માને છે કે શ્વાન રમવાની વસ્તું નથી તેથી તેની સાથે પણ અન્ય શ્વાનોની જેમ જ દરકારને આદર રાખવો જરૂરી છે. કમ્પેનિયન ડોગ તરીકે વર્ગીકૃત શ્વાનોની જાતિ, રંગ, કદ વિગેરે જોવામાં આવે છે. અમુક વિશ્વના દેશો તો તેના રાષ્ટ્રધ્વજ સાથે તેના દેશની ટોયબ્રીડને પ્રચાર-પ્રસાર કરે છે. બીચોન ફ્રિઝ, બોલો ગ્રીસ, બોસ્ટન ટેરિયર, કેવેલિયર કિંગ ચાર્લ્સ સ્પેનિયલ, ચિહુઆહુઆ, કોટન ડીટયુલર, ચાઇનીઝ ક્રેસ્ટેડડોગ, ફ્રેન્ચ બુલડોગ, હવાનીઝ, જાપાનીઝ ચિન, ગ્રિફોન બ્રકસેલોઇસ, સ્પેનિસ, લોચેન, પેપિલોન, લાસા અપ્સો, માલ્ટિઝ, મીન્કી, યુડલ વિગેરે જેવી નાનકડી ડોગ બ્રિડ પાછળ આજનો યુવા વર્ગ પણ દિવાનો બન્યો છે.

દરેક દેશ માટે તેની મુખ્ય રાષ્ટ્રીય કેનલ ક્લબ દ્વારા તેના દેશની ડોગ પ્રજાતિની સૂચિ હોય છે, જેને ટોયબ્રીડમાં ગણના થાય છે. અમુક દુર્લભ જાતિઓ કેનસ ક્લબ મંજૂરી આપે પછી તેનો સમાવેશ કરાય છે. પોમેરિયનને પોમ તરીકે ઓળખાય છે. એ સ્પિટ્ઝ પ્રકારના ડોગની એક જાત છે. મધ્ય યુરોપ, ઉત્તર-પૂર્વ જર્મનીને પોમેરિયન ક્ષેત્ર ગણવામાં આવે છે. તેના નાનાકડા કદને કારણે રમકડાની ડોગ પ્રજાતિ ગણવામાં આવે છે. જર્મન સ્પિટ્ઝ જાતિને વામન સ્પિટ્ઝ તરીકે ઓળખાય છે. 18મી સદીમાં શ્વાન માલિકોમાં નાની બ્રીડ ખૂબ જ જાણીતી બની હતી. જેમાં રાણી વિક્ટોરીયા પાસે નાના પોમેરિયન હતા. 17મી સદીના વિવિધ રાજાશાહીના પોટ્રેટમાં નાનકડા ડોગ જોવા મળે છે.

દુનિયાની સૌથી નાની ટી-કપ ડોગ પ્રજાતિ !!

દુનિયામાં આજે 15થી વધુ સાવ નાનકડી પ્રજાતિ તેના રંગ, રૂપ, આકારો, કદને કારણે ખૂબ જ પ્રખ્યાત છે. આ ડોગ પોકેટ ડોગના સંસ્કરણો છે. દુનિયામાં પહેલાથી જ નાની ડોગ બ્રિડ લોકો પાળી રહ્યા છે. ટોય કેટેગરીને ટી-કપ ડોગ પણ કહેવાય છે. અમુક ટચુકડી શ્વાન પ્રજાતિને મુવિ સ્ટાર્સ કે પોપ ગાયકો કરતાં પણ વધુ પ્રસિધ્ધી મળી છે. આવા ડોગ પાળનાર તેના શ્વાનોને ભરપૂર પ્રેમ કરીને સંતાનોથી પણ વધુ દરકાર રાખતા હોય છે. નાનકડા ડોગને પણ મોટા ડોગ જેમ જ તાલિમ અપાય છે. દુનિયાની ટી-કપ ડોગ પ્રજાતિમાં પુડલ, ચિહુઆહુઆ, મીની માલ્ટિઝ, રશિયન ટોયડોગ, મીની સગડ, ટી-કપ પોમેરિયન, યોર્કી, પોકેટ સીટ્ઝું, બીચોન, પોમેસ્કી, ગ્લોવબીગલ, ફ્રેન્ચ બુલડોગ, સ્લીવપેકિંગીઝ જેવી ટોયબ્રીડનો સમાવેશ થાય છે. આજે ગુગલના માધ્યમથી આવી બ્રિડનાં ફોટા આપણે જોઇ શકીએ છીએ. તેનું વજન માત્ર બે થી છ પાઉન્ડ વચ્ચે હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.