Abtak Media Google News

દરિયાઈ સુરક્ષા અને ડ્રગ્સના દુષણ સામે અસરકારક કામગીરી કરવા પાંચેય જિલ્લા પોલીસ વડાને આદેશ

રાજકોટ રેન્જના મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા અને રાજકોટ રુરલ એસપી સાથે મોરબી ખાતે રેન્જ આઇજીપી અશોકકુમાર યાદવે ક્રાઇમ કોન્ફરન્સ યોજી વર્ષ દરમિયાન નોંધાયેલા ગુના અને પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગેની ચર્ચા થઈ હતી. પાંચેય જિલ્લામાં ગુનાખોરીને અંકુશમાં લાવવા, ડ્રગ્સના દુષણને ડામવા તેમજ દરિયાય સુરક્ષાને પ્રાધાન્ય આપવા તાકીદ કરવામાં આવી છે.

રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ છેલ્લા બે દિવસથી મોરબી જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન પર છે. રેન્જ આઈજીએ મોરબીમાં રેન્જની ક્રાઈમ કોન્ફરન્સ યોજી હતી. જેમાં રાજકોટ રેન્જના પાંચેય એસપી અને ડીવાયએસપી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

મળતી માહિતી અનુસાર, મોરબી જીલ્લામાં રાજકોટ રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવનુ વાર્ષિક ઇન્સ્પેકશન હોઈ, તે સંદર્ભે મોરબી સબ જેલ ખાતે જેલ વિઝિટ કરવામાં આવી અને જેલમાં રહેલ.

તમામ બંદીવાન ભાઈઓ/બહેનોને મળીને કોઈ રજૂઆત કે ફરિયાદો સાંભળી હતી. જે બાદ મોરબીમાં રેન્જ આઇજી અશોક કુમાર યાદવની અધ્યક્ષતામાં રેન્જની ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં મોરબી, રાજકોટ, રાજકોટ ગ્રામ્ય, જામનગર, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકાના એસપી અને ડીવાયએસપી સહિના અધિકારીઓ હાજર રહ્યા હતા. તેમજ રેન્જ આઇજી અશોક કુમાર યાદવે ક્રાઇમ કોન્ફરન્સમાં રેન્જમાં ગુન્હાખોરી અને ડ્રગ્સના દૂષણને નાથવા જરૂરી સૂચનો કર્યા હતા.

સબ જેલની વિઝિટ લેતા આઇજી અશોકકુમાર યાદવ

રાજકોટ રેન્જ આઇજી દ્વારા મોરબી સબ જેલમાં રહેલ તમામ બંદીવાન ભાઈઓ/બહેનોને મળી અને કોઈ રજૂઆત કે ફરિયાદ હોય તો જણાવવા કહ્યું હતું પરંતુ કોઈને રજુઆત કે ફરિયાદ ન હતી. ત્યાર બાદ રેન્જ આઇજી દ્વારા જેલ સુરક્ષા જેલ શીસ્ત અને સલામતી બાબતે સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, તેમજ નાયબ પોલીસ અધીક્ષક પી.એ.ઝાલા, એલસીબી પીઆઇ ડી.એમ. ઢોલ, એસઓજી પીઆઇ એમ.પી.પંડ્યા , પીઆઇ કે. એ .વાળા તેમજ સંલગ્ન સ્ટાફ હાજર રહ્યા હતા.તેમજ મુલાકાત દરમિયાન જેલ અધિક્ષક, ડી.એમ.ગોહેલ તેમજ જેલર વિનોદ ચાવડા અને તમામ મોરબી સબ જેલનો સ્ટાફ હાજર રહેલ હતો.

પોલીસ કર્મચારીઓનું સન્માન કરતા આઈ.જી. અશોકકુમાર યાદવ

ચાર પી.આઈ.,  ત્રણ પી.એસ.આઈ. સહિત 29 જવાનોને  શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનીત કર્યા

રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ હાલમાં મોરબી જિલ્લાના વાર્ષિક ઇન્સપેક્શનમાં આવેલ હોય તે દરમિયાન મોરબી જિલ્લાના વિવિધ પોલીસ મથકમાં ફરજ બજાવતા અને શ્રેષ્ઠ કામગીરી કરતા મોરબી પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત 29 પોલીસ જવાનનું સન્માન કરવામાં આવ્યું હતું.

મોરબી સીટી એ ડિવિઝન પીઆઇ એચ.એ.જાડેજા, મોરબી ટ્રાફિક શાખા પીઆઇ વી.એમ.લગારીયા, એલઆઈબી પીઆઈ કે.જે.માથુકીયા, રિઝર્વ પીઆઇ એસ.એમ.ચૌહાણ, પીએસઆઇ પી.ડી.પટેલ, પીએસઆઈ એન.એમ.ગઢવી, પીએસઆઇ ડી.વી. કાનાણી, મહિલા કોન્સ્ટેબલ દીપિકાબેન બાબુભાઇ પટેલ, મહિલા હેડ કોન્સ્ટેબલ હંસાબેન દેવજીભાઈ પાપોદરા, મહિલા કોન્સ્ટેબલ હિરલબેન હરજીવનભાઈ કણજારીયા, સિબી શાખા ક્લાર્ક હિરેનપુરી ગોસ્વામી, મહિલા કોન્સ્ટેબલ ભૂમિકાબેન ભૂત, એએસઆઈ જોરાજીભાઈ ભાટી, પોલીસ કોન્સ્ટેબલ ઝામકીયા જયદીપભાઈ, પોલીસ કોન્સ્ટેબલ સંગીતાબેન નાકીયા, હેડ કોન્સ્ટેબલ નિરુબેન જેસિંગભાઈ આલ, પોલીસ કોન્સ્ટેબલ કીર્તિસિંહ બહાદુરસિંહ જાડેજા, એએસઆઈ રણજિતભાઈ ચાવડા, હેડ કોન્સ્ટેબલ નંદલાલભાઈ વરમોરા, એ એસ આઈ વિક્રમસિંહ ચૌહાણ, હેડ કોન્સ્ટેબલ જયેશભાઇ વાઘેલા, હેડ કોન્સ્ટેબલ જુવાનસિંહ રાણા, હેડ કોન્સ્ટેબલ મયુરધ્વજસિંહ જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ હિતેશભાઈ ચાવડા, એએસઆઈ રસિકભાઈ કડીવાર, હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ હૂંબલ, પોલીસ કોન્સ્ટેબલ કૌશિકભાઈ મણવર, એએસઆઈ ફારૂકભાઈ પટેલ, હેડ કોન્સ્ટેબલ પૃથ્વીસિંહ જાડેજાને પ્રમાણપત્ર એનાયત કરીને શ્રેષ્ઠ કામગીરીને બિરદાવવામાં આવી હતી.

પાનેલી શાળામાં  આઈ.જી.અશોકકુમાર યાદવની ઉપસ્થિતિમાં સંવાદ કાર્યક્રમ યોજાયો

મોરબી તાલુકાની પાનેલી પ્રાથમિક અને માધ્યમિક શાળામાં શિક્ષણ અને સુરક્ષા ના સમન્વય સમો જઙઈ યોજના અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમા દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો. તેમજ ભારતીય સંસ્કૃતિ મુજબ અભિનય ગીત-સંગીત સાથે પુસ્તક અર્પણ કરી મહાનુભાવ રેંજ ઈંૠ   તથા જઙ સાહેબનું સન્માન અનુક્રમે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પી.વી.અંબારીયા તથા મોરબી જિલ્લા નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.આર.ગરચર   દ્વારા કરવામાં આવ્યુ. રેંજ ઈંૠ  અશોકકુમાર યાદવ  તથા મોરબી જિલ્લાના જઙ  રાહુલ ત્રિપાઠી સાથે શાળાના બાળકો સાથે સીધો સંવાદ કરવામાં આવ્યો. જેમાં  બાળકો ના જીવન ઘડતર તથા વ્યક્તિત્વ વિકાસ, સોશિયલ મિડિયા અંગે અવેરનેશ, મહિલા સુરક્ષા તથા ઈંઅજ અને ઈંઙજ માં કેરીયર કેવી રીતે બનાવવુ તે અંગે માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યુ. આ સાથે શાળાના તમામ શિક્ષક સ્ટાફ સાથે કેટલીક હળવી પળો માણવાની સાથે તમામ શિક્ષક સ્ટાફને માર્ગદર્શન પણ આપ્યુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.