Abtak Media Google News

 ઘણી યુવતીઓને મનમાં પ્રશ્ન થાય છે કે, નેઇલ આર્ટ ઘરે કેવી રીતે કરી શકાય? જો કે હવે આ પ્રશ્નના જવાબ માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી કારણકે આજે અમે તમને જણાવીશું નેઈલ આર્ટ કરવાની વિવિધ રીતો વિશે.

નેઇલ આર્ટ કરવાંની ટીપ્સ

બેઝ કોટ લગાવ્યા બાદ નેઈલને પોલિશ કરવા, એ પછી પ્લકરની મદદથી થ્રી ડી સ્ટીકરને પકડીને નેઈલ પર એપ્લાય કરવું. આ પ્રકારના સ્ટીકર માર્કેટમાં સરળતાથી મળી રહેતા હોય છે. આ સ્ટીકર લગાવ્યા પછી તેના પર ટ્રાન્સપરન્ટ ટોપ કોટ લગાવવો જે 10 થી 15 દિવસ સુધી રહેશે.

સ્ટેમ્પિંગ નેઈલ આર્ટ માટે રેડિમેડ કીટ આવે છે, જેમાં એક ઇમેજ પ્લેટ હોય છે. આમાં એક કોતરણી કરેલી ડિઝાઇન હોય છે, એની સાથે સ્ક્રેપર, સ્ટેમ્પ અને રબર પણ આવે છે. જે ડિઝાઈન જોઈએ તે ઈમેજ પ્લેટ પર પ્રેસ કરી તે રબર સ્ટેમ્પને નેઈલ પર રોલ કરી દો.

ફોઈલ નેઈલ આર્ટ  એ એક પ્રકારની ગ્લુ આર્ટ છે. જે ડિઝાઇન જોઇતી હોય એ ડિઝાઇનને ગ્લુ વડે એપ્લાય કરો. ત્યારબાદ એની સાથે આવેલા ફોઇલ પેપરને નેઇલ પર ચીપકાવી, થોડીવાર રહીને એને રિમૂવ કરી દો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.