Abtak Media Google News

મોદી સરકારના ૨૦૨૨ સુધીમાં ૧ કરોડ મકાનના લક્ષ્યને ઘ્યાનમાં રાખી GSTમાં પણ રાહતની વણઝાર

વડાપ્રધાન મોદીએ સત્તા સંભાળ્યા બાદ તુરંત જ એર્ફોર્ડેબલ હાઉસીંગની મહત્વકાંક્ષી યોજના શ‚ કરી હતી. જેના હેઠળ ૨૦૨૨ સુધીમાં એક કરોડ મકાનો બનાવવાનું લક્ષ્ય મુકાયું હતું. આ લક્ષ્યને પૂરું કરવા સરકારે હવે વધુને વધુ લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આવરી લેવા પ્રયાસો શ‚ કર્યા છે. જેના હેઠળ ઔદ્યોગીક વિસ્તારો અને સ્પેશ્યલ ઈકોનોમીક ઝોનમાં પણ એફોર્ડેબલ હાઉસીંગને મહત્વતા આપવામાં આવશે.

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અપાતી વ્યાજ સબસીડીનો હવે ઔદ્યોગીક વિસ્તારો તેમજ સ્પેશ્યલ ઈકોનોમીક ઝોનમાં બનતા મકાનોને પણ લાભ મળશે. અગાઉ કેટલાક લોકોએ બેન્કો શહેરોના અમુક વિસ્તારોમાં વ્યાજ સબસીડી હેઠળ લોનની અરજી સ્વીકારતી ન હોવાની ફરિયાદો કરી હતી. જેમાં ઔદ્યોગીક વિસ્તારો અને સ્પેશ્યલ ઈકોનોમીક ઝોનનો પણ સમાવેશ થાય છે. પરંતુ હવે સરકારે આવા વિસ્તારોમાં લોકોને વ્યાજ સબસીડી હેઠળ હોમલોન મળી રહે તે સુનિશ્ર્ચિત કર્યું છે.

બીજી તરફ એફોર્ડેબલ હાઉસીંગને બુસ્ટ આપવા સરકારે જીએસટી દરમાં પણ રાહતો આપી છે. સામાન્ય હાઉસીંગ કરતા એફોર્ડેબલ હાઉસીંગમાં જીએસટીના દર ઓછા રહેશે. આ ઉપરાંત આવકવેરાની રાહતો પણ બિલ્ડરોને આપવામાં આવશે. પરિણામે બિલ્ડરો પણ એફોર્ડેબલ હાઉસીંગ પ્રોજેકટ તરફ આકર્ષાશે. સરકાર એફોર્ડેબલ હાઉસીંગનું સપનું સાકાર કરવા માટે એકલે હાથે કામ કરી શકે તેમ નથી. સરકારને ખાનગી ક્ષેત્રની આ મામલે ખૂબજ જ‚ર છે. માટે એફોર્ડેબલ હાઉસીંગમાં ખાનગી ક્ષેત્રને આકર્ષવા માટે જીએસટી તેમજ આવકવેરામાં રાહતો આપવાનો તખ્તો ઘડાઈ રહ્યો છે.

ગઈકાલે જીએસટી કાઉન્સીલની ૨૪મી બેઠકમાં ૨૯ વસ્તુઓ પરનો જીએસટી ઘટાડાયો હતો. જયારે ૫૩ સેવાઓના જીએસટીના દરમાં પણ ઘટાડો કરવામાં આવ્યો હતો.

૨૯ હેન્ડીક્રાફટની ચીજોને શુન્ય ટેકસના દાયરામાં લાવવામાં આવી હતી. કાઉન્સીલના નવા નિર્ણયના પરિણામે હવે હિરા તેમજ જૂની કાર પણ સસ્તી થઈ જશે. બોટલમાં મળતા પાણી પરનો ટેકસ ૧૮ ટકાથી ઘટાડીને ૧૨ ટકા કરાયો હતો. એબ્યુલન્સ વાહનો પરનો ૧૫ ટકા જીએસટી સદંતર નાબૂદ કરવામાં આવ્યો હતો.

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઈડબલ્યુએસ, એલઆઈજી, એમઆઈજી અને એમઆઈજી-૧ માટે જાહેર કરવામાં આવેલી ક્રેડીટ લીંક સબસીડી સ્કીમ હેઠળ ઘરના બાંધકામ પર જીએસટીના ક્ધસેશન્લ દર લાગુ પડશે. આ નિર્ણયના કારણે એફોર્ડેબલ હાઉસીંગને બુસ્ટ મળશે અને સરકારનું લક્ષ્ય પૂર્ણ થશે. રિટર્ન  ફાઇલીંગની પ્રક્રિયા સરળ બનાવાઇ: ત્રણની જગ્યાએ એક જ ફોર્મથી ચલાવી લેવાશે

જીએસટી કાઉન્સીલની બેઠકમાં સીંગલ સ્ટેજ જીએસટી રિટર્ન ફાઈલીંગ માટે તખ્તો ઘડાઈ ગયો છે. હાલમાં જીએસટી ફાઈલીંગ ત્રણ તબકકામાં કરવામાં આવે છે. આ પ્રોસેસ ખૂબજ જટીલ હોવાથી વેપારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. જીએસટી ફાઈલીંગની પ્રોસેસને સરળ બનાવવા સરકારને વેપારીઓ દ્વારા અનેક રજૂઆતો થઈ છે. ગઈકાલની કાઉન્સીલ બેઠક બાદ હવે જીએસટી રિટર્ન ફાઈલીંગને એક જ તબકકામાં ગોઠવવા માટે વિચારણા ચાલી રહી છે. જીએસટીઆર-૧-૨ અને ૩ને કલબ કરીને એક સરળ ફોર્મ દાખલ કરવામાં આવે તેવું વેપારીઓ ઈચ્છી રહ્યાં છે. જો સરકાર માત્ર સરળ ફોર્મના માધ્યમથી જીએસટી રિટર્ન ફાઈલીંગની પધ્ધતિ અપનાવે તો વેપારીઓને ખૂબજ રાહત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.