વૈશિવક વ્યાપાર સંગઠનમાં ભારતને આફ્રિકન કેરેબિયન દેશોનો ટેકો

રસીની રસ્સાખેંચમાં મેદાન મારતું ભારત

વિકાસશીલ તથા અલ્પ વિકસિત દેશોને કોરોના રસી આપવા બાબતે ભારતના અભિયાનને ઠેર ઠેરથી આવકાર

રસીની રસાખેંચમાં ભારતે મેદાન મારતા વૈશ્વિક વ્યાપાર સંગઠનમાં આફ્રિકન કેરેબિયન દેશોએ ભારતને ટેકો આપ્યો છે.

આફ્રિકન, કેરેબિયન અને પેસિફિક દેશોના જૂથે વિવિધ વિકાસશીલ અને અલ્પ વિકસિત દેશોને ઈઘટઈંઉ-19 રસી સપ્લાય કરવા બાબતે ભારતનું સમર્થન કર્યું છે.

વિશ્વ વ્યાપાર સંગઠન (વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન) માં ચર્ચા દરમિયાન કોલમ્બિયા, કોસ્ટા રિકા, એક્વાડોર, પનામા અને પરાગ્વે સહિત લેટિન અમેરિકન સભ્ય દેશોના જૂથે પણ કોરોના રસીઓ પર યુરોપિયન યુનિયન દ્વારા લાદવામાં આવેલી નિકાસ પ્રતિબંધો અને તેમની ચિંતા વ્યક્ત કરી હતી. આવું જ ભારત સાથે ભૂતકાળમાં થઇ ચૂક્યું છે. ભારતની વિનામૂલ્યે અનાજ આપવાની વાતનો અમેરિકા અને યુરોપ વિરોધ કરી ચુક્યા છે.

કેરીકોમ દેશોના જૂથ વતી સેન્ટ લ્યુસિયાએ ભારત અને દક્ષિણ આફ્રિકાને તેમને રસી પુરવઠો આપવા બદલ આભાર માન્યો હતો. કેરીકોમ એ કેરેબિયન દેશોનું જૂથ છે જેમાં એન્ટિગુઆ અને બાર્બુડા, બહામાસ, બેલિઝ, ગિયાના, જમૈકા, હૈતી અને સેન્ટ લ્યુસિયા શામેલ છે.

આફ્રિકન અને કેરેબિયના દેશોને વેક્સીન આપવાનું નક્કી ભારતે નક્કી કર્યું હતું  જેના અનુસંધાને બે લાખ જેટલા ડોઝ મોકલાયા હતા. ભારત ઉપરાંત સાઉથ આફ્રિકાએ પણ વિકાસશીલ અથવા  અલ્પ વિકસિત દેશોને કોરોનાની રસીના ડોઝ મોકલ્યા હતા. ભારતે વિશ્વભરમાં અનેક દેશોને કોરોનાની રસી મોકલી છે આવી સ્થિતિમાં ગઈકાલે આફ્રિકા કેરેબિયન અને પેસિફિક દેશોએ ભારતનો આભાર માન્યો હતો.

વિશ્વ વેપાર સંગઠનમાં અમેરિકા તેમજ યુરોપિયન ખંડના દેશોનો દબદબો છે. જોકે ભારતે કોરોનાની રસી કોઇ એક દેશની માલિકીની નથી આવું તે સારી રીતે સમજાવી દીધું છે. અગાઉ યુરોપિયન યુનિયન રસી આપવા નો વિરોધ કરી રહ્યું હતું જોકે ભારતે અનેક દેશોને રસિક પૂરી પાડી માનવતા દાખવી છે.