દુનિયામાં સૌથી વધુ સોનું કાઢતી અમેરિકાની “નેવાડા ખાણ”

ભારતમાં કર્ણાટક, આંધ્રપ્રદેશ અને ઝારખંડમાં સોનાની ખાણો આવેલી છે: સોનાનો ચળકાટ ઓલટાઇમ ફેવરીટ છે: સોનુ ક્યારેય કટાતું નથી કે બહાર થતું નથી

સોનું આજે આંતરરાષ્ટ્રીય ચલણ તરીકે વિશ્ર્વના અર્થતંત્રને સ્થિર રાખે છે: ખાણની માટી ઉપર વિવિધ સાત પ્રક્રિયા કરીને તેમાંથી સોનું મેળવાય છે

ખાણની ધૂળમાંથી સોનાની પ્રથમ ચાર પ્રક્રિયા માણસો હાથેથી કરે છે બાકીની ત્રણ પ્રક્રિયા કેમીકલ પ્રોસેસ કે અન્ય મશીનની પ્રક્રિયાથી સોનુ મેળવાય છે

અમેરિકાની નેવાડા ખાણ દર વર્ષે ૧૧૬ ટન, ઉજબેકિસ્તાનની મુરન્તો ખાણ ૬૬ ટન, રશિયાની ઓલીપિયાડાખાણ ૪૪ ટન, સોનું દર વર્ષે ઉત્પાદન કરે છે

સોનું…..ગોલ્ડ  અતિ મૂલ્યવાન ધાતું છે. આદીકાળથી માનવી સોનાથી મોહિત થતો રહ્યો છે, કારણ કે સોનું ક્યારેય કાટખાતુ નથી કે બરડ થતું નથી. આજે તો સોનું એક આંતરરાષ્ટ્રીય ચલણ તરીકે સમગ્ર વિશ્ર્વનું અર્થતંત્ર સ્થિર રાખે છે. સોનાના ભાવ ચડ-ઉતર થતાં રહે છે. વર્ષોથી અત્યંત કિંમતી ધાતુ તરીકે સોનાનો ઉપયોગ નાણા તરીકે રોકાણ કે ધનનો સંચય કરવા વપરાય છે. સોનાનો ઉપયોગ મુખ્યત્વે ઘરેણા બનાવવામાં વધુ થાય છે. સોનું વજનદાર, ચળકતી, નરમ પીળા કલર ધાતું છે. તે ખૂબ જ નરમ હોવાથી કોઇપણ ઘાટમાં ઘડાય જાય છે.

પ્રાચીનકાળથી જ તેમનું મહત્વ રહ્યું છે. હાથમાં વીંટી, રાજાનો મુગટ સાથે દેવી-દેવતાની મૂર્તિ કે આખુ મંદિર સોને મઢેલાનાં અવશેષો મળ્યા છે. એક જમાના હતો કે ભારતને સોનાની ચિડીયા કહેતા હતાં. બાદમાં અંગ્રેજોએ આપણાં ઉપર રાજ કરતાં ભારત દેશની હાલત કફોડી થઇ ગઇ હતી.

ભારતમાં કર્ણાટક રાજ્યમાં સોનાની ખાણો આવેલી છે. ત્રણ પ્રકારોમાં મુખ્યત્વે કોલાર, હટી અને ઉટી છે, જ્યાંથી સોનું કાઢવામાં આવે છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશ, ઝારખંડના કેટલાક વિસ્તારોમાં સોનાની ખાણ આવેલી છે. સામાન્યતા : જોઇએ તો આ ખાણમાંથી સોનું પારા અને ચાંદી સાથે મળી એક ટન જેટલી માટીમાંથી ૪ ગ્રામ  સોનું નીકળે છે. ભારતમાં થતાં સોનાના કુલ ઉત્પાદન જોઇએ તો દર વર્ષે ૭ કિલો સોનું નીકળે છે. આ સોનું કાઢવાની પ્રક્રિયામાં માટીને અલગ-અલગ ૭ પ્રક્રિયામાંથી પસાર કરાય છે. બાદમાં સોનું તેમાં નીકળે છે કે મળે છે.

ખાણની ધૂળમાંથી સોનાની પ્રક્રિયામાં ચાર પ્રક્રિયા માણસો હાથેથી કરેને બાકીની ત્રણ પ્રક્રિયા કેમીકલ પ્રોસેસ કે અન્ય મશીનની પ્રક્રિયાથી સોનું મેળવાય છે. ખાણમાં ૫૦૦ મીટર ઊંડાઇએ એક ટન જેટલી માટી ખોદી તેમાં પ્રોસેસ કરાય છે. આવી રીતે દરરોજ ૩૦૦ ટન માટી કાઢી તેમાંથી સોનું મેળવવાની પ્રક્રિયા કરાય છે. માટીનો બારીક પાવડર કરીને ભીના કપડા ઉપર માટીને વહાવે છે તેને કારણે સોનાના કણ તેમાં ચોટી જાય છે. ખૂબ જ લાંબી પ્રક્રિયા બાદ થોડું સોનું મળે છે.

સોનાની ખાણનાં પથ્થરોમાંથી સોનું મેળવવા સાઇનાઇડની પ્રક્રિયા કરીને તેમાંથી સરળતાથી સોનું મેળવાય છે. કેનેડાની બૈરિક ગોલ્ડ કંપની દુનિયામાં સૌથી વધુ સોનું કાઢે છે. આ કંપનીનું વિશ્ર્વભરમાં નામ છે. હાલમાં જ તેમણે માલી દેશની સોનાની ખનન કરતી કંપની રેડ ગોલ્ડ કંપની ખરીદી લીધી છે. ૨૦૧૭ના એક જ વર્ષમાં ૧૦ ટન સોનું કાઢ્યું જેની બજાર કિંમત ૧૪૦૦ મિલિયન અમેરિકન ડોલરની છે.

છેલ્લા ૮ વર્ષથી સોનાની બજારમાાં ૧૨ ટકાનો ઘટાડો થયોને સાથે તેની ૮% કિંમત પણ ઘટી. જો કે સોનાંની વધઘટ ભાવની સતત થતી જ રહે છે. આર્જેન્ટિના અને ચિલી વચ્ચેનો વિસ્તાર લેટીન અમેરિકાના ગોલ્ડ બેલ્ટમાં ભરપૂર માત્રામાં સોનું પડેલ છે. ગોલ્ડ કંપની માટે આ વિસ્તાર ખનન કરવા પ્રથમક્રમે છે પણ ત્યાં ખનન કરવું ખૂબ જ કપરૂ છે. હાલમાં પણ પર્યાવરણવાદીઓ આ કંપનીઓ પર પર્યાવરણને ખતરા છે તેવી વાતો કરે છે. આજ પ્રમાણે વેલાડેરો ગોલ્ડ ખાણનું પણ છે. આર્જેન્ટિનાની બધી જ સોનાની ખાણોની અડધી-અડધી ખનન કામગીરી આ બે કંપની જ કરે છે, પર્યાવરણની ફરિયાદને લઇને ચિલીની એક ખાણ પ્રોજેક્ટ પર પ્રતિબંધ આવી ગયો હતો.

ઉત્તરપ્રદેશના સોનભદ્ર વિસ્તાર પથ્થર-મોરંગ કે કોલસા માટે જાણીતો હતો. હવે જિયોલોજીકલ સર્વે બાદ જાણવા મળ્યું કે અહિં અપાર સોનાનો ભંડાર છે. ૩ હજાર ટન જેટલું સોનું હોવાથી પુષ્ટિ કરી છે. આ સોનભદ્ર જીલ્લો યુ.પી.નો ખનીજ સંપદાથી ભરપૂર છે. સોનું મુશ્કેલીના સમયે કામ આવે છે. ઘણા દેશો તેને અનામત તરીકે પણ રાખે છે. ચીન આ ગોલ્ડ-અનામત યાદીમાં ટોપ ફાઇવમાં છે, તો ભારત ૧૦ સ્થાન પર છે. વિશ્ર્વમાં પ્રથમક્રમે અમેરિકા છે. સોનાની સૌથી વધુ અનામત ધરાવતા દેશો જોઇએ તો અમેરિકા, જર્મની, ઇટલી, ફ્રાંસ, ચીન, રશીયા, સ્વિરઝરલેન્ડ, જાપાન નેધરલેન્ડ અને ભારત છે.

અમેરિકાની નેવાડા ખાણ દુનિયામાં સૌથી વધુ સોનુ કાઢતી ખાણોમાં તથા બીજા ક્રમે “મુરન્તો ઉઝબેકિસ્તાનની ખાણ છે. ખુલ્લા ખાડા જેવી ખાણ છે. અત્યાર સુધીમાં ૧૭૦૦ લાખ ઔંશ સોનું આ ખાણમાંથી કઢાયું છે. ત્યારબાદ ઇન્ડોનેશિયાની ગ્રાસબર્ગ, પ્યુબ્લોવિએની છે. સાઉથ અમેરિકાની યાનકોચા, કાર્લિનટ્રેડ ખાણ પણ બહુ જ મોટી છે. સમુદ્રની સપાટી કરતા ૪૦૦૦ મીટર ઉંચાઇએ છે. આફ્રિકામાં પણ પાંચ મોટી સોનાની ખાણ આવેલી છે. ઘાના-સુદાન-માલી જેવા દેશો આ ખાણના વ્યવસાયમાં જોડાયા છે.

સોનું સમૃધ્ધ પ્રાકૃતિક સંશાધન હોવાથી લોકોની આજીવિકા બદલી જાય છે. વિશ્ર્વમાં કેટલાય દેશો પાસે કિંમતી સોનાની ખાણ છે. કેટલાક દેશો તો સદીઓથી આ ખનનનું કામ કરે છે. ૧૮૮૦ના દશકમાં આફ્રિકા સોનાના ખાણમાં ખનન કામગીરીમાં જોડાયું હતું. વિશ્ર્વમાં હાલ સૌથી મોટા ઉત્પાદક તરીકેનો દેશ છે. જોહનીશબર્ગના બોક્સ બર્ગ શહેરમાં ૧૨ હજાર ફૂટ ઊંડી સોનાની ખાણ છે. સોનાના ઉત્પાદનક્ષેત્રે વિશ્ર્વના ટોપ-૧૦ દેશોમાં ચીન, રશિયા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, કેનેડા, ઘાના, દક્ષિણ આફ્રિકા, મેક્સિકો, બ્રાઝીલ જેવા દેશોનો સમાવેશ થાય છે. વર્ષો પહેલા “મેકેનાઝ ગોલ્ડ નામની અંગ્રેજી ફિલ્મ આવી હતી. આજે લગ્નમાં ધાર્મિકવિધીમાં જેવી વિવિધ જગ્યાએ ઉપયોગ થાય છે.

 

સૌથી વધુ ગોલ્ડ અનામત ધરાવતા વિશ્ર્વના ટોપ-૧૦ દેશો

૧૮૮૦થી આફ્રિકા દેશ સોનાની ખાણ-ખનન કામગીરીમાં જોડાયો હતો. જે આજે વિશ્ર્વનો સૌથી મોટો સોનાનો ઉત્પાદક દેશ છે. સૌથી વધુ ગોલ્ડ અનામત ધરાવતા વિશ્ર્વના ટોપ-૧૦ દેશોમાં ભારત દશમાં ક્રમે છે. ટોપ ૧૦ની યાદીમાં અમેરિકા, જર્મની, ઇટાલી, ફ્રાંસ, ચીન ટોપ-૫ની કામગીરીમાં આવે છે. જ્યારે ૬ થી ૧૦ના ક્રમે રશીયા, જાપાન, સ્વિટ્ઝરલેન્ડ, નેધરલેન્ડ અને ભારત છે. આફ્રિકા દેશમાં સોનાની પાંચ મોટી ખાણો આવેલી છે.

સોનુ અતિ મૂલ્યવાન ધાતુ

આદીકાળથી માનવી એનાથી મોહિત થતો આવ્યો છે. પ્રાચીનકાળથી જ તેમનું મહત્વ રહ્યું છે. હાથમાં વીંટી, રાજાનો મુગટ, દેવી-દેવતાની મૂર્તિ કે આખુ મંદિર સોનાથી મઢેલું પણ જોવા મળે છે. એક જમાનામાં ભારતને “સોને કી ચિડિયા કહેતા હતા. તે ખૂબ જ નરમ હોવાથી કોઇપણ ઘાટમાં ઘડાય છે. દુનિયામાં સૌથી વધુ ગોલ્ડ કેનેડાની “બૈરિક ગોલ્ડ કંપની મેળવે છે.