Abtak Media Google News

“ચૂંટાઈને ગાંધીનગર ગયા પછી તો તેઓ ખભેખભા મીલાવી સાથે જ કેન્ટીનોમાં નાસ્તા તો ઠીક પરંતુ તેમના પગાર-ભથ્થા અંગે એક જુથ થઈ જતાં હોય છે ત્યારે ગામડાઓમાં ખૂના મરકી !

ખંડણી-૩

આ સ્થળે વાડીમાં કપાસના છોડ એક માથોડા જેટલા ઉંચા હતા એક આખો માણસ ઢંકાય જાય અને બે ત્રણ ફૂટ દૂર ગયા પછી દિવસના પણ દેખાય પણ નહિ વળી અંધારૂ હોય અત્યારે તો દેખાવાનો કોઈ સવાલ જ ન હતો. ફોજદાર જયદેવે એલ.સી.બી.ના ફોજદાર ધોળાવદરાને પૂછયું કે તમે ફાયર કયા ઈરાદાથી કર્યું? ધોળાવદરાએ કહ્યું આરોપીને ડરાવવા જ હવામાં ફાયરીંગ કર્યું હતુ.

જયદેવે નીરાશ થઈ નિ:સાસો નાખ્યો અને બોલ્યો ‘ખેલ ખલાસ થઈ ગયો હવે તો ઈશ્વર ઈચ્છા’. જયદેવને હાથમાં આવેલી બાઝી વિખરાઈ ગયાનો અપાર અફસોસ થયો અને વળીદુ:ખએ વાતનું હતુકે ધોળાવદરા તેની સલાહ માન્યા નહિ જયદેવે ધોળાવદરાને પેલા મોટર સાયકલ અંગે પૂછયું તો તેણે કહ્યું કે ફકત એક મોટર સાયકલ અહીંથી પસાર થયેલા નો ખ્યાલ છે. બાકી કઈ તરફ ગયું તે ખ્યાલ નથી.

દરમ્યાન ગામ લોકો પણ આવિ જતા લોકોની મદદથી કપાસના વણમાં શોધખોળ આદરી પણ સહજ છે કે ભડાકો સાંભળ્યા પછી આરોપી છેલ્લી તાકાત સુધી દોડતો નાસી જ જાય. પરિણામ શૂન્ય આવતા જયદેવને થયું કે હવે બાજી હાથમાંથી સાવ સરકી ગઈ છે. પરંતુ હવે હિંમત હાર્યા સિવાય સવાર સુધી છેલ્લો મરણીયો પ્રયાસ તો કરવાનો જ હતો.

હવે તો ફોજદાર ધોળાવદરાએ રીવોલ્વર ફાયરીંગ કરી ને જગ જાહેર કરી જ દીધું હતુ કે પોલીસ આવી ગઈ છે. પરંતુ”where there is will there is a way સુત્રના આધારે જયદેવે પ્રયત્ન ચાલુ રાખ્યા પણ આ બનાવ પહેલા જે મૃદુ અને બુધ્ધી ગમ્ય અને વ્યુહાત્મક પ્રયત્નો હતા તેને બદલે બદલાયેલા સંજોગો અને મર્યાદિત સમયને કારણે હવેના પ્રયત્નો આક્રમક શૈલીના કરવાની ફરજ પડી.

જયદેવે ધ્રુફળીયા ગામના પાદરમાં પાછો આવ્યો અને ગામના પાદરમાં જ પકડાયેલ ડબલ સવારી મોટર સાયકલ વાળા ઈસમોને પ્રથમ સીધી રીતે પૂછપરછકરી તેથી તેમણે કહ્યું કે પોતાના સંબંધી સાથે સુરત વાત કરવા દામનગર એસ.ટી.ડી. પીસીઓમાં ફોન કરવા ગયેલાનું જણાવ્યું. જયદેવને હવે મનમાં ઘડીયાળના કાંટા ટક..ટક… થતા હતા તેથી તેણે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી આ બંને ઈસમોને પણ તાંડવનૃત્ય કરાવ્યું આથી તેમણે કહ્યું કે તમે દામનગર એસ.ટી.ડી. પીસીઓમાં ખાત્રી કરી લો તેમ જણાવતા જયદેવ બંનેને લઈ દામનગર આવ્યો પીસીઓ વાળાએ કહ્યું હા. આ બંને જણાએ સુરત વાત કરી હતી.

તે સમયે પીસીઓમાં ફોન પૂરો થયા પછી નીકળતું પ્રિન્ટેડ બીલ લેવાનોલોકો આગ્રહ રાખતા નહિ પણ પીસીઓ વાળા એક રજીસ્ટર પણ રાખતા જેમાં ખાસ તો દૂર બહાર ગામ કરેલા ફોનની લેખીત નોંધ રાખતા જે રજીસ્ટરમાં જોતા બંને જણાએ સુરત વાત કર્યાની નોંધ હતી અને તે ફોન થયાનો સમય સાંજના કલાક ૭.૪૫ નો હતો.

વળી જયદેવને મનમાં શંકા થઈ કે ધ્રુફણીયા ખાતે ભોગ બનનારના ઘેર પણ ક. ૭.૪૦ વાગ્યે ટેલીફોન આવેલો તેથી તે બંને જણાની ત્યાંજ આકરી પૂછપરછ કરીપણ તેમાં કાંઈ મળ્યું નહિ.બંને જણા અલગ અલગ જ્ઞાતિના હોય જયદેવને મનમાં તો શંકા રહી જ. હવે શું કરવું કોઈ રસ્તો સુઝતો નહતો. પીસીઓનું રજીસ્ટર ફરીથી તપાસ્યું પણ તેમાં ક. ૭.૪૦ વાગ્યે ધ્રુફણીયા ફોન થયાની કોઈ નોંધ હતી નહિ.

છતા જયદેવે પ્રયત્નો ચાલુ રાખવાના ભાગરૂપે બંને ઈસમોને ઉમરડા તેમના ગામે લઈ જઈ ઘરવાડી ખેતરોની ઝડતી તપાસ કરવા સાથે લઈ જવા રવાના થતા જ જયદેવને વિચાર આવ્યો કે કદાચ તમામ ફોનની નોંધ રજીસ્ટરમાં કરતા ન હોય તો કદાચ જે પ્રિન્ટેડ સ્લીપો નીકળે છે. અને ગ્રાહકો લઈ જતા નથી તેને પીસીઓ વાળા એક બોક્ષ કે ખાનામાં (વેસ્ટેજ)નકામા ગણી નાખીરાખતા હોય છે.

તો તેમાં ખાત્રી કરી લેવાની ઈચ્છા થતા જયદેવે આવું નકામી સ્લીપો વાળુ બોક્ષ લઈ જોવા બેઠો જોતા જ ચમત્કાર થયો આ પીસીઓમાંથી જ ધ્રુફણીયાના ટેલીફોન નંબર ૮૭૧૧ ઉપર કલાક ૭.૪૦ વાગ્યે ફોન થયાની સ્લીપ મળી આવી જયદેવ ને થયું બસ હવે બધુ હાથ વેંતમાં જ. આ એજ ફોનની સ્લીપ હતીકે જે પોલીસ સાંજના ધ્રુફણીયા પહોચી અને ધમકીનો ટેલીફોન આવેલો કે ‘પોલીસને જાણ કરવાની નથી અને ઘરની પાછળ ખડકી પાસે એક ચીઠ્ઠી પડી છે તેલઈ લેવાની સુચના કરેલી’ તેજ ટેલીફોનની આ સ્લીપ હતી!

જયદેવે પીસીઓ વાળાને પૂછયું કે આ સ્લીપ મુજબ નો ટેલીફોન નંબર ૮૭૧૧ ઉપર નો ફોન આ બંને જણાએ કર્યો હતો? પણ પીસીઓ વાળાના પેટમાં પણ પાપ હતુ તેથી તેણે કહ્યું ના આ લોકો એ આ ફોન કરેલ નથી કોઈ નાનુ છોકરૂ આવીને આ ફોન કરી ગયેલું જયદેવે વિચાર્યું કે કોઈ છોકરૂ આવી રીતે પધ્ધતીસર ધમકી આપી શકે? તેના આત્માએ ના પાડી. આથી પીસીઓ વાળાને દામનગર પોલીસ સ્ટેશનમાં લઈ જઈ તાંડવ નૃત્ય કરાવ્યું પણ સરકારી કર્મચારી એવો પીસીઓ વાળો બંને બાજુથી મુંઝાયેલો હશે તેથી કાંઈ બોલતો ન હતો. આથી ફરીથી રૌદ્ર સ્વરૂપ અને પ્રલયકારી તાંડવ નૃત્ય ચાલુ થયું પીસીઓ વાળો નાના કરતો રહ્યો અને ચિત્તભ્રમ થઈ ને માનસીક સમતુલા ગુમાવી બેઠો.

દરમ્યાન જયદેવે લાઠીથી મંગાવેલી પોતાની સરકારી જીપ દામનગર આવી ગઈ અને પીસીઓ વાળાની ભલામણ માટે દામનગરના કહેવાતા અને અમુક ખરેખર આગેવાનો પણ આવી ગયા. આ તમામ જયદેવના જુના પરિચિત હોય વિનંતીથી પીસીઓ વાળાની ભલામણ કરવા લાગ્યા. જયદેવે આ આગેવાનોને ટુંકમાં વાત કરી એક નાનુ છોકરૂ આવી પધ્ધતિસરની ધમકી આપી જાય તેણ આવા ગંભીર અપરાધમાં તે માની શકાય નિહ તમે પણ પેલા અપહૃત નાના બાળક વિશે વિચારો.

આ દરમ્યાન પીસીઓ વાળો હવે તો કપડા પણ ઉતારવા લાગ્યો હતો. અને બકબક કર્યે જતો હતો મધરાત્રી થઈ ચૂકી હતી હવે શું કરવું? હવે જયદેવે પીસીઓ વાળાને દામનગર પોલીસ સ્ટેશનમાંજ રાખીને પેલા બે ઉમરડા વાળાની ઘર વાડી ખેતરો ચેક કરવા જવાનું નકકી કરી જીપમાં સાથે તે બે જણા ઉપરાંત જમાદાર વિરસીંગ અને કોન્સ્ટેબલ રાજયગૂરૂને પણ સાથે લઈ ધ્રુફણીયા થઈ ઉમરડા તરફ જઈ રહ્યા હતા.

જીપ ધ્રુફણીયા પસાર કરીને હજુ એકાદ કિલોમીટર જ દૂર ગઈ હશે ત્યાં સામે દૂરથી એક મોટર સાયકલજીપ તરફ આવતું જણાયું પરંતુ તેમણે જીપને તેમની તરફ આવતી જોઈ ને મોટર સાયક્લ ઉભુ રાખી દીધેલું પોલીસની જીપ તેમની નજીક પહોચતા જયદેવે જોયું તો તેઓ પણ બે જણા હતા તે પૈકીએક ચોરણાવાળો નાડી ખોલીને પેશાબ કરવાનોઢોંગ કરી બેસી ગયેલો એક જણ મોટર સાયકલ પાસે ઉભો હતો તેવામાં ધોળાવદરા પણ તેમની કાર લઈ ને પાછળ પાછળ અાવ્યા.

દરમ્યાન ચકોર ડી સ્ટાફ રાજયગૂરૂએ કહ્યું કે સાહેબ આ ચોરણા વાળાએ અંધારાનો લાભ લઈને કાંઈક વસ્તુનો બાવળના ઝૂંડમાં ઘાકર્યો છે. જેથી બાવળના ઝૂંડમાં ટોર્ચ નો પ્રકાશ પાડતા ત્યાં એક મેઈડ ઈન સ્વીડનનો કાળા મ્યાન વાળો છરો પડયો હતો. જયદેવને તો તક મળી ગઈ કેમકે આ લોકો ધ્રુફણીયાના રહીશ હતા અને શંકાસ્પદ રીતે જ અર્ધી રાત્રે નિકળ્યા હતા પૂછપરછ દરમ્યાન જાણવા મળ્યું કે ચોરણાવાળો જે પ્રોઢ વ્યંકિત હતો તેના પેટમાં પાપ હતુ જ તેથી ગભરાયેલો હતો તેમાં છરો મળ્યો એટલે જયદેવને આક્રમણ કરવાનો સોનેરી મોકો મળી ગયો. અને તે બોલી ઉઠ્યો ‘સાહેબ હું ધ્રુફણીયાનો માજી સરપંચ છું અને ખેડુત છું તમે ધ્રુફણીયા માં જે ઉમરડાના બે જણાને મોટર સાયકલ ઉપરથી પકડયા છે તેના મા-બાપને અમે જાણ કરવા ગયા હતા.

આ માજી સરપંચની વાત સાંભળીને જયદેવ મનમાં તમામ વાતોનું ગણીત ગણવા લાગ્યો. સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કરતા જણાયું કે પહેલા ભોગ બનનારના કુટુંબીજનોએ કહ્યું કે ધ્રુફણીયામાં બે જુથ છે. ચાલુ સરપંચ અને માજી સરપંચનું એટલે આ વ્યકિત હરીફ કે વિરોધી તો ખરીજ.

વળી ખેડુત પોતાના વાડી ખેતરમાં તૈયાર પડેલી મોલાત ઉપર આંટો દેવા જવાની પણ હિંમત કરતા નથી અને આ ઉમરડાની ઈતરકોમની વ્યક્તિઓને પોલીસે પકડયાતેની જાણ કરવા ગયા? નકકી કાંઈક દાળમાં કાળુ છે. માજી સરપંચને જયદેવે પુછયું આ પકડાયેલા બે જણાનો અગાઉનો કોઈ પરિચય ખરો? તો માજી સરપંચે કહ્યું ના આતો એમ જ, થયું કે જાણ કરી એ બસ કેમકે ઉમરડાતો ભાવનગર જિલ્લાનું છે.

અમારે કોઈ રાજકીય પણ સંપર્ક નથી. જયદેવને થયું સાવ નિ:સ્વાર્થ સેવા તો ન જ હોય કાંઈક તો છે જ. જયદેવે વિચાર્યું કે છરો મળ્યો છે એટલે જાહેરનામા ભંગ મુજબનો બોમ્બે પોલીસ એકટ ક.૧૩૫ મુજબનો ગુન્હો માજી સરપંચે કર્યો જ છે. હવે કાયદાકીય સાણસામાં તો છે જ તેથી જયદેવે રાજયગૂરૂને કહ્યું આને પણ શિવ તાંડવનો લાભ આપો અને રાજયગૂરૂએ તેની ખાસ આર્મી તાંડવની ઝલક નો હળવો પરિચય કરાવ્યો. પણ આટલી ઉંમરમાં કયારેય લાફો પણ ખાધેલો નહિ અને આ આર્મી તાંડવની એક આછેરી ઝલકમાં જ માજી સરપંચે દેકારો બોલાવી દીધો અને આજીજી કરવા લાગ્યા પણ બાળકના અપહરણ બાબત એક શબ્દ પણ બોલ્યા નહિ.

માજી સરપંચને પણ જીપમાં નાંખ્યા અને પાછળ ધ્રુફણીયા આવ્યા માજી સરપંચને તો જીપમાં જ બેસાડી રાખ્યા પણ સી.આર.પી.સી. કલમ ૧૬૬નો ઠરાવ કરી પંચો રૂબરૂ તેમના ઘરની ઝડતી તપાસ શરૂ કરી તેમનું ઘરપણ મોટો ડેલો હતો ત્યાંડેલામાંજ એક ભાવનગર આર.ટી.ઓ પાસીંગનું બૂલેટ પડયું હતુ શંકા જતા માજી સરપંચને તેના માલીક અંગે પૂછતા કહ્યું કે આ બૂલેટ ઢસા જંકશનના માત્રાભાઈ સાંજે મૂકી ગયા છે.

તેમનું છે જયદેવે પૂછયું કે ‘માત્રાભાઈ તમારો કાંઈ સગો થાય છે?’ તો તેણે કહ્યું કે ના એમ જ મિત્રના દાવે વાપરવા મૂકી ગયા છે. આથી જમાદાર વિરસીંગે કહ્યું સાહેબ આ માત્રો તો ઢસા અને દામનગરના ગામડાઓમાં મોટા પાયે વ્યાજ વટાવનો ધંધો કરે છે. અને તે આ વિસ્તારનો દાદો છે આ માજી સરપંચ અને માત્રાને નાતે પણ નેડો નથી.

આથી માજી સરપંચને પૂછયું કે તમારે ચાલુ સરપંચ સાથે સંબંધો કેવાક? આથી તેણે કહ્યું કે ‘અમારે કટ્ટરરાજકીય વાંધો છે. તેથી બોલ્યે પણ વહેવાર નથી. આ સાંભળીને જયદેવને મનમાં રાજકીય દાવપેચ ઉપર ચીડ ચડી અને થયું કે પહેલા ના જમાનામાં લોકો કેવા સંપ સુલેહથી રહેતા હતા.

આ રાજકારણે તો ગામડાઓની પાળ પીટી નાખી છે.મત ભૂખ્યા રાજકારણીઓએ ગામડામાં જૂથ પાડી દીધા પણ પોતે તો શહેરોમાં ગાંધીનગરની કેન્ટીનોમાં ખંભેખંભા મીલાવી પક્ષાપક્ષી ભૂલીને નાસ્તા પાણી કરતા હોય છે. કેવું માનવતા હિન કાર્ય છે? જયારે ચૂંટણી પત્યાપછી ગામડાઓમાં કાપાકાપી થતી હોય છે. હવે અપહરણની શંકાની સોય સો ટકા માજી સરપંચ તરફ તકાતી હતી પરંતુ તેમની વિરૂધ્ધ પૂરાવો શું?

ધોળાવદરાતો ઉભા ઉભા જોયા કરતા હતા કે શું થાય છે. હવે જયદેવને પણ હાથમા આવેલી બાજી ઉંધી વાળનાર સાથે કાંઈ ચર્ચા કરવાનું મન થતું નહતુ ફરી ઉમરડા જવા રવાના થયા કેમકે હવે એવી શંકા થઈ કે માજી સરપંચ ઉમરડા ગયા હતા તો નકકી કાંઈક ત્યાં હોઈ શકે રસ્તામાં માજી સરપંચને પાછી પેશાબની હાજત લાગતા જીપ ઉભી રાખી નીચે ઉતાર્યા અને પાછા આવતા જયદેવે ફરીથી રાજયગૂરૂને તાંડવ નૃત્ય માટે કહ્યું રાત્રીના અઢી વાગ્યા હતા.

ઠંડી વળી ગઈ હતી. અને માજી સરપંચને અગાઉના નૃત્યનું શરીરમાં કળતર પણ થતુ હોય તેમ જણાયું તેમાં આ બીજા રાઉન્ડની તૈયારી થતા જ તે તેમાથી છૂટવા મથામણ કરવા લાગ્યા. આથી માજી સરપંચે જયદેવને આજીજી કરી ભય અને પસ્તાવા મિશ્રીત વાત ચાલુ કરી કે સાહેબ, મારો પણ એક વખત જમાનો હતો, આપના જેવા ઘણા મોટા મોટા અધિકારીઓ મારે ઘેર આવતા અને આજુબાજુના ગામડાના લોકો પણ આ અધિકારીઓને ભલામણ કરાવવા માટે મને મળતા. પણ આજે મારૂ જ કોઈ નથી હું જ ફસાયો છું જયદેવે કહ્યું તું કોણ કોણ અધિકારીઓને ઓળખે છે? આથી અત્યારે તો પોલીસ પુરાણ જ ચાલતુ હોય માજી સરપંચે અગાઉ દામનગરમાં જ નોકરી કરી ગયેલા ફોજદારોના જ નામ આપ્યા, વાઘેલા સાહેબ, પરમાર સાહેબ હાલમાં લાઠી રહેલા જયદેવ સાહેબ પણ મને સારી રીતે ઓળખે છે.

આથી જયદેવ સાવચેત થયો પરંતુ તેને આ ખ્યાલ ન હતો. સામાન્ય રીતે વ્યવહારમાં સરપંચો ખાસ કરીને મામલતદાર, ટીડીઓ અને ફોજદારને તો ઓળખતા જ હોય છે. આથી જયદેવે વાત વધારવા તેને પૂછયું કે તમે ફોજદાર જયદેવને કેવી રીતેઓળખો છો? આથી આ માજી સરપંચે કહ્યુંકે એસ.એસ.સી.ની પરીક્ષાઓ વખતે હું ઠાંસા સરપંચ જોડે લાઠી આવેલો ત્યારે ફોજદાર જયદેવ લાઠીની કલાપી હાઈસ્કુલ પાસે ઉભા હતા. અને ઠાંસાના સરપંચને તેમનો પરિચય હોય તેમણે ફોજદાર જયદેવ જોડે વાતો ચીતો કરેલી. આથી જયદેવને યાદ આવ્યું કે સાચી વાત હતી. ઠાંસાના સરપંચ પરીક્ષા સમયે કલાપી હાઈસ્કુલ પાસે મોટર સાયકલ લઈને આવેલા ત્યારે મળેલા અનેતેની સાથે એક બીજી વ્યક્તિ પણ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.