Abtak Media Google News

હાલ લગ્નની સીઝન ચાલી રહી છે. આપણે ઘણી વખત જોયું હોય છે કે લોકો પોતાના લગ્નને કંઈક હટકે બનાવવા માટે અલગ-અલગ રીતે લગ્નમાં વિધિ કરતા હોય છે. ત્યારે ગુજરાતમાં વધુ એક અનોખા લગ્ન સામે આવ્યા છે જેમાં યુવક ૨ યુવતી સાથે એક જ મંડપમાં લગ્ન કરશે. એવા કિસ્સા પણ ખુબ ઓછા હોય છે જેમાં માતા-પિતાના લગ્ન જોવાનો લાહવો બાળકોને પણ જોવા મળે આ કિસ્સામાં પણ આવું જ છે.

આ ઘટના વલસાડ જીલ્લાના કપરાડના નાનાપોંઢા ગામેની છે. જ્યાં યુવક બે યુવતીઓ સાથે એક જ મંડપમાં પરણશે. નાનાપોંઢા ગામે 9 મે ના રોજ યોજાનાર લગ્નની કંકોત્રી હાલ ચર્ચાનો વિષય બની છે જે સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ છે.

હાલ આ લગ્નની ચર્ચા એટલા માટે છે, કંકોત્રીમાં એક વરની સામે બે કન્યાઓનું નામ લખવામાં આવ્યુ છે. પ્રકાશ ગાવિત નામના યુવકના લગ્ન નાના પોંઢાની નયના અને નાની વહિયાળની કુસુમ સાથે થવાના છે.

શું છે સમગ્ર મામલો ?

ઘણી વખત કહેવત સાંભળી છે કે પ્રેમ આંધળો હોય છે ખરેખર પ્રકાશ નામના યુવકે આવું જ કર્યું છે. તે ૧૦ વર્ષથી નયના અને કુસુમના પ્રેમમાં હતો. બંને યુવતીઓ લાંબા સમયથી પ્રકાશના ઘરે લિવ ઈનમાં રહેતી હતી. ત્રણેય પતિ-પત્નીની જેમ એક જ પરિવારમાં રહેતા હતા. ત્યારે આખરે 9 મેના રોજ તેમના લગ્ન લેવાયા છે. પ્રકાશ એક જ મંડપમાં પ્રકાશના કુસુમ અને નયના બંને સાથે લગ્ન થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.