Abtak Media Google News

શેર માર્કેટ ન્યુઝ

શેરબજારમાં ઓલ ટાઈમ હાઈ બનાવ્યા બાદ મજબૂત પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. મુખ્ય સૂચકાંકો ગઈ કાલે સતત ત્રીજા દિવસે લાલ નિશાનમાં બંધ થયા હતા. જોકે, શુક્રવારે એટલે કે આજે બજારમાં ખરીદી પરત ફરી છે. આજે વૈશ્વિક બજારમાંથી સકારાત્મક સંકેતો આવી રહ્યા છે.

શેરબજારમાં ઓલ ટાઈમ હાઈ બનાવ્યા બાદ મજબૂત પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. મુખ્ય સૂચકાંકો ગઈ કાલે સતત ત્રીજા દિવસે લાલ નિશાનમાં બંધ થયા હતા. જોકે, શુક્રવારે એટલે કે આજે બજારમાં ખરીદી પરત ફરી છે. આજે વૈશ્વિક બજારમાંથી પણ સકારાત્મક સંકેતો આવી રહ્યા છે.

ગિફ્ટ નિફ્ટી 21500 ની નજીક ફ્લેટ ટ્રેડ થઈ રહ્યો છે. તે જ સમયે એશિયન અને અમેરિકન વાયદા બજારોમાં ખરીદી નોંધાઈ રહી છે. આ પહેલા ગુરુવારે સેન્સેક્સ 313 અંક ઘટીને 71,186 પર બંધ થયો હતો..

આજે રિલાયન્સ સહીત 45 કંપનીઓના પરિણામ જાહેર થશે

આજે શુક્રવારે 45 થી વધુ કંપનીઓ તેમના ત્રિમાસિક પરિણામો જાહેર કરવા જઈ રહી છે. તેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને પેટીએમ જેવા નામો પણ સામેલ છે. બજારનો અંદાજ છે કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ઓઈલ અને ગેસ સેગમેન્ટમાં દબાણ હોઈ શકે છે પરંતુ ટેલિકોમ અને રિટેલ બિઝનેસની મદદથી તેની અસર પરિણામો પર જોવા મળશે નહીં.

આજે અતુલ લિમિટેડ, સેન્ટ્રલ બેંક, CESC, હિન્દુસ્તાન યુનિલિવર, હિન્દુસ્તાન ઝિંક, પેટીએમ, આરબીએલ બેંક, સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ, અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના પરિણામનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઘણી મોટી કંપનીઓ પણ શનિવારે તેમના પરિણામો જાહેર કરશે જેમાં ICICI બેંક, IDBI, IDFC ફર્સ્ટ બેંક, IREDA, જમ્મુ અને કાશ્મીર બેંક, JK સિમેન્ટ, કોટક મહિન્દ્રા બેંક અને યુનિયન બેંકના પરિણામ જાહેર થશે.

 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.