Abtak Media Google News

૧૪ સપ્ટેમ્બરે મુંબઈઅમદાવાદ હાઈસ્પીડ રેલ પરીયોજના આધારશીલા મુકશે વડાપ્રધાન મોદી

મુંબઈ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવાનું સપનું હવે પૂર્ણ થઈ રહ્યું છે. ૧૪ સપ્ટેમ્બર-૨૦૧૭ના રોજ અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન પાસેના રમત મેદાનમાં પ્રધાનમંત્રી મોદી અને જાપાનના પ્રધાનમંત્રી શીંજો આબે મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ પરીયોજના (બુલેટ ટ્રેન)ની આધારશીલા મુકશે. દેશની પ્રથમ પરિયોજના માટે ૧,૦૮,૦૦૦ કરોડના બજેટ નિર્ધારીત કરાયું છે. જેમાં ૮૧ ટકા જાપાન સરકાર તથા ૧૯ ટકા ભારત સરકાર રોકાણ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે જાપાન સરકાર દ્વારા આપવામાં આવેલ આ રકમ એક ટકા સોફટ લોનના સ્વ‚પમાં આપશે. જેને ભારતે આગામી પચાસ વર્ષમાં ચુકવી શકશે. આ દેણુ ચુકવવાની શરૂઆત દેણુ મળ્યાના પંદર વર્ષની અંદર કરવી પડશે. સામાન્ય રીતે વિશ્ર્વ બેંક અથવા અન્ય એજન્સીઓ કોઈ પણ દેણુ ૨૫ થી ૩૫ વર્ષ સુધીની મુદત સાથે લગભગ ૫ થી ૭ ટકા ખર્ચ કરવો પડે છે. આ પ્રકારે ભારતે કોઈ ખર્ચ વગર હાઈસ્પીડ રેલ પરિયોજનાનું લેણુ લઈ રહ્યું છે. અનુકુળ શરત પર પહેલીવાર ભારત દેશે આ નિર્ણય લીધો છે.

પ્રથમ ચરણમાં પ્રથમ બુલેટ ટ્રેન મુંબઈ અને અમદાવાદ વચ્ચે ૫૦૮ કિ.મીનું અંતર ચાર સ્ટેશન પર સ્ટોપ કરી બે કલાક અને સાત મીનીટમાં પૂર્ણ કરશે. મુંબઈ અને અમદાવાદ વચ્ચે ૧૨ સ્ટેશનો છે. જેમાં મુંબઈ, થાણા, વિરાર, બોઈસર, વાપી, બીલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદા અને સાબરમતી (અમદાવાદ) વગેરે સ્ટેશન છે.

જયારે બીજા પ્રકારની બુલેટ ટ્રેન આ ૧૨ સ્ટેશનો પર સ્ટોપ કરીને મુંબઈ અને અમદાવાદની વચ્ચેનું અંતર બે કલાક અડતાલીસ મીનીટમાં પૂર્ણ કરશે. આ રૂટ પર બુલેટ ટ્રેનની ઓપરેટીંગ સ્પીડ ૩૨૦ કિ.મી. પ્રતિ કલાક રહેશે. જયારે મહતમ સ્પીડ ૩૫૦ કિમી પ્રતિ કલાક રહેશે. જયારે હાલમાં મુંબઈ-અમદાવાદનું અંતર કાપવા માટે સાતથી આઠ કલાકનો સમય લાગે છે. ૫૦૮ કિલોમીટર લાંબો આ રૂટનો ૯૨ ટકા વિભાગ એલીવેટેડ રેલવે ટ્રેક હશે. ૬ ટકાનો ભાગ ભોયરામાંથી અને બે ટકા જમીન પર રહેશે એટલે કે ૫૦૮ કિમીમાં ૪૬૮ કિમી લાંબો ટ્રેક એલીવેટેડ હશે. ૨૭ કિમી સુરંગમાં (ભોયરામાં) હશે અને બાકી ૧૩ કિ.મી. જમીન પર હશે.

શરૂઆતમાં ૧૦ કાર એન્જીનવાળી બુલેટ ટ્રેન સૌથી પહેલા આ ‚ટ પર ચાલશે. આ ટ્રેનમાં ૭૫૦ લોકોને બેસવાની ક્ષમતા હશે. આ ટ્રેનને ભવિષ્યમાં ૧૬ કાર એન્જીનવાળી બનાવાશે. જેમાં ૧૨૦૦ લોકોને બેસવાની ક્ષમતા રહેશે. શ‚આતમાં એક દિવસમાં ૩૬૦૦૦ લોકો બુલેટ ટ્રેનમાં સફર કરશે અને ૨૦૫૩માં એટલે કે ૩૦ વર્ષ બાદ મુસાફરોની સંખ્યામાં વધારો નઈ દરરોજ ૧,૮૬,૦૦૦ લોકો મુસાફરી કરી શકશે તેવું અનુમાન કરાયું છે. શરૂઆતમાં આ રૂટ પર દરરોજ એક જ દિશામાં ૩૫ ટ્રેન દોડશે. જયારે ૩૦ વર્ષ બાદ ૨૦૫૩માં વધીને ૧૦૫ ટ્રેન દોડશે. તેવી યોજના બનાવાઈ છે.

મુસાફરોને હાલની ફર્સ્ટ કલાસની ટીકીટ કરતા દોઢ ગણુ વધુ ભાડુ ચુકવવુ પડી શકે છે. મુંબઈથી અમદાવાદ સુધીના સફરમાં યાત્રીને ૨૭૦૦ થી ૩૦૦૦ રૂપિયા ટીકીટ આપવાની રહેશે. જયારે મુંબઈથી અમદાવાદની વિમાની સફર માટે ૩૫૦૦ થી ૪૦૦૦ રૂપિયા લાગે છે અને પાત્રીને વચ્ચે કોઈ સ્ટેશન ઉપરવાની સુવિધા વિમાનમાંથી નથી. મુંબઈથી અમદાવાદ જતી બસનો ટીકીટ ચાર્જ પણ ૧૫૦૦ થી ૨૦૦૦ જેટલો છે.

આ યોજનામાં યાત્રીઓને સુરક્ષાનો ઉચ્ચકક્ષાએ ધ્યાન રાખવામાં આવશે. જે વિશ્ર્વસનીય અને આરામદાયક સેવા યાત્રીઓને પુરી પાડશે. ભુકંપ, પુર અને અન્ય આપદાની આગાહી પરથી જ રેલ વ્યવહાર રોકી દેવામાં આવશે. જેથી કોઈ પ્રકારનું મોટુ નુકસાન ન થાય, આ યોજના જાપાની શંકાસેન ડિઝાઈન પર આધારીત છે અને આ ઓપરેશનમાં જાપાનમાં ૫૦ વર્ષથી પણ વધુ વર્ષોમાં એક પણ મુસાફરનું મોત નિપજયું નથી.

ઉર્જા અને બળતણની બચત માટે હાઈસ્પીડ ટ્રેન પ્રણાલી ખુબ સારી છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે હાઈસ્પીડ ટ્રેન પ્રણાલી વિમાનોની તુલનામાં ત્રણ ગણી વધુ બચત કરે છે. જયારે કારની તુલનામાં પાંચ ગણી વધુ બળતણની બચત કરે છે. અભ્યાસ બાદ જાણવા મળ્યું છે કે સડક અને હવાઈ અડ્ડામાં ભીડના કારણે અમેરીકામાં સમય અને બળતણનો વ્યય પ્રતિ વર્ષ ૮૭ અરબ ડોલરથી પણ વધુ છે. આથી કેલીફોર્નીયામાં પણ હાઈસ્પીડ રેલ પરિયોજના બનાવાઈ રહી છે.

પરીવહનના અન્ય બાબતોથી અલગ રહી હાઈસ્પીડ રેલ પરિયોજનાથી કાર્બન ડાયોકસાઈડનું ઉત્સર્જન ઘટાડશે. કાર્બન ડાયોકસાઈડના ઉત્સર્જનમાં હવાઈ જહાજના ચોથા ભાગનું ઉત્સર્જન કરશે અને કારના કાર્બન ડાયોકસાઈડના ઉત્સર્જન કરતા બીજા ભાગનું ઉત્સર્જન કરશે. આ પ્રકારે કાર્બનના મહત્વપૂર્ણ ખામી સુનિશ્ર્ચિત કરશે. ખરેખર હાઈસ્પીડ રેલ પરિયોજના એક સ્વચ્છ ઉર્જા ભવિષ્ય બનાવવા પાયાની ભૂમિકા ભજવશે. હાઈસ્પીડ રેલ પરિયોજના પાટાની તુલનામાં ખુબ જ સારી છે. જેમાં પાટા પર પસાર થતી સમયે અવાજ અને કંપની ઓછો કરશે. ફોરેસ્ટ ફાટકને હટાવવામાં આવશે. આથી ધ્વનીની આવશ્યકતાઓને સમાપ્ત કરવામાં આવશે. જેમાં સામાન્ય ભૌતિક અવાજ પેનોટોગ્રાફ/ સંપર્ક તારથી ઉત્પન્ન થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.