Abtak Media Google News

સોનું અતિ મૂલ્યવાન ઘાતું છે,આદી કાળથી માનવી એનાથી મોહિત થતો આવ્યો છે, સોનું કયારેય કટાતું નથી કે બરડ થતું નથી, તે આજે આંતરરાષ્ટ્રીય ચલણ તરીકે વિશ્ર્વનાં અર્થતંત્રને સ્થિર રાખે છે

ભારતમાં કર્ણાટક, આંધ્રપ્રદેશ અને ઝારખંડના વિસ્તારોમાં સોનાની ખાણો : ખાણની માટી ઉપર સાત પ્રક્રિયા કરીને તેમાંથી સોનું મેળવાય છે

સોનું….. ગોલ્ડ અતિ મૂલ્યવાન  ધાતું છે. આદીકાળથી માનવી સોનાથી મોહિત થતો રહ્યો છે, કારણ કે સોનું કયારેય કાટખાતુ નથી કે બરડ થતું નથી. આજે તો સોનું એક આંતરરાષ્ટ્રીય ચલણ તરીકે સમગ્ર વિશ્ર્વનું અર્થતંત્ર સ્થિર રાખે છે. સોનાના ભાવ ચડ ઉત થતાં રહે છે. વર્ષોથી અત્યંત કિંમતી ધાતુ તરીકે સોનાનો ઉપયોગ નાણા તરીકે, રોકાણ કે ધનનો સંચય કરવા વપરાય છે. સોનાનો ઉપયોગ મુખ્યત્વે ઘરેણા બનાવવામાં વધુ થાય છે. સોનું વજન દાર ચળકતી, નરમ પીળા કલર ધાતું છે. તે ખુબ જ નરમ હોવાથી કોઇપણ ઘાટમાં ઘડાય જાય છે.

પ્રાચિન કાળથી જ તેમનું મહત્વ રહ્યું છે. હાથમાં વીંટી, રાજનો માથે મુગર સાથે દેવી-દેવતાની મૂર્તિ કે આખું મંદિર સોને મઢેલાના અવશેષો મળ્યા છે. એક જમાના હતો કે ભારતને સોનાની ચિડીયા કહેતા હતા. બાદમાં અંગ્રેજોએ આપણા ઉપર રાજ કરતાં ભારત દેશની હાલત કફોડી થઇ ગઇ હતી.

ભારતમાં કર્ણાટક રાજયમાં સોનાની ખાણો આવેલી છે. ત્રણ પ્રકારોમાં મુખ્યત્વે કોલાર, હટી અને ઉટી છે. જયાંથી સોનું કાઢવામાં આવે છે. આ ઉ૫રાંત આંધ્ર પ્રદેશ, ઝારખંડના કેટલાક વિસ્તારોમાં સોનાની ખીણ આવેલી છે. સામાન્યત: જોઇએ તો આ ખાણમાંથી સોનું પારા અને ચાંદી સાથે મળી આવે છે. ઝારખંડના ખુલ્લા મેદાનો તેમજ સોનાની ખાણમાં સોનું કઢાય છે. એક ટન જેટલી માટીમાંથી ૪ ગ્રામ સોનું નીકળે છે. આ સોનું કાઢવાની પ્રક્રિયામાં માટીને અલગ અલગ ૭ પ્રક્રિયામાંથી પસાર કરાય છે બાદમાં સોનું તેમાં નીકળે છે કે મળે છે.

Ghana Gold Mine

ખાણનુ ધુળમાંથી સોનાની પ્રક્રિયામાં ચાર પ્રક્રિયા માણજો હાથેથી કરે તે બાકીની ત્રણ પ્રક્રિયા કેમીકલ પ્રોસેસ કે અન્ય મશીનની પ્રક્રિયાથી સોનું મેળવાય છે. ખાણમાં પ૦૦ મીટર ઊંડાઇએ એક ટન જેટલી માટી ખોદી તેમાં પ્રોસેસ કરાય છે. માટીનો બારીક પાવડર કરીને ભીના કપડા ઉપર માટીને વહાળે છે તેને કારણે સોનાના કણ તેમાં ચોટી જાય છે. ખુબ જ લાંબી પ્રક્રિયા બાદ થોડુ સોનું મળે છે.

સોનાની ખાણનાં પથ્થરોમાંથી સોનું મેળવવા સાઇનાઇડની પ્રક્રિયા કરીને તેમાંથી સરળતાથી સોનું મેળવાય છે. કેનેડાની બૈરિક ગોલ્ડ કંપની દુનિયામાં સૌથી વધુ સોનું કાઢે છે. આ કંપનીનું વિશ્ર્વભરમાં નામ છે. હાલમાં જ તેમણે માલી દેશની સોનાની ખનન કરતી કંપની રેડગોલ્ડ  કંપની ખરીદી લીધી છે. વિવિધ ૧૦ મહત્વના દેશોમાં સોનાનું ખનનનું કામ આ કંપની કરે છે. ૨૦૧૭ના એક જ વર્ષમાં ૧૦ ટક સોનું કાઢયું જેની બઝાર કિંમત ૧૪૦૦ મિલિયન અમેરિકન ડોલરની છે.

51D1F96Aecad047B75000011

છેલ્લા ૮ વર્ષથી સોનાની બઝારમાં ૧ર ટકાના ઘટાડો થયોને સાથે તેની ૮ ટકા કિંમત પણ ઘટી, જો કે સોનાની વધઘટ ભાવની સતત થતી જ રહે છે. આર્જેન્ટિના અને ચિલી વચ્ચેનો વિસ્તાર લેટીન અમેરિકાના ગોલ્ડ બેલ્ટમાં ભરપુર માત્રામાં સોનું પડેલ છે. ગોલ્ડ કંપની માટે આ વિસ્તાર ખનન  કરવા પ્રથમ ક્રમે છે પણ ત્યાં ખનન કરવું ખુબ જ કપરું છે. હાલમાં પણ પર્યાવરણવાદીઓ આ કંપનીઓ પર પર્યાવરણને ખતરા છે તેવી વાતો કરે છે. આજ પ્રમાણે વેલાડેરો ગોલ્ડ ખાણનું પણ છે. આર્જેન્ટિનાની બધી જ સોનાની ખાણોની અડધી અડધી ખનન કામગીરી આ બે કંપની જ કરે છે. પર્યાવરણની ફરીયાદને લઇન ચિલીની એક ખાણ પ્રોજેકટ પર પ્રતિબંધ આવી ગયો હતો.

ઉતર પ્રદેશના સોનભદ્ર વિસ્તાર પથ્થર મોરંગ કે કોલસા માટે જાણીતો હતો હવે જિયોલોજીકલ સર્વે બાદ જાણવા મળ્યું કે અહિં અપાર સોનાનો ભંડાર છે. ૩ હજાર ટન જેટલું સોનું હોવાથી પુષ્ટિ કરી છે. આ સોનભદ્ર જીલ્લો યુ.પી. નો ખનીજ સંપદાથી ભરપુર છે. સોનુ મુશ્કેલીના સમયે કામ આવે છે. ઘણા દેશો તેને અનામત તરીે પણ રાખે છે. ચીનના ગોલ્ડ અનામત યાદીમાં ટોપ ફાઇવમાં છે, તો ભારત ૧૦ સ્થાન પર છે. વિશ્વમાં પ્રથમ ક્રમે અમેરિકા છે. સોનાની સૌથી વધુ અનામત ધરાવતા દેશો જોઇએ તો અમેરિકા, જર્મની, ઇટલી, ફ્રાંસ, ચીન, રશીયા, સ્વિટઝરલેન્ડ, જાપાન નેધરલેન્ડ અને ભારત છે.

1 1437645144.Jpg1

દુનિયામાં સૌથી વધુ સોનુ કાઢતી ખાણોમાં ‘મુરન્તો’ ઉઝબેકિસ્તાનની ખાણ છે. ખુલ્લા ખાડા જેવી ખાણ છે. અત્યાર સુધીમાં ૧૭૦૦ લાખ  ઓંશ સોનુ આ ખાણમાંથી કઢાયું છે. ત્યારબાદ ઇન્ડોનેશિયાની ગ્રાસ બર્ગ, પ્યુબ્લોવિએજા છે. સાઉથ અમેરિકાની યાનકોચા, કાર્લિન ટ્રેડ ખાણ પણ બહુ જ મોટી છે. સમુદ્રીની સપાટી કરતાં ૪૦૦૦ મીટર ઉંચાઇએ છે. આફ્રિકામાં પણ પાંચ મોટી સોનાની ખાણ આવેલી છે. ધાના, સુદાન, માલી વા દેશો આ ખાણના વ્યવસાયમાં જોડાયા છે.

સોનું સમૃઘ્ધ પ્રાકૃતિક સંશાધન હોવાથી લોકોની આજીવિકા બદલી જાય છે. વિશ્ર્વમાં કેટલાક દેશો પાસે કિંમતી સોનાની ખાણ છે. કેટલાક દેશો તો સદીઓથી આ ખનનનું કામ કરે છે. ૧૮૮૦ના દશકમાં આફ્રિકા સોનાના ખાણમાં ખનન કામગીરીમાં જોડાયું હતું. વિશ્ર્વમાં હાલ સૌથી મોટા ઉત્૫ાદક તરીકેનો દેશ છે. જોહનીશબર્ગના બોકસ વર્ગ શહેરમાં ૧૨ હજાર ફુટ ઊંડી સોનાની ખાણ છે.

સોનાના ઉત્પાદન ક્ષેત્રે વિશ્ર્વના ટોપ-૧૦ દેશોમાં ચીન, રશિયા, ઓસ્ટ્રેલીયા, અમેરિકા, કેનેડા, પેરૂ,ધાના, દક્ષિણ આફ્રિકા, મેકસિકો, બ્રાઝીલ જેવા દેશોનો સમાવેશ થાય છે. વર્ષો પહેલા મેકેનાઝ ગોલ્ડ નામની અંગ્રેજી ફિલ્મ આવી હતી. આજે લગ્નમાં, ધાર્મિક વિધીમાં જેવી વિવિધ જગ્યાએ ઉપયોગ થાય છે.

સૌથી વધુ ગોલ્ડ અનામત ધરાવતા દેશો

અમેરિકા, જર્મની, ઇટાલી, ફ્રાંસ, ચીન, રશીયા, જાપાન, સ્વિટઝરલેન્ડ, નેધરલેન્ડ અને ભારત છે. દુનિયાથી સૌથી વધુ સોનું કાઢતી ઉઝબેકિસ્તાનની ‘મુરન્તો’ સોનાની ખાણ છે. ૧૮૮૦ થી આફ્રિકા દેશ સોનાની ખાણ ખનન કામગીરીમાં જોડાયો હતો. આજે તે વિશ્વનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.