Abtak Media Google News

શરાબનું સેવન અને અયોગ્ય જીવનશૈલી લીવર ફેલ્યોર માટે સૌથી જવાબદાર પરિબળ

દારૂબંધી ધરાવતા ગુજરાતમાં એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. રાજ્યમાં જોરોશોરોથી દારૂબંધીની વાતો કરવામાં આવે છે, કરોડો રૂપિયાનો શરાબનો જથ્થો પણ પકડવામાં આવે છે પણ એક અહેવાલ અનુસાર રાજ્યમાં થતાં કુલ લીવર ટ્રાન્સપ્લાન્ટમાં એક તૃતિયાંશ ટ્રાન્સપ્લાન્ટ પાછળ આલ્કોહોલને લીધે લીવર ફેઈલયર થયાં બાદ ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાત ઉદભવતી હોય તેવો આંકડો સામે આવ્યો છે. તો પછી જો દારૂબંદીની ચુસ્તપણે અમલવારી થતી હોય તો લોકો સુધી શરાબનો જથ્થો પહોંચે છે કેવી રીતે? તે મોટો સવાલ છે.

Advertisement

દારૂબંદીવાળા ગુજરાતમાં લગભગ 30% થી 40% અથવા એક તૃતીયાંશ કરતાં વધુ લિવર ટ્રાન્સપ્લાન્ટ આલ્કોહોલ સંબંધિત સમસ્યાઓને કારણે થાય છે. તેવું સામે આવ્યું છે. હવે તેમાં પણ ખાસ જે રીતે દારૂનો ગેરકાયદે જથ્થો રાજ્યમાં ઘુસાડવામાં આવે છે તેમાં ગુણવતાનું ધારા ધોરણ હોતું જ નથી. ત્યારે આ દારૂણે લીધે લીવર ફેલ્યોર તો ઠીક પણ લઠ્ઠાકાંડ જેવી ઘટના બનતા લોકો જીવ પણ ગુમાવતા હોય છે. તાજેતરમાં બોટાદ જિલ્લામાં લઠ્ઠાકાંડ થતાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો હતો.

ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સના વાઇસ ચાન્સેલર અને લીવર ટ્રાન્સપ્લાન્ટના વડા ડો. પ્રાંજલ મોદીએ જણાવ્યું છે કે, તેઓએ તાજેતરમાં 600 લીવર ટ્રાન્સપ્લાન્ટ પૂર્ણ કર્યા છે. જ્યારે અમારી પાસે આલ્કોહોલ અને નોન-આલ્કોહોલિક સ્ટીટોહેપેટાઇટિસના કારણે યકૃતના સિરોસિસનું કોઈ વિભાજન નથી પણ બે સ્થિતિઓ લગભગ 70-75% કેસોમાં યકૃતની નિષ્ફળતામાં પરિણમે છે. બાકીના કેસો વાયરલ અને ચેપી રોગો અને પરિસ્થિતિઓને કારણે થાય છે. ડૉ મોદીએ ઉમેર્યું હતું કે, દારૂ અને ખરાબ જીવનશૈલી લીવરફેલનું સૌથી મોટું કારણ બને છે

ડેટા પરથી કહી શકાય છે કે જ્યારે લીવરની બીમારી દાયકાઓથી ચાલતી આવી છે ત્યારે હોસ્પિટલમાં દાખલ થવાની વર્તમાન ઉંમર સિરોસિસ માટે 40-45 વર્ષ અને નાશ માટે 50 વર્ષ છે. કુલ ટ્રાન્સપ્લાન્ટમાંથી લગભગ 57% છેલ્લા ત્રણ વર્ષમાં થયા છે. ડેટા દર્શાવે છે કે વર્ષ 2022માં જ 186 ટ્રાન્સપ્લાન્ટ થયા હતા.

અન્ય લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જનો અને હેપેટોલોજિસ્ટ્સે આલ્કોહોલને કારણે થતા લીવરના રોગો પર ભાર મૂક્યો હતો. અમદાવાદના સિનિયર જીઆઈ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડૉ. હિતેશ ચાવડાએ જણાવ્યું હતું કે, તેમની ટીમે અત્યાર સુધીમાં 33 લિવર ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે. ગુજરાતમાં આલ્કોહોલનું સેવન અને નબળી જીવનશૈલી લીવરની નિષ્ફળતાના કેસ માટે સમાન રીતે જવાબદાર છે, જે 60-70% કેસ માટે જવાબદાર છે.

ઉપરાંત જો કોઈ વ્યક્તિ ડાયાબિટીસ અને હાયપરટેન્શનની સંભાવના ધરાવે છે, તો તે લીવરની બિમારી માટે જોખમનું નિશાન પણ બની શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.